- પાંચેય સ્થળની મુલાકાત લઇ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ તૈયારીઓની સમીક્ષા કરી
- મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે દિવ્યાંગ તથા ખાસ કેટેગરીના લોકો માટે યોગ યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.21મી જુન વિશ્વ યોગ દિવસ નિમિતે સવારે 6:00 કલાકે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનના ભાગરૂપે આજે પદાધિકારીઓ દ્વારા ચાર સ્થળ ખાતે વિઝિટ કરી અધિકારીઓ પાસેથી તૈયારીના ભાગરૂપે માહિતી મેળવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી ચાર સ્થળ ખાતે પદાધિકારીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી. જેમાં શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ, નાનામવા ચોક ખાતેનું મેદાન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિગેરે સ્થળની વિઝિટ કરી આયોજન અંગે અધિકારીઓ પાસેથી માહિતી જરૂરી સૂચનાઓ આપી હતી.
સ્થળ વિઝિટ દરમ્યાન કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ ચેતન નંદાણી અને હર્ષદ પટેલ, એ.એમ.સી. બી. એલ. કાથરોટીયા, અ.એમ.સી. સમીર ધડુક, ડીવાય. એસ.પી.આર. બી. ઝાલા, મેડીકલ ઓફિસર જયેશ વકાણી, સિટી એન્જી. અતુલ રાવલ, ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, મનપાના વિવિધ અધિકારીઓ અને બ્રમ્હાકુમારીઝના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસદ રામભાઈ મોકરિયા, કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, કોર્પોરેટરઓ મીનાબા જાડેજા, બાબુભાઈ ઉઘરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણા, અનિતાબેન ગોસ્વામી, કીર્તિબા રાણા, શહેર ભાજપ હોદેદારઓ ઈલાબેન પડીયા, મયુરભાઈ શાહ, વિજયભાઈ ટોળીયા, હરેશભાઈ જોશી, શિક્ષણ સમિતિ સભ્યઓ વિક્રમસિંહ જાડેજા, જગદીશભાઈ ભોજાણી, હિતેશભાઈ રાવલ, ઈશ્વરભાઈ જીતિયા, અજયભાઈ પરમાર, જયદિપ જલુ, સુરેશભાઈ રાઘવાણી ઉપસ્થિત રહેશે.
ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટરઓ કાળુભાઈ ફુગસિયા, પરેશભાઈ પીપળીયા, કંકુબેન ઉઘરેજા, દિલીપભાઈ લુણાગરિયા, હાર્દિકભાઈ ગોહિલ, ભાવેશભાઈ દેથરીયા, પરેશભાઈ આર. પીપળીયા, નરેન્દ્રભાઈ ડવ. સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, શહેર ભાજપ હોદેદારઓ નયનાબેન સોલંકી, ભગવતીબેન ઘરોડીયા, પરિમલભાઈ પરડવા, રમેશભાઈ પરમાર, હિતેશભાઈ ઢોલરીયા, શિક્ષણ સમિતિ સભ્ય વિરમભાઈ સાંબડ ઉપસ્થિત રહેશે.
વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કોર્પોરેટરઓ ડો.અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, પ્રીતિબેન દોશી, ડો.દર્શનાબેન પંડ્યા, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન પાડલીયા, ડો. પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, શહેર ભાજપ હોદેદારઓ મહેશભાઈ રાઠોડ, શિલ્પાબેન જાવિયા, ચેતન લાલસેતા, કાશ્મીરાબેન નથવાણી, હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, રાજદીપસિંહ જાડેજા, ભરતભાઈ શિંગાળા, શિક્ષણ સમિતિ સભ્યઓ રસિકભાઈ બદ્રકિયા, જાગૃતિબેન ભાણવડીયા, સંગીતાબેન છાયા, મનસુખભાઈ વેકરીયા, રાજેશભાઈ માંડલિયા ઉપસ્થિત રહેશે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ હોદેદાર પૂજાબેન પટેલ ઉપસ્થિત રહેશે.
જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, કમિટી ચેરમેનઓ રસીલાબેન સાકરીયા, સોનલબેન સેલારા, સ્ટેન્ડિંગ કમિટી સભ્યાઓ જ્યોત્સનાબેન ટીલાળા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી,મંજુબેન ફુગસીયા, રૂચિતાબેન જોશી, વર્ષાબેન રાણપરા ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે દિવ્યાંગ/ખાસ કેટેગરીના બાળકો દ્વારા યોગ કરવામાં આવશે તેમજ શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે એક્વા યોગા કરવામાં આવશે. આવતીકાલે વિશ્વ યોગ દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આયોજનમાં ભાગ લેનાર તમામ નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે. શહેરના પાંચેય સ્થળ ખાતે શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પદાધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.