- કે.કે. બીકેન ખાતે શરૂ થયેલા ધ ચોકલેટ રૂમનું ગ્રાન્ડ ઓપનીંગ: શહેરની પ્રતિષ્ઠિત હસ્તીઓએ લીધી મુલાકાત
- અબતકનાં મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાની મુલાકાત લેતા કાર્તિક કુંડલીયા અને વિકાસ પંજાબી
- એક નહીં અનેક વિધ ચોકલેટની વેરાયટી લોકોનું મન મોહી લેશે
સૌરાષ્ટ્રમાં સતત ઝડપથી વિકસતુ શહેર એટલે આપણું રંગીલું રાજકોટ અનેક વિધ બાબતોમાં મોખરે સ્થાન ધરાવતું રાજકોટના રહેવાસીઓ ખાણી-પીણીના ખુબ જ શોખીન છે. અને અહીં વાનગીઓને અતુટ ખજાના માટે જાણીતું છે.આઇસ્ક્રીમ, પેંડા, ઘુઘરા, ગોાલ, વેફર, લીલી ચટણી સહીતની વસ્તુઓમાં શહેર અવ્વલ છે. ખાણી-પીણીની બજારો આખો દિવસ ધમધમતી હોય છે.
ત્યારે વાત કરીયે તો રાજકોટના આંગણે સ્વાદ પ્રિય જનતાને ચોકલેટની મીઠાશનો નવો સ્વાદ ચાખવા મળશે અને લગભગ ચોકલેટ તો સૌ કોઇની પ્રિય વસ્તુ છે ત્યારે અનેક વિધ ચોકલેટની આઇટમોનું કે.કે. બીકન ખાતે ધ ચોકલેટ રૂમનું ઓપનીંગ કરવામાં આવ્યું છે.ગ્રાન્ડ ઓપનીંગમાં અનેક મહાન હસ્તીઓની ઉ5સ્થિત રહી હતી.
હોટ ચોકલેટ અને ચોકલેટ બોમ્બર લોકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર : વિકાસ પંજાબી
ધ ચોકલેટ રૂમ ના વિકાસ પંજાબીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચોકલેટ રૂમ ખાતે ચોકલેટ સહિતની અનેકવિધ વેરાઈટીઓ ઉપલબ્ધ છે જે રાજકોટના સ્વાદ પ્રેમી લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બનશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચોકલેટ રૂમમાં બે એવી વસ્તુ છે કે જે સમગ્ર ગુજરાત અને ભારતમાં ચોકલેટ રૂમ સિવાય ક્યાંય નહીં મળે અને તે છે હોટ ચોકલેટ અને ચોકલેટ બોમ્બર . વિકાસ પંજાબી એ જણાવ્યું હતું કે ઘણી ખરી કાફે હોટ ચોકલેટ તો આપે છે પરંતુ ખરા અર્થમાં હોટ ચોકલેટ શું છે તેનો કોઈને અંદાજ નથી અને જે લોકો તેને આરોગ્ય છે તેને પણ ખ્યાલ હોતો નથી ત્યારે તો ચોકલેટ રૂમ કે જે કે. કે બીકન ખાતે શરૂ થયું છે તે વન સ્ટોપ સોલ્યુશન બની રહેશે .બીજી તરફ તેઓ જણાવ્યું હતું કે ચોકલેટ બોમ્બર એક એવી વસ્તુ છે કે જે આજના નવયુગલો અથવા તો મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે કારણ કે અહીં ચોકલેટ બોમ્બર ની અંદર લોકો વીટી સહિતની કોઈપણ આકર્ષક વસ્તુ રાખી શકશે કે જે તેમના સાથીને ભેટ આપવા માંગતા હોય. ચોકલેટ રૂમ માત્ર ચોકલેટ જ નહીં પરંતુ ખરા અર્થમાં ચોકલેટને લગતી તમામ વસ્તુઓનોનું સોકેઝ કરવામાં આવ્યું છે. એટલું નહીં હાલ રાજકોટમાં કોર્પોરેટ ઘણું ખરું ઓછું છે પરંતુ ભવિષ્યમાં કોર્પોરેટ કલ્ચર વિકસે તે માટે કોર્પોરેટ ગિફ્ટ હેમપર પણ શરૂ કરવામાં આવ્યા છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
રાજકોટને એક પ્રિમીયમ કાફે આપવાનું સપનું સાકાર: કાર્તિક રાજા કુંડલિયા
અબતક સાથેની વાતચીતમાં હોટેલ કે.કે. બિકેનના ડાયરેકટર કાર્તિક રાજા કુંડલિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રિમિયમ, બ્રાન્ડેડ ચોકલેટ કાફે શોપ આપવાની ઇચ્છા ઘણા સમયથી હતી જે આજે સાકાર બની છે. ટી કલ્ચર અને કાફે કલ્ચર છે. પરંતુ એક પ્રિમિયમ કાફે આપવા માટે અમે તત્પર રહ્યા અને અમારી ચોકલેટને માણો અને સ્વાદપ્રિય જનતાને અનેક વેરાયટીમાં મીઠાશ યુકત ગુણવતાયુકત ચોકલેટનો આનંદ લેવા અપીલ કરી છે.