• મોકડ્રિલ દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓ સલામતીનો અનુભવ મળશે તથા વાલીઓ પોતાના બાળકોના સલામતીના પ્રશ્ર્ન અંગે નિશ્ર્ચિત બનશે
  • મારી શાળા સલામત શાળા અભિયાન અંતર્ગત

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત અનેક સામાજિક, સેવાકીય, સાંસ્કૃતિક, પર્યાવરણલક્ષી અને લોક જાગૃતિના કાર્યક્રમો માટે હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં છાશવારે બનતી દુર્ઘટના તેમજ રાજકોટ શહેરમાં તાજેતરમાં થયેલ ગેમઝોન અગ્નિકાંડને ધ્યાનમાં લઇ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે “મારી શાળા સલામત શાળા” અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત બાળકોમાં સલામતી અંગે સમજણ કેળવાય તે માટે આજથી 24 જુન દરમિયાન પ્રથમ કાલાવાડ રોડ ઝોનની શાળાઓ સહિત શહેરની તમામ ખાનગી શાળાઓમાં ક્રમશ: ફાયર મોક ડ્રિલના આયોજન કરવામાં આવશે.

આ અભિયાન અંગે વધુ જણાવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા જણાવે છે કે આ અભિયાન થકી સલામતી અને સુરક્ષાની બાબતે વિધાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં 360 ડિગ્રી સલામતી માટેની જાગૃતિ કેળવવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ ફાયર સેફ્ટી અંગે બાળકોમાં સમજ અને જાગૃકતા કેળવવાનો છે. તેથી આગામી દિવસોમાં ક્રમશ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના સહયોગથી મોક ડ્રિલના આયોજન થવા જઇ રહ્યા છે. જેમાં પ્રથમ ચરણમાં કાલાવાડ ઝોનની 22 જેટલી શાળાઓમાં મોક ડ્રિલના આયોજન થશે. જેમાં તારીખ 20 જૂનના રોજ કલ્યાણ હાઈસ્કૂલ, શક્તિ હાયર સેક્ધડરી સ્કુલ અને તપસ્વી સ્કૂલમાં 8:30 થી 9:30 દરમિયાન તેમજ ન્યુ એરા સ્કૂલ, જીનીયસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, જીવન શાંતિ પ્રાથમિક અને માધ્યમિક શાળા તથા ચાણક્ય માધ્યમિક શાળામાં 10:30 થી 11:30 દરમિયાન મોકડ્રિલના આયોજન કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 21 જૂનના રોજ એસ.ઓ.એસ. સ્કૂલમાં 9:30 થી 10:30 દરમિયાન અને માસુમ સ્કૂલ, ધોળકિયા સ્કૂલ, ભરાડ સ્કૂલ અને ઉત્કર્ષ સ્કૂલમાં 10:30 થી 11:30 મોકડ્રિલ યોજાશે. તા.22 જૂન ના રોજ પ્રીમિયર હાયર સેક્ધડરી સ્કુલ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ અને નચિકેતા સ્કૂલમાં સવારે 8:30 થી 9:30 દરમિયાન અને ગ્રીનવુડ સ્કૂલમાં 10:30 થી 11:30 દરમિયાન મોકડ્રિલ યોજાશે. કાલાવાડ રોડ ઝોનની શાળાઓમાં તારીખ 24 જૂનના રોજ શ્રી શ્રી એકેડેમી, મોદી સ્કૂલ અને પી.એન.બી. સ્કૂલમાં સવારે 8:30 થી 9:30 દરમિયાન તેમજ ઇનોવેટિવ સ્કુલ, સિહર સ્કૂલ અને વિદ્યા નિકેતન સ્કૂલમાં સવારે 10:30 થી 11:30 દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગના સ્ટાફની હાજરીમાં ફાયર મોકડ્રિલના આયોજન કરવામાં આવશે. આ મોકડ્રિલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ એક સલામતીનો અનુભવ મેળવશે અને વાલીઓ પોતાના બાળકોના સલામતીના પ્રશ્ર્ન અંગે નિશ્ર્ચિત બનશે.

“મારી શાળા સલામત શાળા” અભિયાન અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઇ છોટાળા, રાજ્ય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તમામ સદસ્યો રાજકોટ શહેરની અંદર શાળાઓ આવનારી પેઢીને સલામત રાખવા માટે કટિબદ્ધતા દર્શાવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.