નવા વાહનોના રજીસ્ટ્રેશન સમયે જ આજીવન ફરજિયાત થર્ડ-પાર્ટી વિમો કરાવવો પડશે
નશો કરી વાહન દ્વારા અકસ્માત સર્જી મોત નિપજાવનારને ‘ગુનાહીત મનુષ્યવધની’ કેટેગરીમાં મૂકવા બાબતે સ્ટેન્ડીંગ કમીટીએ પરીવહન મંત્રાલયને ભલામણ કરી હતી જે અંતર્ગત ગુન્હેગારને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. ભલામણ બાદ આ બાબતે જરૂરી પગલાઓ પણ લીધા છે.
હાલમા નશામાં કરેલ અકસ્માતનાંગુનામાં મૃત્યુ નિપજાવ્યું હોય તો ગુનો ‘બેદરકારી’થી થયેલ હત્યાની કેટેગરીમાં મૂકવામાં આવતો હતો. અને જો ગુનો સાબીત થાય તો ગુનેગારને ૩૦૪ એ અંતર્ગત બે વર્ષની જેલ કે દંડ અથવા બનેની સજા ભોગવવી પડતી હતી હવે નવા સુધારા પ્રમાણે ગુનેગારને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે અડધાથી ઉપરનાં વાહનો થર્ડ પાર્ટી વિમો ધરાવતા નથી અને આ વાહનો મોટે ભાગે ટુ-વ્હિલરો જ છે વિમો ન ધરાવતા હોવાથી અકસ્માતનો ભોગ બનનાર વ્યકિતને વળતર મળતું હોતું નથી માટે સરકાર આ બાબતે કડક કાયદો લાવી દરેક નવા વાહનોનાં રજીસ્ટ્રેશન સમયે જ આજીવન થર્ડ પાર્ટી વિમો ફરજીયાત કરવાનો કાનૂન લાવી રહી છે.
શુક્રવારે રાજય સભાનાં પરિવહનને લગતા ૧૫ મુદાઓ મૂકવામાં આવ્યા હતા આ મુદાઓ પૈકી જ મૃત્યુ નિપજાવનારાની સજામાં વધારો અને ફરજીયાત થર્ડ પાર્ટી વિમાનો કાયદો લાવવાના મુદાઓ હતા. આ ઉપરાંત સરકાર રોડ પર છાકટા થઈ રેસ લગાવનાર અને સ્ટંટ કરતા અસામાજીક તત્વોનો વાહનોની ઝડપ કંટ્રોલ કરવા બાબતનાં સુધારાઓ પણ લાવી શકે છે.