- આયુર્વેદ આજે નહિ, તો ક્યારે
- ગુજરાત આયુર્વેદ બોર્ડના પ્રમુખ ડો. સંજય જીવરાજાનીના વડપણ હેઠળ યોજાયેલ કોન્ફરન્સની ચોમેર પ્રશંસા
- 1,000 થી વધુ આયુર્વેદ સાથે જોડાયેલા તબીબો રહ્યા ઉપસ્થિત : દેશભરના તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસીન-ગુજરાત સરકારના પ્રમુખ ડો.સંજય જીવરાજાની તથા બોર્ડ મેમ્બરો દ્વારા “બાન વંદે આયુકોન-2024 (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય કોન્ફરન્સમાં 1,000 થી વધુ આયુર્વેદ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ કમિશન ના સરકારી અધિકારીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર કચ્છના જે આયુર્વેદ તબીબો છે તેની નોંધણી કરવામાં આવશે . ઉપસ્થિત તમામ આયુર્વેદના તજજ્ઞોએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ અનેકવિધ રીતે આયુર્વેદ ક્ષેત્ર અને તેના તબીબો માટે અત્યંત ઉપયોગી અને મહત્વની નીવડી છે ભવિષ્યમાં વિશ્વ ફલક ઉપર આયુર્વેદ ડોક્ટરો ને તક મળે તે માટે આ કોન્ફરન્સ અત્યંત લાભદાય અને ઉપયોગી નીવડશે.
સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ એક વિશેષ ઝુંબેશમાં તબીબોના રજીસ્ટ્રેશનની માહિતી આપવાનો છે તથા આયુર્વેદ અંગેનો વર્કશોપ દ્વારા આયુર્વેદ ડોક્ટર અપડેટ થાય તેવા પ્રયાસ હાથ ધરવાનો છે. આ વર્કશોપમાં ગુજરાત રાજ્ય તેમજ દેશભરમાંથી આયુર્વેદના વિવિધ વિષયોના નિષ્ણાંત દ્વારા આયુર્વેદ સ્નાતકોને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. ઉપરાંત આયુર્વેદમાં થયેલા નવા-નવા સંશોધનો તથા રિસર્ચ માહિતીથી સ્નાતકો પ્રેરિત થાય તેવો હેતુ જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકારનો જે હેતુ અને લક્ષ્ય છે તે નેશનલ કમિશન દ્વારા જે પોર્ટલ બનાવવામાં આવ્યું છે તેમાં દરેક ક્ષેત્રના તબીબો જોડાઈ તે હેતુસર આયુર્વેદના તબીબો ની નોંધણી થાય તે માટે સૌરાષ્ટ્ર કચ્છમી કોન્ફરન્સ રાજકોટ ખાતે આયોજિત થઈ હતી. 1000 થી વધુ આયુર્વેદ તબીબો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓને આયુર્વેદ ક્ષેત્ર થયેલા સંશોધન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં આયુર્વેદનું મહત્વ શું છે તે અંગે પણ તેઓને જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાય જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રનો પ્રથમ વારસો આયુર્વેદ તબીબોનો છે કારણ કે ભારતની પ્રારંભિક જે ચિકિત્સા પદ્ધતિ છે તે આયુર્વેદ છે. સાથોસાથ આયુર્વેદ તબીબો દ્વારા જે રીતે પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે તે અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ પ્રકારના આયોજન થાય અને આયુર્વેદ ક્ષેત્રને વિકસિત કરવામાં આવે તે માટે ઉપસ્થિત મહાનુભાવો એ કટિબદ્ધતા દાખવી હતી.
આ એક દિવસીય કોન્ફરન્સમાં વૈદ્ય. રાકેશ શર્મા (પ્રેસિડેન્ટ, બોર્ડ ઓફ ઇથીક્સ એન્ડ રજીસ્ટ્રેશન નવી દિલ્હી ), ડો.મુકુલ પટેલ (વાઇસ ચાન્સેલર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી), ડો.જયેશ પરમાર (ડાયરેક્ટર, આયુષ, ગુજરાત રાજ્ય), ડો.અશોક ચાવડા (રજીસ્ટ્રાર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) અને મૌલેશભાઇ ઉકાણી (ચેરમેન, બાન લેબ) આ તમામ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકોટના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે.
- આયુકોન 2024માં સૌરાષ્ટ્ર કચ્છના 800થી 900 ડેલીગેટસોનો મળ્યો સહકાર: ડો.સંજય જીવરાજાની
અબતક સાથેની વાતચીતમાં ડો. સંજય જીવરાજાનીએ જણાવ્યું હતુકે, રાજકોટમાં ગુજરાત આયુર્વેદ બોર્ડ વંદે આયુકોન તથા આયર ઓથોરીટીના સહયોગથી લાભ મળે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 26000 જેટલા તબીબો જોડાયા છે. તબીબો, દર્દીઓ અને કલીનીકો સૌ કોઈ પોત પોતાનો વિકાસ સાધે એવો હેતુ રહ્યો છે.આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ એસો.ના 800 થી 900 ડેલીગેટસો સાથ સહકાર આપ્યો એ ગૌરવની વાત કહી શકાય તથા અબતક મીડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાનો આભાર માનું છું.
