• જળાભિષેક બાદ ભગવાન મોસાળમાં 1પ દિવસ સુધી રોકાશે
  • ભાવિકો ભગવાન જગન્નાથ ભકિતમાં હિલોળે ચડયા:ગૃહ રાજ્યમંત્રીએ સાબરમતી નદીની આરતી ઉતારી

ભગવાન જગન્નાથની યાત્રા પહેલા જલયાત્રા યોજવાની પરંપરા છે જે આજે 108 કળશની જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જલયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો સાથે રાસ ગરબા અને ભજન મંડળી પણ જોડાઇ છે. લોકો પરંપરાગત પરિધાન સાથે સહ શ્રઘ્ધા જળ જલયાત્રામાં જોડાયા છે. 108 કળશની યાત્રાના જળથી ભગવાને અભિષેક, આરતી, પૂજા થયા બાદ તેમને મોસાળ લાવવામાં આવે છે.

ભગવાનની જલયાત્રા જગન્નાથપુરીમાં નીકળતી હોય છે. જે પરંપરા મુજબ અમદાવાદમાં પણ આ જલયાત્રા નીકળતી હોય છે. વાંજતે ગાજતે ભજન મંડળી રાસ મંડળીની સાથે ભગવાન સાબરમતિ સોમનાથ ભૂદરના આરે પહોચશે અને ત્યાં ગંગા પૂજન થશે વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતિ નદી જેને તમામ પવિત્ર નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે. અભિષેક પુજન આરતી બાદ ભગવાન પોતાના મામાના ઘરે જશે ભગવાન આજથી 1પ દિવસ સુધી મોસાણમાં રોકાણ કરશે.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને અવિચલદેવાચાર્યજી મહારાજ ખાસ ઉ5સ્થિત રહ્યા છે. તેમ જ પૂર્વ ડે. સી.એમ. નીતીન પટેલ પણ જોડાયા છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ગંગા પૂજા કરી હતી તેઓએ જણાવ્યું હતું, ભગવાન જગન્નાથ સૌની આસ્થાનું કેન્દ્ર છે. અને સૌ લોકો ભગવાનના દર્શન કરવા આવે છે. નદીમાંથી કળશમાં જળ ભરીને લાવ્યા બાદ સાબરમતિ નદીની આરતી ઉતારવામાં આવી છે.

સાબરમતિ નદીમાંથી કળશમાં જળ ભરવામાં આવે છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મહેન્દ્ર ઝા, મેયર પ્રતિભા જૈન, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ બોટમાં બેસી સાબરમતી નદીમાં જળ ભરીને લાવ્યા સાબરમતિ નદીના ભરીને લાવેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.ભગવાન જગન્નાથની 147મી ઐતિહાસિક રથયાત્રા પહેલા જળ યાત્રા જેઠ સુદ પુનમના દિવસે નીકળતી હોય છે. બહેનો સાડી પહેરી અને માથે કળશ લઇને સોમનાથ ભુદરના આરે ગંગા પુજન કરવા જલાયાત્રામાં જોડાઇ છે.

ભગવાનની ષોડ સોપચાર પુજન વિધી કરી મહા જળાભિષેક કરવામાં આવશે. બાદમાં ભગવાન ગણેશજીના સ્વરુપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ઠ ગજવેશ શાણગાર કરવામાં આવશે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે.

રથયાત્રા મહોત્સવનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા

રથયાત્રાનો પહેલો પડાવ એટલે જલયાત્રા  આજે સવારે જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે ઢોલ નગારા, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સુર, તેમજ ધજા પતાકા બેન્ડવાજા, હાથી બળદગાડી, ભજન મંડળીઓ સહીત મોટી સંખ્યામાં ભકતો સાથે જલયાત્રા નીકળી હતી. અને સાબરમતિ નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચી હતી આ વર્ષે પર સોમનાથ ભૂદરના આરે ગંગાપુજન આયોજીત કરવામાં આવ્યું હતું. ગંગાપુજન બાદ 108 કળશમાં જળ ભરી જળયાત્રા મંદિરે પરત ફરશે અને શાસ્ત્રોકત વિધીથી ભગવાનને જળાભિષેક કરાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.