પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ૧૦૦૦ દિકરીઓનાં લગ્ન કરવાનાં સંકલ્પ અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે આયોજન
સવાણી પરિવાર સાથે આત્મીયતાનાં સંબંધો ધરાવતા રાજકોટના સેવાભાવી અગ્રણીઓ પણ લગ્નોત્સવમાં હાજરી આપશે
પી.પી.સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની અને દીકરીનો દીવો જેવા પ્રસંગો કોઈપણ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર દીકરીનાં ક્ધયાદાન કરી પાલક પિતાની સંપૂર્ણ ભૂમિકા અદા કરવામાં આવે છે. આ વર્ષે પી.પી. સવાણી પરિવાર અને મોવલીયા પવિર દ્વારા રવિવારે પારેવડી લગ્ન સમારોહમાં પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓ સપ્તપદિના પગલા પાડશે. જે પૈકી પાંચ મુસ્લિમ દિકરીઓનાં નિકાહ અને એક દીકરીનાં ખ્રિસ્તી રીત રીવાજ મુજબ લગ્ન ગ્રંથીથી જોડાશે જે અંગે વિગત આપવા મુકેશ દોશી, સુનીલ વોરા, નલીન તન્નાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પિતા વલ્લભભાઈ સવાણીના સેવા કાર્યોથી પ્રેરણા લઈ સવાણી પરિવારે છેલ્લા પાંચ વર્ષમાં વિવાહ પાંચ ફેરાના સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની અને દીકરી દીલનો દીવો જેવા વિવિધ પ્રસંગો કોઈપણ નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર દીકરીના ક્ધયાદાન કરી પાલક પિતાની સંપૂર્ણ ભૂમિકા અદા કરવામાં આવ્યા છે આ વર્ષે પણ પી.પી. સવાણી પરિવાર અને મોવલીયા પરિવાર દ્વારા ‘પારેવડી’ નામના લગ્ન સમારોહમાં પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૫૧ દીકરીઓ સપ્તપદિના પગલા પાડશે જે પૈકી પાંચ મુસ્લિમ દીકરીઓના નિકાહ અને એક દીકરીના ખિસ્તી રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથીથી જોડાશે અત્રે ઉલ્લેખનીય છે કે સવાણી પરિવારના પ્રેરણાદાયી કાર્યોની સુવાસમાં સહભાગી થવાનો સોનેરી સંગાથ આ વર્ષે સુરતના જ સ્વ. ફુલાભાઈ મોવલીયા, બટુકભા, મોવલીયા અને અશ્ર્વીનભાઈ મોવલીયાના પરિવારે પણ આપવાનો પ્રયાસ કરી ઉમદા કાર્ય હાથ ધરેલ છે.
મોવલીયા પરિવાર દ્વારા દર વર્ષે સુરત ખાતે ૧૦૮ દીકરીઓનાં ક્ધયાદાન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. તેવી જરીતે આગામી વર્ષે ૨૦૧૮-૧૯માં પાપાની પરી નામના સમૂહ લગ્નોત્સવમાં પી.પી. સવાણી પરિવાર, મોવલીયા પરિવાર, સુરેશભાઈ લાખાણીના પરિવાર અને વિનોદ રવાણીના પરિવાર દ્વારા પણ દીકરીઓનાં ક્ધયાદાનનો અનેરો પ્રસંગ ઉજવવામા આવશે.
પી.પી. સવાણી ગ્રુપ દ્વારા એચ.આઈ.વી. ગ્રસ્ત ૬૫ દીકરીઓનું મમતાનું ઘણ બની એમના જીવનમાં હૂંફ અને પ્રેમની સરવાણી સિંચતુ જનનીધામ, છેલ્લા ચાર વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે. આ જનનીધામ નો વ્યાપ વધારવા તથા આધુનિક બનાવવાના પ્રયાસ‚પ નુતન જનનીધામના મકાનનાં ભૂમિપૂજનના કાર્યક્રમનું પણ આયોજન આવતીકાલના રોજ રાખવામાં આવ્યું છે. જનનીધામના આ ભૂમિપૂજનની કાર્યક્રમમાં બેલ્જિયમ સ્થિત ડીયા જવેલનાં દિલીપભાઈ ઠકકર અને પોરબંદરનાં સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાને પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાશે.
