• રાજકોટ સહિત સૌરાષ્ટ્રની બાકી તમામ સ્કૂલો ફાયર એનઓસીની પરવાનગી મળતા જ ધમધમતી થઇ જશે: કોલેજોમાં આગામી 23મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

સૌરાષ્ટ્રની 20 હજાર સહિત રાજ્યની અંદાજે 54 હજારથી વધુ સ્કૂલોમાં છેલ્લા 35 દિવસથી ચાલતાં ઉનાળુ વેકેશન પછી આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. દરવર્ષની જેમ સ્કૂલો શરૂ થતાની સાથે જ આગામી તા.27, 28 અને 29મી જૂન એમ, ત્રણ દિવસ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આમ, ફરી એકવાર આજથી સ્કૂલ કેમ્પસ વિદ્યાર્થીઓથી ધમધમતુ થયું છે. શહેરમાં પડતી કાળઝાળ ગરમીને લઇને વેકેશન લંબાવવામાં આવશે તેવું વાલીઓ ઇચ્છતાં હતા. આમ, છેલ્લીઘડી સુધી વેકેશન લંબાવવા અંગે કોઇ જાહેરાત ન થતાં આજથી રાબેતા મુજબ સ્કૂલ કેમ્પસો ધમધમતાં થયા છે. રાજકોટમાં અંદાજે 80 ટકા જેટલી શાળાઓમાં આજથી શેક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. 20 ટકા શાળાઓ ફાયર એનઓસી અન્વયે સોગંદનામું રજુ કરી શાળાઓ ખોલશે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ગત તા.6 મેથી 9મી જૂન સુધી ઉનાળાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ઉનાળાના વેકેશન માટેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો હતો. જોકે, મોટાભાગની સ્કૂલોના શિક્ષકો લોકસભાની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી વેકેશન સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વેકેશન સ્થગિત કરીને શાળા અને કોલેજોમાં એક સાથે 9મી મે એટલે કે ચૂંટણી પૂરી થયા બાદ વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં અંદાજે 43 હજારથી વધારે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ અને 11 હજારથી વધારે સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ સ્કૂલો મળીને 54 હજારથી વધુ સ્કલોમાં ગત તા.8મી મેથી 12મી જૂન સુધી ઉનાળનું 35 દિવસનું વેકેશન આપવામાં આવ્યું હતું. હવે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. જોકે, કોલેજોમાં આગામી 23મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે 30થી વધુ નિવાસી શાળાઓ શરૂ થતાં નિવાસી શાળાઓની સંખ્યા 50 સુધી પહોંચશે. આ સ્કૂલોમાં અંદાજે 20 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ ફાળવવામાં આવશે. આ ઉપરાંત નમો લક્ષ્મી, નમો સરસ્વતી સ્કીમ અંતર્ગત પ્રથમ વખત 12 લાખથી વધારે વિદ્યાર્થીઓને રૂ.1650 કરોડની સ્કોલરશીપ આપવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષમાં ધો.11માં ગતવર્ષની સરખામણીમાં અંદાજે દોઢ લાખ જેટલા વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. સ્કૂલો શરૂ થતાની સાથે જ સ્કૂલવેન-રિક્ષા સહિતના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

સ્કુલવાનમાં 15થી વધુ બાળકોને બેસાડનારને આરટીઓ દ્વારા રૂ.10 હજારનો દંડ ફટકારાયો

આજથી ટ્રાફિક પોલીસ અને આરટીઓની સઘન ચેકીંગ ઝુંબેશ

આજે 13 જૂન, 2024ના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂ થયું છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએનજી કીટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના મહાનગરોનાં સ્કૂલો વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટમાં વહેલી સવારથી જ આરટીઓ દ્વારા ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મામલે રાજકોટ આરટીઓના ઇન્સ્પેક્ટર મેહુલ પારેખે જણાવ્યું હતું કે, આજથી સ્કૂલોમાં શિક્ષણનો પ્રારંભ થયો છે, ત્યારે આરટીઓ કચેરી દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં પરમિટ, લાયસન્સ સહિતની બાબતો ચકાસવામાં આવી હતી. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેની મુંજકા ચોકડી પાસે આરટીઓ સ્ટાફ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક મીની વાનમાં કેપેસિટી કરતાં વધુ એટલે કે, 15થી વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. જેથી વાન ચાલકને રૂ. 10,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. 20ની સ્પીડથી વાન ચલાવવાની સાથે સીએનજી કીટના બાંકડા પર બાળકોને ન બેસાડવા તેવા નિયમ અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, આરટીઓ અધિકારી અને પરિપત્ર મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.