- ખેડૂતે હળદરની ત્રણ પ્રકારની જાત વાવી
- છેલ્લા પાંચ વર્ષથી કરે છે હળદરની ખેતી
- વિદેશોમાં પણ કરશે વેચાણ
જુનાગઢ ન્યૂઝ : જુનાગઢ તાલુકાના શેમરાડા ગામના ખેડૂત કાયમી ખેતીની સાથે અલગ અલગ ખેતીની રીત અપનાવે છે જેમાં આ વર્ષે હળદરની ખેતી અપનાવી છે. ખેડૂતો જ્યારે અલગ અલગ પેટર્નથી ખેતી કરે છે ત્યારે જ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. અને અલગ અલગ પોષક તત્વો જમીનને મળે છે. તેથી જમીનમાં પોષક તત્વો બદલાતા હોવાથી પણ જમીનમાં અનેક ફાયદાઓ જમીનમાં થાય છે.
કોણ છે આ ખેડૂત ?
જૂનાગઢના શેમરાળા ગમે રહેતા વિરલ ભીમાણી નામના ખેડૂત આ વર્ષે પાંચ વીઘામાં હળદરની ખેતી કરી છે. વિરલભાઈ પાસે કુલ 35 વીઘા જમીન છે. જેમા આ વર્ષે પાંચ વીઘામાં હળદરનું વાવેતર કર્યું છે. આ હળદરનો ઘરે જ પાવડર બનાવી અને વેચાણ પણ કરે છે.
હળદરની પ્રાકૃતિક રીતે ખેતી કરે છે
હળદરની ખેતી કરવામાં સામાન્ય રીતે ભારે મહેનત પડે છે. હળદરના વાવેતર સમયે તેમના રોપા રોપવા માટે ખૂબ મહેનત લાગે છે. પાંચ વીઘા માં અલગ અલગ ત્રણ પ્રકારની હળદર નું વાવેતર કર્યું છે. જેમાં સેલમ હળદર, પ્રગતિ હળદર, અને વાયેગાવ હળદરની ખેતી કરી છે. ઉપરાંત આ વર્ષે વિરલભાઈ ભીમાણી દ્વારા આ હળદરને કેનેડા અને USAમાં પણ મોકલવામાં આવશે જેનાથી તે ડોલરની કમાણી કરશે.
ગત વર્ષે એક વીઘામાં 300 કિલો પાવડર તૈયાર
દર વર્ષે વિરલભાઇ એક જ પેટર્નની હળદરની ખેતી કરતા હતા. પરંતુ આ વર્ષે વિરલભાઈ ત્રણ પ્રકારની હળદરની ખેતી કરી છે અને તેને તેનું સારું પરિણામ પણ મળશે તેવી આશા હાલ વ્યક્ત કરી રહ્યા છે. ગયા વર્ષે સેલમ હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એક વીઘામાં 300 કિલો પાવડર તૈયાર થયો હતો.
ખર્ચ અને આટલી આવક
વિરલભાઈ ભીમાણીને હળદરના વાવેતરમાં એક વિઘામાં 45000 જેટલો ખર્ચો આવે છે જેની સામે એક લાખની આવક થઈ છે.
અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ
વિરલભાઈ પ્રાકૃતિક રીતે હળદરનું વાવેતર કરી રહ્યા છે કોઈપણ પ્રકારની દવાની ભેળસેળ વગર પોતે ખેતી કરતા હોવાથી અન્ય ખેડૂતોને પણ સલાહ આપી છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક રીતે ખેતી કરતા કર્યા છે.
ચિરાગ રાજયગુરૂ