- 15 વર્ષની ટબુકડી કવિયત્રી રિયાની કાવ્યસંગ્રહની નાનકડી બુક લોન્ચ
માણાવદર ન્યૂઝ : કવિતાએ આત્માની કલા છે કવિતામાં હૃદયના સૂક્ષ્મભાવો પ્રગટ કરવાએ નિવડેલા કવિઓ જ કરી શકે પરંતુ 12- 15 વર્ષ જેવડી નાની ઉંમરની વ્યક્તિ કવિતાના ભાવો કદાપી ઘુંટી શકે નહીં આ વિષય તેમના માટે જટિલ થઈ પડે છે. પરંતુ આવું જટિલ કાર્ય માણાવદર તાલુકાના કોડવાવ ગામના રહીશ હરેશભાઈ પરસાણીયાની 15 વર્ષની દીકરી રિયાએ સુલભ બનાવ્યું છે તેમનું શૈક્ષણિક માધ્યમ અંગ્રેજી છે છતાં તે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે તેમને ત્રણ ભાષામાં કવિતાઓ લખી છે.
આઠમા ધોરણથી જ તેમણે કવિતા ક્ષેત્રે પદારોપણ કર્યું છે. ગઈ 26 જાન્યુઆરી તેણીએ 2024 કા ભારત નામની હિન્દી કવિતા લખી હતી જે મનનીય હતી અને રાષ્ટ્રપ્રેમથી છલકતી હતી. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તેમનું જાહેર અભિવાદન પણ થયું હતું ઉપરાંત વાકચતુર્થી પ્રેરાઇ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેમનું જાહેર સન્માન કરાયું હતું.
તાજેતરમાં જ બહુ થોડી જ કવિતાઓનું સિલેક્શન કરી તેમણે “માય વે ઓફ લિવિંગ” નામે એક નાનકડો કાવ્યસંગ્રહ લોન્ચ કર્યો છે. જેમાં મનની અભિવ્યક્તિના સુપેરે દિદાર થયા છે. કવિતા ક્ષેત્રે ઉત્તેજિત કરવા તેમને માતા-પિતા તથા ક્લાસના શિક્ષકો તેમજ તેમના મોટા પપ્પા અને મોટા મમ્મીએ પ્રોત્સાહન આપ્યું છે. કવિતા ઉપરાંત વાંકછાટમાં પણ તેમને ઇનામો મેળવ્યા છે. ગુજરાત આખામાં કદાચ સૌથી વધારે નાની કવિયત્રી હોય તો તે રિયા પરસાણીયા જ હોઈ શકે છે.
હિતેશ પંડ્યા