- પેપર ડાર્કનેટ અને ટેલીગ્રામમાં લીક થયું હોવાનું શિક્ષણ પ્રધાનનું નિવેદન, હવે નવી પરીક્ષા લેવાશે પણ ક્યારે લેવાશે તેની કોઈ જાહેરાત નહિ
NEET પરીક્ષાનો વિવાદ હજુ પૂરો નથી થયો ત્યારે UGC-NETઅબતક, નવી દિલ્હી
ગઊઊઝ પરીક્ષાનો વિવાદ હજુ પૂરો નથી થયો ત્યારે ઞૠઈ- ગઊઝ પેપર લીક કૌભાંડ બહાર આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન એવો ચોંકાવનારો ધડાકો પણ થયો છે કે ઞૠઈ-ગઊઝનું પેપર રૂ.500થી 5000માં વેચાઇ રહ્યું હતું. આ પેપર ડાર્કવેબ અને ટેલીગ્રામમાં લીક થયું હોવાનું પણ સામે આવ્યું છે.
નેશનલ સાયબર ક્રાઈમ એજન્સી તરફથી મળેલી માહિતીને પગલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (ઞૠઈ-ગઊઝ) રદ કરવામાં આવ્યાના એક દિવસ પછી, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે ખુલાસો કર્યો કે પ્રશ્નપત્ર ડાર્ક વેબ અને ટેલીગ્રામમાં અપલોડ કરવામાં આવ્યું હતું.
આ કેસ સીબીઆઈને સોંપવામાં આવી રહ્યો છે. મંગળવારે યુજીસી-નેટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તરત જ સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર લીક થયાનો આક્ષેપ કરતી પોસ્ટ્સ આવી હતી. ડાર્ક વેબ એ ઈન્ટરનેટનો એક એનક્રિપ્ટેડ ભાગ છે જે ગુગલ જેવા પરંપરાગત સર્ચ એન્જિન દ્વારા સામાન્ય લોકોને દેખાતો નથી.
ડાર્ક વેબ, જેને ડાર્કનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઇન્ટરનેટ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યું છે.
ઞૠઈ-ગઊઝ માટે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અગાઉના દિવસે, શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં નવી પરીક્ષા લેવામાં આવશે. જો કે, કોઈ સમયરેખા જાહેર કરવામાં આવી નથી. પેપર લીક કૌભાંડ બહાર આવતા સરકારને ઘેરતું વિપક્ષ
એક પછી એક પેપર ફૂટી રહ્યા છે: વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?
ગુજરાતમાં ભૂતકાળમાં અનેક પેપરો ફૂટ્યા છે. વધુમાં હવે તો દેશ લેવલ લેવાતી પરીક્ષાના પેપરો પણ ફૂટી રહ્યા છે. તેવામાં વર્ષોથી મહેનત કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શુ ? આ સો મણનો સવાલ ઉઠી રહ્યો છે. વિપક્ષ પણ સરકારને સતત આ મુદ્દે પ્રશ્નો કરી રહી છે. યોગ્ય પરીક્ષા પદ્ધતિ લાગુ કરવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચી શકે તેમ છે. ત્યારે સરકાર હવે શું પગલાં લ્યે છે તેના ઉપર સૌની નજર છે.
પેપર લીક થતું રોકવા તમામ પ્રક્રિયા ઈલેક્ટ્રોનિક રીતે થવી જોઈએ: નિષ્ણાંતો
ગઊઊઝ વિવાદ બાદ હવે ઞૠઈ ગઊઝ પરીક્ષા રદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, પરીક્ષામાં બહાર આવેલી ગેરરીતિઓને કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. નવેસરથી પરીક્ષા લેવામાં આવશે. આ મામલે વિપક્ષ સરકાર પર હુમલો કરી રહ્યો છે. પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા ’નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગઊઊઝ જેવી પરીક્ષામાં પેપર લીક જેવી ગેરરીતિઓ રોકી શકાય છે. માત્ર મજબૂત ઇચ્છાશક્તિની જરૂર છે. પેપર તૈયાર કરવાથી લઈને તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા સુધીની પ્રક્રિયા 100% ઈલેક્ટ્રોનિક રીતે થવી જોઈએ. પરીક્ષા કેન્દ્ર પર પેપર સેટ કરવાથી લઈને તેના વિતરણ સુધીની પ્રક્રિયામાં જેટલા વધુ હાથ સામેલ હશે, પેપર લીક થવાની શક્યતાઓ એટલી જ વધી જશે.