- દશેરાએ જ ઘોડુ ન દોડયું !
- ખેડુતોને અગાઉની જેમ મેન્યુઅલ અરજી કરવાની સવલત આપવા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલીયાની માંગ
ખેડુતોની આવક બમણી કરવા અને ખેડુતોને સધ્ધર બનાવવા સરકાર પ્રતિબધ્ધ છે. ખેડુતોને સરકારી સહાય ઘરબેઠા મળી રહે તે માટે ઓનલાઈન અરજી કરવાની સવલત આઈ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની સવલત આજે સરકારી યોજનાઓ માટે અરજી કરવાના પ્રથમ દિવસે જ સર્વર ડાઉનના કારણે ખેડુતોની અરજીઓ રઝળી પડી હતી. દશેરાએ જ ઘોડુ ન દોડયું હોય તેમ પહેલા દિવસે જ ખેડુતો માટેના સબસીડી વાળી યોજનાઓ માટેની અરજીના ફોર્મ સર્વર ડાઉનના કારણે ભરી શકાયા ન હતા.રાજકોટ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ જણાવ્યું હતુ કકે ઓનલાઈન આઈ પોર્ટલ ખેડુતોને દગા દઈ ચૂકયું છે. આઈ પોર્ટલનું સર્વર ઓપન ન થતા આજે આઈ પોર્ટલમાં ખેડુતો અરજી કરી શકયા નથી.
અગાઉ ખેડુતોને મેન્યુઅલ અરજી કરવાની સવલત હતી તે ફરીથી શરૂ કરવી જોઈએ.
આજે રાજયભરનાં ખેડુતોને ખેત ઓજારો, પાણીના ટાંકા, ગોડાઉન સ્માર્ટ મોબાઈલ માટે સબસીડી માટેની અરજી કરવાની હતી, ગઈકાલે સવારે 10.30 વાગ્યે થી જ ખેડુતોએ આઈ પોર્ટલ માટે અરજી કરવા પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ આઈ પોર્ટલ ઓપન ન થતા ખેડુતોની મહેનત માથે પડી હતી.
આઈ પોર્ટલ ખેડુતોને સબસીડી સાથેની યોજનાઓ માટે અરજી કરવાની રહેશે આજે સર્વર ડાઉનના કારણે ખેડુતો સબસીડી વાળી સરકારી યોજના માટેની અરજીઓ કરી શકયા નથી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ અગાઉ ખેડુતોને જે રીતે મેન્યુઅલ અરજી કરવા સવલત આપી હતી એવી સવલત આપવા માંગ ઉઠાવી છે.