જામનગર ન્યુઝ: જામનગરમાં સેક્શન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલમાં ચાલૂ શાળાએ અકસ્માતે શોર્ટ સર્કિટ થતાં ભારે દોડધામ મચી હતી.મળતી માહિતી મુજબઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.આગ લાગતા જ સ્કૂલ સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા.ઘટના બનતા જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીએ તત્કાળ દોડી આવી હતી.સ્કૂલની ફાયર સિસ્ટમની મદદ વડે આગને બુજાવી દેતાં સર્વએ હાશકારો અનુભવ્યો હતો.
આગના આ બનાવની વિગત આવી છે કે જામનગરમાં સેક્સન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલ કે જેમાં આજે સવારની શિફ્ટમાં અંદાજે 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.જે તેમ દરમિયાન સ્કૂલના પાછળના ભાગમાં ઇલેક્ટ્રીક બોર્ડના પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા જ ભારે દોડધામ થઈ હતી.સવારે 9:45 વાગ્યે આગનો બનાવ બનતાં જામનગરમહાનગર નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી.જે ટુકડી તરત જ સ્થળ પર પહોંચે તે પહેલા શાળા સંચાલકો દ્વારા યુદ્ધના ધોરણે તમામ બાળકોને તેઓના ક્લાસરૂમ થી સુરક્ષિત રીતે ગ્રાઉન્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડ શાખાના ભરત ગોહેલ તેમજ ભારત જેઠવા સહિત ચાર જેટલા ફાયરના જવાનોની ટીમ દ્વારા શાળામાં જ લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલ માં લાગેલી આગ ભુજાવી દેવામાં આવી હતી. જોકે મોડેથી શાળામાં શૈક્ષણિક કાર્યની કાર્યવાહી પૂન: શરૂ કરી દેવામાં આવી હતી.
તમામ વિદ્યાર્થીના વાલીઓમાં પણ થોડો સમય માટે ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું, પરંતુ આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
સાગર સંઘાણી