• એસઆઈટી વડાને બદલાવો, 1 કરોડનું વળતર અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કોંગ્રેસની માંગ
  • ગેનીબેન ઠાકોર, જીગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા, અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર

રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટના મુદે પીડિત પરિવારોની માંગણીઓને લઇ કોંગ્રેસ આક્રમક મૂડમા જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસથી જિજ્ઞેશ મેવાણી સહિત અનેક પ્રદેશના નેતાઓએ રાજકોટમા ધામા નાખીને અનેક મિટીંગો,પત્રિકા વિતરણ તેમજ ત્રણ દિવસીય પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોગ્ય હતા તેમ છતા કોંગ્રેસનુ કહેવુ છે કે પીડિત પરિવારોની માંગણીઓ હજુ સ્વીકારાય નથી જેથી આજે પીડિત પરિવારોને સાથે રાખી કોંગ્રેસના આગેવાનો,સાંસદો,ધારાસભ્યો સહિત 500 જેટલાં કાર્યકરો પોલીસ કમિશનર ઓફીસનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે.

રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ આ સમયે હાજર રહેનાર છે. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની મુખ્ય માંગ સાથે કોંગ્રેસ આજે કમિશ્નર કચેરીનો ઘેરાવો કરી રહી છે.

અગ્નિકાંડ બાદ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં રહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે. તે લોકો તેમજ રાજકોટ શહેરના લોકોમાં એક જ ચર્ચા છે કે, આ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઈ નિર્દેશ મળતા નથી.

કોંગ્રેસની મુખ્ય ત્રણ માંગણીઓની જો વાત કરવામાં આવે તો એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીને બદલાવવામાં આવે, પીડિત પરિવારોને 1 કરોડની સહાય આપવામાં આવે અને 1 વર્ષમાં આ કેસની ટ્રાઈલ પૂરી થાય તે માટે કેસને ફાસ્ટટ્રેકમા ચલાવવામાં આવે તેવી ત્રણ માંગ છે.

25 જૂનના રાજકોટ બંધનું એલાન

જીગ્નેશ મેવાણીના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસ પણ તપાસમાં નાના કર્મચારીઓને પકડીને વાહવાહી લૂંટવાની કોશિશ કરી રહી છે, પરંતુ મોટા અધિકારીઓ અને ભાજપના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે અને સાચી તપાસ થાય તેવી માગ સાથે આજે શનિવારે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદન પાઠવાશે અને 25 જૂનના રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.