- પોર્ટલ મારફતે એક સાથે 1000 રજીસ્ટ્રેશન થાય એવી સુંદર વ્યવસ્થા: ડો. ભરત બોઘરા
અબતક સાથેની વાતચીતમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતુ કે, 1000થી વધુ રજીસ્ટ્રેશન થઈ શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.સૌરાષ્ટ્રભરના તબીબોનો ભાગ લેવા બદલ તથા કોરોના બાદ આયુર્વેદ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તથા વિશ્ર્વસનીયતા કેળવાય છે.આયુર્વેદ આજના સમયની માંગ છે. આથી તમામ આયુંર્વેદીક વિભાગો દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે.આ ઉપરાંત કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલને બે વર્ષ પૂર્ણ થયા છે.અત્યાર સુધીમાં દશ હજારથી વધુ સર્જરી કરી ચૂકયા છીએ ગરીબ લોકોને માટે હંમેશા તત્પર રહ્યા છીએ.ઓગષ્ટ મહિનામાં અહી એક મેડિકલ કોલેજ પણ ધમધમવા લાગશે.
- ‘સમાજને તંદુરસ્ત રાખવા બદલ તમામ આયુર્વેદ તબીબોનો આભાર: રામભાઈ મોકરીયા
અબતક સાથેની વાતચીતમાં રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતુ કે સમાજને તંદુરસ્ત રાખવા તમામ તબીબોનો આભાર માનું છું તથા દર્દીઓને ત્વરિત સેવા અર્થે ઉમદા કામગીરી કરી રહ્યા છે એ સરાહનીય છે. તમામ સ્પોન્સરોનો પણ ઉમદા કાર્ય કરવા બદલ શુભેચ્છા પાઠવું છું.
- આયુર્વેદ ક્ષેત્રે નવી-નવી પ્રોડકટસ આપવા રહેશું પ્રયત્નશીલ: નટુભાઈ ઉકાણી
અબતક સાથેની વાતચીતમાં બાનલેબના માલિક નટુભાઈ ઉકાણીએ જણાવ્યું હતુ કે 70 વર્ષથી અમે આ ક્ષેત્રે કાર્યરત છીએ, આયુર્વેદમાં નવી નવી દવાઓ, ઉપચાર પધ્ધતિ કેમ બનાવી, લોકો સુધી કેમ પહોચાડવી એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ.ભવિષ્યમાં નવીનતમ પ્રોડકટ આપીશું અને આવા પ્રોગ્રામ ભવિષ્યમાં પણ કરવા પ્રયત્નશીલ રહેશું.
- આયુષ વિઝા અંતર્ગત વિદેશી દર્દીઓનો થશે સચોટ ઈલાજ: મુકુલ પટેલ
અબતક સાથેની વાતચીતમાં જામનગર આયુર્વેદ યુનિ.ના વાઈસ ચાન્સલરે મુકલ પટેલેએ જણાવ્યું હતુ કે, આ ગુજરાતી સૌથી જૂની યુનિ. છે. એની હેઠળ 30 થી 32 કોેલેજો કાર્યરત છે. દર વર્ષે રૂ.2500 થી 3000 વિદ્યાર્થીઓ ડોકટર થઈને બહાર નીકળે છે. ત્યારે તબીબોનું રજીસ્ટર્ડ ઓનલાઈન થાય અને એક સારૂ પ્લેટફોર્મ મળી રહે આ ઉપરાંત વિદેશના લોકોને ભારતમાં સચોટ ઉપચાર મળી રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ.આયુષ વિઝા અંતર્ગત વિદેશથી સારવાર ઈચ્છુક દર્દીઓને વિઝા મળશે અને રજીસ્ટર્ડ તબીબ પાસેથી સારવાર મેળવી શકશે. આયુર્વેદ ધરતીની પ્રાથમિક ચિકિત્સા હતી ધીમેધીમે તેનું સ્થાન નીચે જતુ ગયું હવે પૂન: આયુર્વેદના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ બનવાનું છે.
- આયુર્વેદ વિશ્ર્વ માટે એક અમૂલ્ય દેન: વૈદ રાકેશ શર્મા
અબતક સાથેની વાતચીતમાં બોર્ડ ઓફ એથિકસ રજીસ્ટ્રેશન નેશનલના પ્રેસીડન્ટ વૈદ રાકેશ શર્માએ જણાવ્યું હતુ કે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતની અમૂલ્ય દેન છે અહીના આયુર્વેદ વિશ્ર્વ વિદ્યાલયમાંથી અનેક ડોકટરો મળ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશનનું સેન્ટર પણ જામનગરને મળ્યું છે.તો આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતનું અમૂલ્ય યોગદાન કહી શકાય. આયુર્વેદ હાલની માંગ છે. અને ભવિષ્યમાં તો વધારે ખીલી ઉઠશે.
- છેવાડાના માનવીને ત્વરિત સુવિધા મળે એ માટે આયુષ પોર્ટલ કાર્યરત: ડો.જયેશ પરમાર
અબતક સાથેની વાતચીતમાં આયુષ ગુજરાતના ડિરેકટર ડો. જયેશ પરમારે જણાવ્યું હતુ કે, આયુષમાં તબીબોની નોંધણી થશે તો વૈશ્ર્વિક ખ્યાતી મેળવી શકશો અને છેવાડાસુધીનાં માનવી સુધી જાગૃતિ લાવવા તથા વિશ્ર્વના લોકોને આયુર્વેદ માટે જાગૃતિ લાવી તેઓને ભારતમાં સારવાર મળે એ માટે પોર્ટલ મૂકવામાં આવી છે.હોસ્પિટલની બહાર લાંબી લાઈનો અને સમય ન બગડે એ માટે ડીઝીટલ મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે. ત્યારે તમામ તબીબોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેરભાગ લીધો છે.