• પ્રાકૃતિક કૃષિ પાકનું ઉત્પાદન કરનાર 11 ખેડુતોનું કરાયું સન્માન: બેંકનો 64 કરોડના વાર્ષિક નફાનો વિક્રમ-એનપીએ 0ની પરંપરા  જાળવી ઈતિહાસ સર્જયો: ડોલર કોટેચા

ગુજરાતના સરકારી ક્ષેત્રની શિરમોર સરકારી સંસ્થા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી., (ખેતી બેંક)ની 72 મી વાર્ષિક સાધારણ સભા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ, ગુજરાત રાજય સહકારી સંઘના ચેરમેન ’ ઘનશ્યામભાઈ અમીન, જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલ, ગુજરાત હાઉસીંગ ફાઈનાન્સ કોર્પોરેશનના ચેરમેન દેવરાજભાઈ ચીખલીયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તમામ તાલુકાઓમાંથી ખેડુત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત ખેડુત પ્રતિનિધિઓને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવા ગુજરાત રાજયના  રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેલ. જેમાં રાજયપાલએ પ્રાકૃતિક કૃષિ અંગે ખુબ સારો પરિસંવાદ કરી રાજયની શાખાઓમાં પ્રધારેલા ખેડુત ભાઈ-બહેનોને જૈવિક ખેતી અને રસાયણિક જંતુનાશક દવાથી થનાર નુકશાન અને પ્રાકૃતિક ખેતીથી થનાર ફાયદા વિશે ખુબ સારી માહિતી આપેલ. તેઓ દ્વારા લિખીત પ્રાકૃતિક કૃષિ વિશેનું પુસ્તક આજની સભામાં ઉપસ્થિત સર્વે પ્રતિનિધિઓને બેંક દ્વારા આપવામાં આવેલ.

બેંક દ્વારા રાજયના ખેડુતોને કૃષિલક્ષી માર્ગદર્શન મળી રહે તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો તમામ ખેડુતોને ઘેર બેઠા મળે તેવા આશયથી કૃષિ વિચાર! માસિક મેગેઝીન પ્રસિધ્ધ કરવામાં આવે છે.

ગુજરાત રાજયના પ્રાકૃતિક કૃષિ   પાક ઉત્પન્ન કરનાર પ્રગતિશીલ 11 ખેડુતોનું પણ રાજયપાલના હસ્તે અભિવાદન કરવામાં આવેલ અને તેઓનું સન્માન કરવામાં આવેલ.

બેંકના સભાસદો અને થાપણદારોને ઘેર બેઠા બેંકની સેવાઓની સુવિધા મળી શકે તે માટે બેંકે ડીજીટલ કામગીરીને વેગ આપવા ટેબ્લેટ બેંકીંગ મારફત ડોર સ્ટેપ સર્વિસનું લોન્ચીંગ આજની સામાન્ય સભામાં  રાજયપાલના વરદ્ હસ્તે કરવામાં આવેલ.

બેંકના ખાતેદારઓને સરળતાથી બેંક સાથે જોડવા માટે કોલ સેન્ટર  ગ્રાહક સહાયક કેન્દ્ર  ની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આ સુવિધા શરૂ કરવાથી ખેડુત ખાતેદારઓ શાખા / કચેરીમાં એફ.ડી.ના વ્યાજ દર જાણી શકશે, લોનના હેતુઓ તથા વ્યાજ દરની માહિતી લઈ શકશે, લોન ભરવા માટેના હપ્તાની માહિતી મેળવી શકશે તથા લોન લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ પડતી હોય તો બેંકની હેડ ઓફીસે મોબાઈલ દ્વારા સંપર્ક કરી શકે છે.

બેંકના ચેરમેન  ડોલરભાઈએ બેંકની વર્ષ : 2023-24ના નાણાંકીય વર્ષની કામગીરીનો ચિતાર રજુ કરેલ અને જણાવેલ કે બેંકે કુલ રૂા.64 કરોડનો ચોખ્ખો નફો કરી અત્યાર સુધીનો સૌથી વધુ નફો કરી ઐતિહાસિક કામગીરી કરેલ છે અને સતત બીજી વાર બેંકે નેટ એન.પી.એ.0% ની સિધ્ધિ હાંસલ કરેલ છે. જે બેંક માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

બેંકની તમામ 177 શાખાઓ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયેલ છે.

ખેડુતોના હિતની વાત કરતા ચેરમેનએ જણાવેલ કે ગત વર્ષે બેંકના 3 લોન ખાતેદારોના અકસ્માતે અવસાન થતા તેઓને મહામહિમ રાજયપાલના વરદ્ હસ્તે બેંકની સભાસદ અકસ્માત વીમા યોજનાના ચેક અર્પણ કરવામાં આવેલ.

બેંકના ચેરમેન  ડોલરભાઈએ બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા બદલ રાજયના   રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી, રાજયના સહકારી અગ્રણીઓ તથા બેંકની રાજયભરમાં આવેલ શાખાઓમાંથી પધારેલ પ્રતિનિધિઓ, સભ્યઓ અને બેંકના અધિકારીઓ અને કર્મચારીઓનો આભારમાની કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ સૌનો આભાર વ્યકત કરેલ હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.