• લોકોને મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડીપોઝીટ, સ્ટોક માર્કેટ અને બોન્ડ માટેની માહિતી પૂરી પાડી

રાજકોટમાં મારવાડી યુનીવર્સીટી રાજ્યભરમાં પ્રખ્યાત છે. જેમાં ખઇઅના વિદ્યાર્થીઓ શ્રેયાંશ વેલ્થ નામની કંપનીમાં  ઇન્ટરશીપ માટે ગયા હતા. જેમાં તેમને લોકોમાં ફાઈનાન્સિયલ અવેરનેસ લાવવા માટે કેમ્પ કરવાનું કહ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બહુમાળી ભવનમાં કેમ્પ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડીપોઝીટ, સ્ટોક માર્કેટ અને બોન્ડ માટેની માહિતી પૂરી પાડી હતી. આત્યારના લોકો ડર નાલીધે સરકારી ઋઉમાં કે સરકારી સ્કીમમાં રોકાણ કરતા હોય છે. ત્યાં તેમને ઓછુ વ્યાજ દર આપવામાં આવતું હોય છે. જયારે મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડીપોઝીટમાં અને સ્ટોક માર્કેટમાં વધુ વ્યાજ મળતું હોય છે. વિદ્યાર્થીઓ મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડીપોઝીટમાં અને સ્ટોક માર્કેટ રોકાણ કરવું  બાબતે માહિતી કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થી તરફથી સારો પ્રતિસાદ મળ્યો.

સેફટી માટે એફડી અને ગવર્મેન્ટ પોલિસીમાં રોકાણ કરવું વધુ યોગ્ય છે: ભાવેશ ટહેલીયાણી

મારવાડી યુનિવર્સિટીના એમબીએના વિદ્યાર્થીઓ છીએ. અમારે એસઆઈપી સમર ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ બનાવવાનું હોય છે. તે માટે અમે શ્રેયાંશ વેલ્થ નામની કંપનીમાં એસઆઈપીનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. એસ આઈ પી ના પ્રોજેક્ટમાં અમને ઇન્વેસ્ટમેન્ટ અવેરનેશને લઈને એક્ટિવિટી કરવાની હોય છે. તે માટે અમે બહુમાળી ભવનમાં ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ કેમ્પનું આયોજન કર્યું હતું. અમારા પ્રોજેક્ટમાં મહત્વનું એ હોય છે કે ગ્રાહકોનો રિવ્યુ કેવો હોય છે. તે કયા કયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે. લોકો અત્યારે સેફટી માટે એફડી અને ગવર્મેન્ટ પોલિસીમાં વધુ રોકાયેલા હોય છે. મોર્ડન ઈન્વેસ્ટમેન્ટમાં જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ,

ઈક્વિટી માર્કેટ, સ્ટોક માર્કેટ ઘણા બધા ઓપ્શન માર્કેટમાં અવેલેબલ છે. સાત થી આઠ વિદ્યાર્થીઓની ટીમ છે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અલગ અલગ પ્લાન મળી રહે તે અવેરનેસ ફેલાવી રહ્યા છીએ. અમારી પાસેથી લોકો ઇન્વેસ્ટમેન્ટ માટેની વધુ માહિતી મેળવી રહ્યા છે. સરકારી પોલીસી કરતા મોર્ડન પોલીસીમાં રિસ્ક વધુ હોય છે.  યુવાનોએ એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ 30 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ખૂબ સારું રિટર્ન મળે છે. લોકોએ એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ અલગ અલગ જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.