એક પિતા અને પુત્રીનો પ્રેમ અનેરો હોય છે.એક દીકરી માટે એના પિતાથી વિશેષ કોઈ ન હોય શકે ઇતિહાસમાં આપણે ઘણી વાર્તાઓ સાંભળી છે.પરંતુ શું તમને ખબર છે ફાધર્સ ડે કેમ ઉજવાય છે?ક્યારે ઉજવાય છે?તેની શરૂઆત ક્યારે થઈ હતી?
જાણો પુત્રીના પિતા પ્રત્યેના પ્રેમની વાર્તા
1900ના દાયકામાં એક પિતાને સન્માન આપવા આ દિવસની શરૂઆત એક પુત્રીએ કરી હતી.મળતી માહિતી મુજબ, 1900ના દાયકાની શરૂઆતમાં પિતાના સન્માન માટે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ ફાધર્સ ડે મનાવવા પાછળ એક ઈતિહાસ છે. આ વાત અમેરિકન સિવિલ વોરના વિલિયમ જેક્સન સ્માર્ટની પુત્રી સોનોરાની છે.સોનોરાની માતાનું પ્રસુતિ દરમિયાન નિધન થયું હતું.માતાના નિધન બાદ સોનોરાએ પોતાના પિતા અને નાના ભાઇની સંભાળ રાખી હતી.સોનોરાના પિતાએ જે રીતે માતાની જેમ તમામ બાળકોની સંભાળ રાખી હતી.તે માટે પિતાનું સન્માન કરવા માંગતી હતી.તેથી સોનોરા નેસ્પોકોનના મિનિસ્ટીરિયલ એલાયન્સ સાથે વાત કરીને પોતાના પિતાના જન્મદિવસ જૂનમાં આવતો હોવાથી વિશ્વના જુનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત કરી હતી.
જાણો વેસ્ટ વર્જિનિયાનો એક અનોખો કિસ્સો
આ બાબતે એક બીજો ઈતિહાસ પણ સંકળાયેલો છે.ફાધર્સ ડે પ્રથમ વખત 19 જૂન, 1910 ના રોજ ફેરમોન્ટ, વેસ્ટ વર્જિનિયામાં ઉજવવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ 1907માં વેસ્ટ વર્જિનિયાના મોનોંગાહમાં ખાણ દુર્ઘટના થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.તેમાં જીવ ગુમાવેલ 210 પિતાના સન્માનમાં આ દિવસનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.વેસ્ટ વર્જિનિયામાં ફાધર્સ ડેની ઉજવણીની શરૂઆત લગ્રેસ ગોલ્ડન ક્લેટન દ્વારા કરવામાં આવી હતી.