આગામી ૧૦ દિવસમાં સિરિંજના ભાવમાં અડધોઅડધ ઘટાડો થશે
‘ઇજેકશન’આપ્યાના ર૪ જ કલાકમાં ઉત્પાદકો સીરીંજના ભાવ ઘટાડવા માની ગયા છે. ટૂંકમાં નવા વર્ષના પ્રારંભે સીરીજના ભાવમાં અડધોઅડધ ઘટાડો થશે.
ઓલ ઇંડિયા સીરીજ એન્ડ નીડલ્સ મેન્યુફેકચર એસો.એ તેમની સભ્ય કંપનીઓને ગઇકાલે સરકયુલર મોકલ્યો હતો. જેમાં આગામી થી સીરીજના ભાવમાં અડધોઅડધ ઘટાડો કરવા કહી દેવાયું છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે- હજુ ગઇકાલે સરકારે સીરીંજ ઉત્પાદકોને સીરીંજના ભાવમાં ઘટાડો કરવા જણાવી દીધું હતું. આ ‘ઇજેકશન’ની તાત્કાલીક અસર રુપે માત્ર ર૪ જ કલાકમાં સીરીંજ ઉત્પાદકો ભાવ ઘટાડો કરવા માની ગયા છે.
એન.પી.પી.એ.ની ૧૮ ડીસેમ્બરે નવી દિલ્હી ખાતે મળેલી મહત્વની મીટીંગમા સીરીંજના વધુ પડતા બજાર ભાવના મુદ્દા વિશે પગલા લેવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ ગઇકાલે ઉત્૫ાદકોને સીરીંજના ભાવમાં સ્વૈચ્છિક ઘટાડો કરવા જણાવી દેવાયું હતું અન્યથા પ્રાઇઝ કંટ્રોલ માટે સરકાર કોઇ પગલા લેશે. એન.પી.પી.એ. ના ચેરમેન ભુપીન્દર સિંઘે સીરીંજ ઉત્પાદકોને ભાવ નિયંત્રણ કરવા જણાવ્યું હતું આથી હવે સીરીંજના ભાવમાં થનારા ઘટાડાનો લાભ દર્દીઓને થશે. સરકારનું આ પગલું ખરેખર આવકારદાયક છે.