- હવે પોલીસ સ્ટાફને લગ્ન કરવા પણ લોન, નાણાં વગર કુંવારા નહિ રહે
- રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનો માનવીય અભિગમ
- ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય
ઝી બ્યુરો/ગાંધીનગર: પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓને પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્મચારી પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ. 1,50,000ની લોન લઈ શકશે. આ પહેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેમના સંતાનના લગ્ન માટે રૂ.1,50,000 ની લોન મળતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પ્રમાણિક પોલીસ સ્ટાફ હવે નાણાંનાં અભાવે કુંવારા નહિ રહે તેવી વ્યવસ્થા આ સ્વચ્છ છબી ધરાવતા પોલીસ તંત્રના મોભી દ્વારા ગોઠવવામાં આવતા નાના પોલીસ સ્ટાફમાં હર્ષ ફેલાયો છે. હાલમાં પોલીસદળમાં નાની ઉંમરના કર્મચારીઓની મોટા પ્રમાણમાં ભરતી થયેલ હોય આ જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે હવેથી પોલીસ કર્મચારીઓના સંતાનના લગ્ન ઉપરાંત પોતાના લગ્ન માટે પણ લોન મળી શકશે.