વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે આર્થિક મહાસત્તા બનાવવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે …આર્થિક વિકાસ દર ની રફતાર વેગવાન બનાવવા માટે કૃષિ અને કૃષિકાર ને સધ્ધર બનાવવા માટે સરકારના એક પછી એક પગલા અસરકારક રીતે પરિણામ દાયી સાબિત થઈ રહ્યા છે. ત્યારે ખેડૂત ની આવક ડબલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ વર્ષે સારા વરસાદની સંભાવના ની સાથે જગતાતને વધુ એક ભેટ આપવા સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે ,ડાંગર બાજરી કપાસ સહિત ખરીફ પાકોના ટેકાના ભાવના વધારાથી ખેડૂતોને સીધો જ ફાયદો થશે અને ખેતીના ખર્ચની સામે આવકનું પ્રમાણ નિશ્ચિત ધોરણે વધશે મોદી સરકારના 3 0 ની બીજી કેબિનેટ માં પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા.
ખેડૂતોને મોટી ભેટ આપીનેખરીફ પાક ના ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપી છે 14 પાકોના ટેકાના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાંગરની નવી જાતનો ટેકાનો ભાવ 2,300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે ખરીફ પાક માટે 14 પાક પરની ટેકાના ભાવ વધારાની મંજૂરી આપી ડાંગર ની નવી એમએસપી 2300 જે ગયા વખત કરતા 117 રૂપિયા વધારે છે કપાસની એમ એસ પી 71221 છે જે પહેલા કરતા 501 રૂપિયા વધુ છે.
દેશભરના બે લાખ ગોડાઉન નિર્માણનું કામ ચાલી રહ્યું છે, કૃષિને સરકાર આર્થિક વિકાસનો આધાર બનાવવા પ્રતિબધ બની છે .સાથે સાથે દેશની નાશવંત કૃષિ જણશ ના બગાડ નું પ્રમાણ ઘટાડવા માટે અને ખેડૂતો પોતાની જણસ સારા ભાવ આવે ત્યાં સુધી સાચવી શકે તે માટેની વ્યવસ્થા માટે સરકારે ગોડાઉન બનાવવાની યોજના પણ અમલમાં મૂકી છે .ત્યારે દેશ આર્થિક મહાસત્તા બનવા ભણી ચોક્કસપણે આગળ વધી રહ્યું છે તેના પાયામાં રહેલી ખેતી અને ખેડૂતને સધ્ધર બનાવવાના સરકારના પ્રયાસો ખરેખર દેશની આઝાદીના અમૃત કાળ ની ઉજવણી મા ખેડૂતોને સહભાગી બનાવવા તરફ મક્કમ રીતે આગળ વધારવામાં આવી રહ્યા છે.
મોદી કેબિનેટની ખેડૂતોને સારા વરસાદની સાથે સાથે ખરીફ પાકોના ટેકાના ભાવના વધારાની ભેટ સરકારે આપી છે તે ખરા અર્થમાં ખેડૂત માટે લાભપ્રદ બની રહેશે