જનનીધામનું શામજીભાઈ રવાણી, જીગરભાઈ, કિર્તિભાઈ અને સ્વ. હરિભાઈ એન. વિરાણીના હસ્તે ભૂમિપૂજન કરાશે.
માનવ સેવા એજ પ્રભુ સેવાને વરેલી પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ૨૦૧૨માં ૨૨, ૨૦૧૩માં ૫૩, ૨૦૧૪માં ૧૧૧, ૨૦૧૫માં ૧૫૧, અને ૨૦૧૬માં ૨૩૬ દીકરીઓનું લગ્ન ક્ધયાદાન કરી પાલક પિતાની ભૂમિકા અદા કરી ચૂકયું છે. તેમાં વધારો કરી ચાલુ વર્ષે ૨૫૧ દીકરીઓનું ક્ધયાદાન કરવામાં આવનાર છે. આ ઉપરાંત દેશના વીર શહીદ જવાનોનાં સંતાનોના ભણતર તથા દીકરીના લગ્નની તમામ જવાબદારી નિભાવવાનું શ્રેય પણ સવાણી પરિવારને પણ મળી ચૂકયું છે.
તેમજ જન્મતાની સાથે જ કચરાપેટી તથા નિર્જન સ્થળોએ ત્યજી દીધેલ દીકરીઓને દતક લઈ તેના નિભાવની જવાબદારી હોય કે પછી ઉંમરની ઢળતી સાંજે પહોચેલા વયોવૃધ્ધ કરચલીઓ મઢયા ચહેરા પર હાસ્ય અને નવા પ્રાણ સિંચતી દેશની પ્રથમ દાદા દાદીની શાળા પ્રેમલક્ષ્મી મંદિર, દરેક સમાજના પતિનો સહારો ગુમાવનાર સુરતમાં રહેતા આશરે ૮૫૦૦થી વધુ વિધવા બહેનો અને તેમના પરિવારની સામાન્ય બીમારીથી લઈ મોટી સર્જરી સુધીની આરોગ્યની તમામ જવાબદારી સ્વીકારી, દરેક સમાજની પિતાની છત્રછાયા ગુમાવનાર સુરતમાં અભ્યાસ કરતા દીકરીઓને ધો.૧૦ સુધી અને દીકરીઓને ગ્રેજયુએશન સુધી ૮૫૦૦થી વધુ બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારી, હજારથી વધુ દાદા દાદીઓને ઉષ્માભેર આવકારી તેમના ઋણને સ્વીકારી વડીલોને તેમના બાળપણની યાદ તાજી કરાવતો અનોખો પ્રસંગ વડીલ વંદના યોજવાનાં હોય કે પછી સૌરાષ્ટ્રના રાણપરા ગામે સવાણી પરિવારના એક સાથે ૨૫૧ દેહદાન કરવાનો વિક્રમ સર્જક સંકલ્પ હોય આ તમામ સવાણી પરિવારની સેવા પ્રકલ્પોના સુવર્ણ અવસરો ગણી શકાય. જેની સુવાસ દેશ વિદેશના પરિવારો અને સમુદાયોમાં મહેકીરહી છે.
