• ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં એક યુવાન ઈજાગ્રસ્ત : હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસ તંત્રના દોડધામ

ભાવનગર શહેરના જૂના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ધોળે દિવસ ફાયરિંગના ધડાધડ અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. બે ભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું નું સામે આવ્યું છે પોલીસે હત્યા અને હત્યાની કોશિશ નો ગુનો નોંધી નાસી છૂટેલા હત્યારાને ઝડપી લેવા દોડધામ આદરી છે.

ભાવનગર શહેરના જૂના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગઈકાલે બપોરે સાડાચાર વાગ્યાના અરસામાં કુલદીપસિંહ જાડેજા અને ઋતુરાજસિંહ સાથે રાહુલ વેગડને ઝઘડો થયો હતો. એમાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ આવી પહોંચ્યા હતા. રાહુલ વેગડ દ્વારા પોતાના પાસે રહેલા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. જેમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઘાયલ થતાં બંનેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ ખાતે કુલદીપસિંહને મૃત જાહેર કરવામાં આવતાં મામલો હત્યામાં પલટાયો છે. જ્યારે ઋતુરાજસિંહની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ધોળે દિવસે ફાયરિંગની જાણ થતાં ભાવનગરની નીલમ બાગ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળ પરથી પોલીસને ફાયરિંગ કરાયા બાદ 3 ખાલી કારતૂસ મળી હતી.

શરૂઆતમાં બોલાચાલી બાદ ઝપાઝપી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે, જોકે આ બનાવ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. આરોપીઓ અને ભોગ બનનાર નજીકમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. ફાયરિંગના બનાવમાં મોતને ભેટેલા કુલદીપસિંહ જાડેજા આ જ વિસ્તારમાં પાન પાર્લર ચલાવતા હતા, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ઋતુરાજસિંહ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. આ બનાવ પાછળ જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા છે. જોકે સાચું કારણ તો આરોપીઓ ઝડપાયા બાદ જ સામે આવી શકે છે. પોલીસે હાલ ગુનાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઘટનાસ્થળ પરથી 3 ખાલી કારતૂસ મળી

ધોળે દિવસે ફાયરિંગની જાણ થતાં ભાવનગરની નીલમ બાગ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળ પરથી પોલીસને ફાયરિંગ કરાયા બાદ 3 ખાલી કારતૂસ મળી હતી.

બનાવ પાછળનું કારણ અકબંધ

શરૂઆતમાં બોલાચાલી અને ઝપાઝપી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે, જોકે આ બનાવ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. આરોપીઓ અને ભોગ બનનાર નજીકમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાનું કારણ જાણવા અને ગુનાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા

ફાયરિંગના બનાવમાં મોતને ભેટેલા કુલદીપસિંહ જાડેજા આ જ વિસ્તારમાં પાન પાર્લર ચલાવતા હતા, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ઋતુરાજસિંહ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. આ બનાવ પાછળ જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા છે. જોકે સાચું કારણ તો આરોપીઓ ઝડપાયા બાદ જ સામે આવી શકે છે. પોલીસે હાલ ગુનાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.