કચ્છની દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જ છે. ફરી અબડાસામાંથી ચરસના 8 પેકેટ મળી આવ્યા છે.
કચ્છની દરિયાઈ વિસ્તારમાં ચરસ મળવાનો સિલસિલો યથાવત
કચ્છની દરિયાઈ વિસ્તારમાંથી ચરસ મળવાનોસિલસિલો યથાવત રહ્યો છે. આજે ફરી એક વાર અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. જેમાં પીંગલેશ્વર અને શેખરણપીરના દરિયામાંથી ચરસના 8 પેકેટ મળી આવ્યા છે. જેને જખૌ પોલીસ સ્ટેશન માં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ચરસના પેકેટ મળતા હોવાથી જ કચ્છમાં અગાઉ 21 જેટલા માનવરહિત ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.છેલ્લાં 9 દિવસોમાં કરોડોની કિંમતના ચરસના પેકેટ મળી આવ્યા છે.
9 દિવસોમાં કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ
8 જૂનના રોડાસરમાંથી 2 પેકેટ
9 જૂનના કડુલીમાંથી 10 પેકેટ
11 જૂનના સિંધોડીમાંથી 9 પેકેટ
13 જૂનના ખિદરતપીરમાંથી 10 પેકેટ
14 જૂનના ધોળુંપીરમાંથી 10 પેકેટ
14 જૂનના રોડાસરમાંથી 10 પેકેટ
15 જૂનના લુણાબેટ પરથી 10 પેકેટ
16 જૂનના ખીદરત ટાપુ પરથી 10 પેકેટ
16 જૂનના કોટેશ્વર દરિયામાંથી 1 પેકેટ
17 જૂનના પિંગ્લેશ્વર દરિયામાંથી 10 પેકેટ
17 જૂનના ખીદરત ટાપુ પરથી 10 પેકેટ
17 જૂનના બાંભડાઈ દરિયામાંથી 40 પેકેટ
17 જૂનના કુંડી બેટમાંથી 19 પેકેટ
19 જૂનના પિંગલેશ્વર દરિયામાંથી 8 પેકેટ
રમેશ ભાનુશાલી