- બિલ્ડર પ્રેસ્ટિજ એસ્ટેટ્સ ફંડ એકત્ર કરવા તૈયાર
- કંપનીની બોર્ડ મિટિંગ 21 જૂન, શુક્રવારના રોજ યોજાશે
પ્રેસ્ટિજ એસ્ટેટ્સ સ્ટ્રેટેજી: રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે . આગામી દિવસોમાં બેંગ્લોરની ટોચની બિલ્ડર પ્રેસ્ટિજ એસ્ટેટ્સ ફંડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે કંપનીની બોર્ડ મિટિંગ 21 જૂન, શુક્રવારના રોજ મળવાની છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. માહિતી અનુસાર, કંપની QIP (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ), રાઇટ્સ ઇશ્યૂ અથવા પ્રાઇવેટ પ્લેસમેન્ટ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
આ સિવાય પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રાઇમરી કે સેકન્ડરી માર્કેટમાં શેર ઇશ્યૂ કરીને તેના હોસ્પિટાલિટી બિઝનેસનું મુદ્રીકરણ પણ વિચારી શકે છે. પ્રેસ્ટિજ એસ્ટેટ શેરની હિલચાલ વિશે વાત કરીએ તો, હાલમાં તે BSE પર રૂ. 1935.15 પર છે .
IPO સંબંધિત પ્રેસ્ટિજ એસ્ટેટની યોજના શું છે?
થોડા દિવસો પહેલા, CNBC-TV18, સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે પ્રેસ્ટિજ એસ્ટેટ્સ તેના હોસ્પિટાલિટી બિઝનેસના IPO દ્વારા રૂ. 2,000-3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તેની કિંમત 20,000 કરોડ રૂપિયા હોઈ શકે છે. માહિતી અનુસાર, કંપનીએ જેએમ ફાઇનાન્શિયલ, જેપી મોર્ગન અને સીએલએસએને પણ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે નિયુક્ત કર્યા છે. પ્રેસ્ટિજ એસ્ટેટના હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં મેરિયોટ, શેરેટોન, કોનરાડ વગેરે જેવી જાણીતી બ્રાન્ડનો સમાવેશ થાય છે. કંપનીએ દેશમાં છ હોટલ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે આ વર્ષે માર્ચમાં મેરિયોટ ઇન્ટરનેશનલ સાથે કરાર કર્યો હતો. આ હોટલો આગામી 2-5 વર્ષમાં તૈયાર થઈ જશે.