• ઝડપી શહેરીકરણની અર્થતંત્ર પર અસર મુદ્દે
  • દક્ષિણ એશીયાનો પ્રાદેશીક સમીતી ઇકલીમા મેયર નયનાબેનની વરણી
  • બ્રાઝીલના સાઓ પાઉલો શહેરમાં મળનારી બેઠકમાં રાજકોટના શહેરીકરણનું પ્રેઝન્ટેશન રજુ કરાશે

વિશ્વભરમાં દક્ષિણ એશિયાના શહેરો ઝડપથી વિકસી રહ્યા છે ત્યારે આપણો વિકાસ  ને સમર્થન આપ ેતે સુનિશ્ચિત કરવાની આપણી સામૂહિક જવાબદારી છે. રાજકોટ શહેરમાં હાલમાં અનેક પ્રોજેક્ટમાંથી જોઈ શકાય છે તે પ્રમાણે સાતત્ય પૂર્ણ પહેલ કરવામાં રાષ્ટ્રીય નેતૃત્વનું પ્રદર્શન કરતું રહ્યું છે. જ ને પ્રોત્સાહન આપવા રાજકોટે ઈકલી દક્ષિણ એશિયા   સાથે ભાગીદારી કરી છે. રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પાર્ટનરા જેમ કે ઇકલી  અને સ્વીચ વિકાસ ની મદદથી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટેના વિવિધ પગલાઓ લઈ રહેલ છે. ઈકલી દક્ષિણ એશિયા   દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામા ંએક રિસોર્સ પર્સન પણ ફાળવવામા ંઆવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી દક્ષિણ એશિયા   દ્વારા શહેરોની ગંભીર સમસ્યાઓ જેમ કે, ઉર્જા બચત, વાહનવ્યવહાર, હાઉસિંગ, ઘન કચરા વ્યવસ્થાપન, પીવાનું શુધ્ધ પાણી તથા ગંદા પાણીના નિકાલ વગેરે માટે એમ્બીશીયસ કલાઇમેટ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહેલ છે.  પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં વિવિધ પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાનતૈયાર કરવામાં આવેલ છે.

પ્રોજેકટ અંતર્ગત સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન  દ્વારા ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં કામ કરવા માટે ઘણા શહેરોને જરૂરી માર્ગદર્શન મળી રહેલ છે. જેમાં ગુજરાત રાજ્યના 3 શહેર (અમદાવાદ, રાજકોટ તથા વડોદરા), તમિલનાડુ રાજ્યના 3 શહેર, રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર તથા પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી સિલીગુરી શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર વર્ષ 2016થી કેપેસીટીસ પ્રોજેકટનો એક અગત્યનો હિસ્સો બની રહેલ છે અને રાજકોટમાં કરવામાં આવેલ કલાઇમેટ રેસિલિયન્ટ પ્રોજેક્ટ્સની નોંધ લઈને, તાજેતરમાં જ વર્ષ 2024-27ની ટર્મ માટે  રિજીયોનલ અને ગ્લોબલ એક્ઝીક્યુટીવ મેમ્બર તરીક રાજકોટના મેયરની પસંદગી.કરવામાં.આવેલ છે અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય.તરીકે તા.17મી જૂન-2024.થી 24મી જૂન-2024 દરમ્યાન બ્રાઝીલના સાઓ પાઉલો ખાતે  દ્વારા આયોજિત ઈકલી વર્લ્ડ કોંગ્રેસમાં ભાગ લેવા મેયર  નયનાબેન પેઢડીયાને આમંત્રણ મળેલ છે.

ઇકલી સાઉથ એશિયાની રિજયોનલ એક્ઝીક્યુટીવ કમિટી

1.ઉગ્યેન દોરજી, મેયર, થિમ્ફું, ભૂતાન , ભીમ પ્રસાદ દુંગાણા, પ્રમુખ, મ્યુનિસિપલ નેશનલ એસો.ઓફ નેપાળ, ડો.શાલીના હયાત આઈવી, મેયર, નારાયણગંજ સિટી કોર્પોરેશન, બાંગ્લાદેશ, નયનાબેન પેઢડીયા, મેયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારત, એડવોકેટ એમ.અનિલકુમાર, મેયર, કોચી મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારત કમિટીના ખાસ સલાહકારોની યાદી સમૂન અદામ, ડાયરેક્ટર જનરલ, માલદીવ્સ, દેવાન કમલ અહમદ, પ્રમુખ મ્યુનિસિપલ એસો.ઓફ બાંગ્લાદેશ  મિસ હેમાંથી ગુનાસેકરા, સી.ઈ.ઓ., ફેડરેશન ઓફ શ્રીલંકા લોકલ ગર્વમેન્ટ, શ્રીલંકા નો સમાવેશ થયેલ.

ઉક્ત એક્ઝીક્યુટીવ કમિટીના સભ્યો પૈકી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા  તથા એડવોકેટ એમ.અનિલકુમાર, મેયર, કોચી મ્યુનિસિપલ કોર્પોરેશન ઈકલી વર્લ્ડ કોંગ્રેસમાં ભાગ લેવા માટે જવા રવાના થયેલ છે.

ઝડપી શહેરીકરણ અને તેના થકી વિવિધ શહેર, સમુદાયો, અર્થતંત્રો પર થતી અસરની ચર્ચા કરવા, તેમજ આવનાર સમયના અપેક્ષિત પડકારોનો સામનો કરવા સજ્જ થવા માટે શહેરોને તૈયાર કરવા અંગે ગહન ચર્ચા કરવા માટે બ્રાઝિલ દેશના સાઓ પાઉલો શહેરમાં  આયોજન તા.17 જૂનથી તા. 24 જૂન’ 2024 સુધી કરવામાં આવેલ છે.જે સાતત્યપૂર્ણ વિકાસને આગળ વધારવા અને સ્થાનિક અને પ્રાદેશિક પડકારો માટે સમાન સંમતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તા.17 થી 24 જૂન સુધી ચાલનારી આ ઈકલી વર્લ્ડ કોંગ્રેસએક પ્રતિબિંબ અને વિઝન યાત્રા છે, જે વધતા જતા વૈશ્વિક કુદરતી જોખમો અને ફેરફારોને કારણે ગંભીર પડકારોનો સામનો કરી રહેલા શહેરો, નગરો અને પ્રદેશો અને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર તકો પર ભાર મૂકે છે આયોજનમાં મેયર નયનાબેન પેઢડીયા પ્રેજટેશન રજુ કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.