ગુજરાતના દરિયા કિનારોડ્રગ્સ માફિયા માટે હબ બની ચૂકયું છે.અવારનાવાર નશીલા પદાર્થો મળતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે.

29 એપ્રિલ 2024: પોરબંદર દરિયા કિનારો

પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ પકડાયા બાદ ચોંકાવનારો ખુલાસો, તપાસનો ધમધમાટ શરૂ

પોરબંદરના દરિયામાંથી 86 કિલો હેરોઇન તથા 173 કિલોગ્રામ ચરસ પકડાતા ડ્રગ્સ માફીયાઓની સક્રિયતાથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ડ્રગ્સનો આ જથ્થો પણ પાકિસ્તાનથી આવ્યાનું ખુલવા પામેલ છે.ભારતીય પોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા વધુ એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.ભારતીય કોસ્ટ ગાર્ડ, એનસીબી અને એટીએસ ગુજરાત દ્વારા તાજેતરમાં જ એક પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરવામાં આવી હતી.જેમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.28 એપ્રિલની બપોરે દરિયામાં અન્ય એક મોટી એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં હેરોઇનનો મોટો કબજે કરી પાકિસ્તાનની બોર્ડને પકડી લેવામાં આવી હતી.

8 જુન,2024: રૂપેણ બંદર

દ્વારકાના દરિયા કાંઠેથી બિનવારસુ ચરસનો તોતિંગ જથ્થો ઝડપાયો: રૂ. 44.85 લાખનો મુદ્દામાલ કબજે – Gujarat Mirror

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે દ્વારકાના રૂપેણ બંદર પાસે દરિયા કાંઠે ચરસ ઝડપાયું  છે.  સુરક્ષા એજન્સીએ 987 ગ્રામ ચરસ ઝડપ્યુ છે.રૂપેણ બંદર પાસેથી બિનવારસી હાલતે પડેલા બોક્સમાંથી ચરસ ઝડપાયું હતું. દ્વારકાના રુપેણ બંદરના વરવાળા પાસેની હોટલ સ્કાય કમફર્ટ બીચ સામેથી ચરસ જપ્ત કરવામાં આવ્યુ છે. ચરસની કિંમત અંદાજિત 44.85 લાખ રુપિયા છે.  આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી છે.બીજી તરફ આ અગાઉ પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથઈ કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. ગુજરાત ATS,NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ હતુ. જેમાં તેઓએ દરિયાઈ જળસીમામાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરિયાઈ જળસીમા માંથી 70 થી 80 પેકેટ ડ્રગ્સ પકડી પાડ્યું હતુ. બોટમાંથી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.

9 જુન, 2024:વરવાળા દરિયા કિનારો

દ્વારકા દરિયા કાંઠેથી 16 કરોડના 32 કિલો ચરસના 30 પેકેટ મળ્યા

દ્વારકા નજીકના વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. પેકેટમાંથી આશરે રૃપિયા 16.02 કરોડની કિંમતના 32.053 કિલોગ્રામ ઉચ્ચ ક્વોલિટીના ચરસનો જથ્થો હોવાનું જાહેર થયું છે.જે અંગે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચરસનો જથ્થો ઝડપાયો હતો.

10 જુન,2024: કચ્છ દરિયા કિનારો

કચ્છના દરિયાકાંઠેથી વધુ રૂા.5.34 કરોડનું ચરસ મળ્યું – Gujarat Mirror

કચ્છના દરિયા કિનારે બિન વારસુ માદકદ્રવ્યના પેકેટ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે. ગઈકાલે લખપત તાલુકાના રોડાસર પાસેથી બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 2 પેકેટ મળી આવ્યા બાદ રવિવારે કોઠારા પોલીસે ચરસના 10 પેકેટ શોધી લીધા હતા. હાલમાં અબડાસા અને લખપતના દરિયાઈ વિસ્તારોમાં પોલીસ તેમજ બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા બિનવારસુ ડ્રગ્સ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ અંગે કોઠારા પીએસઆઇ જે. જે. રાણાએ માહિતી આપતા જણાવ્યું કે, ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં ઘડુલીથી પીંગલેશ્વરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા છે કુલ 10 પેકેટ કબજે કરવામાં આવ્યા છે જેની આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે કિંમત 5 કરોડ 34 લાખ થવા જાય છે. આ મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ઈસમ સામે નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

11 જુન,2024:મોજપ દરિયાકિનારો

મોજપ નજીકથી રૂ. 11 કરોડની કિંમતના ચરસના 20 પેકેટ બિનવારસી મળ્યા | Devbhumi Dwarka News rs 11 crore drugs seized near Mojap village

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સ પકડાય છે. ત્યારે ફરી એકવાર દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળ્યુ હતું. અંદાજિત 42 લાખ રૂપિયાનું ચરસ મળી આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. મીઠાપુર પોલીસના કોમ્બિંગ દરમિયાન ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું. અગાઉ પણ એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું હતું.

11 જુન,2024:કડુલી દરીયા કીનારો

કડુલી અને પિંગલેશ્વર વચ્ચે કડુલી ગામ પાસે દરિયાકાંઠે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાચકામ બિનવારસુ 10 ચરસનાં પેકેટ મળ્યાં હતાં.પોલીસે આ માદક પદાર્થ અફઘાની ચરસ પ્રથમ શ્રેણી – કક્ષાનું હોવાનું સામે આવ્યું હતું. પદાર્થના નમૂના મેળવી ગાંધીનગર ખાતે પરીક્ષણ અર્થે મોકલી દેવાયા હતા. બિનવારસું હાલતમાં મળેલાં આ માદક પદાર્થના 10 પેકેટોનું કુલ વજન 10.69 કિલોગ્રામ જેની કિં.રૂ.5,34,50,000 હોવાનું સામે આવ્યું હતું. આ અંગ કોઠારા પોલીસે ગુનો દાખલ કરી માફિયાઓની શોધખોર હાથ ધરી છે.

12 જુન,2024:સિંધોડી અને સૈયદ સુલેમાન બેટ

anshi 9

ગુજરાતના કચ્છ જિલ્લાના સિંધોડી અને સૈયદ સુલેમાન બેટ નજીકના દરિયાકિનારે જખૌ મરીન પોલીસને ચરસના નવ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાં રહેસા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 9 કરોડ છે.જખૌ મરીન પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા હતા. કચ્છ પોલીસે આ પેકેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.