૨૫૧ દીકરીઓનાં ક્ધયાદાનના પાવનકારી મંગલ પ્રસંગે પૂ. માર્ગીય સ્વામી, પ્રયેશા સંસ્થા ડાંગના પી.પી. સ્વામીજી પુ. સાધ્વી ઋતંભરાજી, ઓલ ઈન્ડીયા એન્ટી ટેરરીસ્ટ ટ્રસ્ટના મનિન્દરસિંહ બીટા, પેરાલ્મિક મેડલ વિજેતા અને અર્જુન એવોર્ડ વિજેતા પદ્મશ્રી દીપા મલિક, તેનસિંગ એવોર્ડ વિજેતા માઉન્ટ એવરેસ્ટ પર જનાર પ્રથમ મહિલા પદ્મશ્રી અ‚ણીમાં સિંહા, ભારતના સૌથી નાની ઉમરનાં કામર્શીયલ પાયલોટ કુ. આયશા અઝીઝ, જાણીતા શિક્ષણશાસ્ત્રી, સામાજીક કાર્યકર અને એકટ્રેસ, નિર્માતા ડો. સ્વ‚પ સંપત રાવલ, પ્રખ્યાત પત્રકાર, લેખીકા તેમજ મંજૂર રમાનાન તેમજ પ્રખ્યાત કટાર લેખીકા અને વકતા કાજલ ઓઝા વૈધ સહિતના મહાનુભાવો દીપ પ્રજવલીત કરી કાર્યક્રમનો શુભારંભ કરશે.
આ મંગલકારી પ્રસંગમાં ઈન્દુસ્તાન ઈન્ડસ્ટ્રીઝના ગફુરભાઈ બિલખીયા, ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ, લક્ષ્મી ડાયમંડ સુરતનાં વસંતભાઈ ગજેરા, એસ.આર.કે. ગ્રુપના ગોવિંદભાઈ ભગત, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ, રાજહંસ ગ્રુપના જયેશભાઈ દેસાઈ, હરીરામબાપા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુભાવ તેજાતી, ઉમીયાધામના જેરામભાઈ પટેલ, સુખરામ ગ્રુપના નનુભાઈ સાવલીયા, સમસ્ત પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, લાલુભાઈ પટેલ, છાયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ રાહ, ચિરાગભાઈ ડાયમંડ બેલ્જિયમના મોહનભાઈ ધામેલીયા, સહિતના મહાનુભાવો સહિત વિવિધ સમાજના અગ્રણીઓ જેવા કે કોળી સમાજમાં આર.કે.મકવાણા, પ્રજાપતિ સમાજના કનૈયાભાઈ ઉનાગર, બ્રાહ્મણ સમાજના દિનેશભાઈ ભટ્ટ, રાણા સમાજના કંચનલાલ ચપડીયા, દરજી સમાજના બાલુભાઈ ગોહિલ, મોચી સમાજના ઘનશ્યામભાઈ ચૌહાણ તથા દરબાર સમાજના દાદાભાઈ દરબાર સહિત જાણીતા કટાર લેખક અને વકતા જય વસાવડા, ભદ્રાયુ વછરાજાની, સંજયભાઈ રાવલ, કુ. રાધા મહેતા, કુ. ભાષા વાઘાણી, શૈલેષભાઈ સગપરીયા, તેમજ ડો. જિતેન્દ્ર અઢીયા સહિતના કલમના કસબીઓ ખાસ ઉપસ્થિત રહી નવપરણીત યુગલોને આર્શિવચનો પાઠવશે.
વિશેષ: ૨૪ મી ડીસેમ્બરે યોજાનાર સમૂહ લગ્નોત્સવનાં યુગલોમાંથી લકકી ડ્રો દ્વારા વિજેતા થયેલા ૧૦ કપલને આડતીયા ફાઉન્ડેશનના રીઝવાનભાઈ આડતીયાના સૌજન્યથી સીંગાપુર-મલેશિયા ક્રુઝ ટુર પ્રવાસ અને ૩૦ લકકી કપલને કિઆન એરવેઝના કેપ્ટન નૈયુમભાઈ સૈયદ કિઆપ એરવેઝના સૌજન્યથી હેલીકોપ્ટર મારફત સુરત પ્રવાસ દર્શન પણ કરાવવામાં આવશે.
મહેશભાઈ સવાણીના આ સમૂહ લગ્નના જાજરમાન પ્રસંગમાં સવાણી પરિવારના આત્મીય રાજકોટનાં સેવાભાવી અગ્રણીઓ મુકેશ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, ઉપેન મોદી, હસુભાઈ રાચ્છ, પુજા પટેલ સહિતના હાજરી આપશે.