- હમ નહીં સુધરંગે… થોડા ઓર બિગડેંગે !!!
- ડમી સ્કૂલનું વધતું દૂષણ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે સૌથી મોટું જોખમ: વાલીઓમાં જાગૃતતા પણ એટલી જ જરૂરી
- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પણ ચિંતાતુર: વિવિધ
- સંચાલકોએ કહ્યું કે ઘર ફૂટે ઘર જાય કારણ કે સંચાલક
- મંડળની ઘણી શાળાઓ ડમી સ્કૂલ ચલાવે છે
ગુજરાતમાં ડમી સ્કૂલના ક્ધસેપ્ટના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ડમી સ્કૂલની અસર તાજેતરમાં જ જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામ પર જોવા મળી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે એ અત્યંત જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરુચ, અનાકલેશ્વર સહિતના શહેરોમાં ડમી સ્કૂલની નવી પ્રલાણી ઘર કરી ગઈ છે તેની પોલ આ પરિણામે ખોલી છે. ગુજરાતમાં 12 સાયન્સના પરિણામ બાદ સારી કોલેજમાં એડમિશન માટે લેવાઈ રહેલી એક્ઝામ માટે અનેક પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચાલી રહ્યાં છે.
આ ઇન્સ્ટિટ્યૂટમાં વાલીઓને ડમી સ્કૂલમાં ભણવા માટે આગ્રહ કરી સમજાવવામાં આવી રહ્યા છે અને બધું જ ભણતર તેમને આ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપવામાં આવશે તેવી પટ્ટી ભણાવી સમજાવવામાં આવે છે. કેટલાક શાળા સંચાલકો વધુ પૈસા કમાવવાણી લહાયમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે તો વાલીઓ પણ અણસમજમાં તેમના પુત્ર-પુત્રીનું ભવિષ્ય બગાડી રહ્યા છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલા ભરવામાં આવે એ અત્યંત જરૂરી છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ આઇટી, આઇ.આઇ.એમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં આવા ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધોરણ 11થી જ શરૂ થાય છે. માટે આઇ.આઇ.ટી, આઇ.આઇ.એમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે. આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે. રાજકોટ સ્વનિર્મળ શાળા સંચાલક મંડળ દ્વારા અનેક વખત જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ આ અંગે કોઈ નક્કર પગલા હજુ સુધી લેવામાં આવ્યા નથી જે અનેક પ્રશ્નો ઊભા કરે છે.
જો ડમી સ્કૂલ બંધ નહીં થાય તો શિક્ષણને પડશે માઠી અસર: ડી.વી મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી.વી મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ડમી સ્કૂલનું પ્રમાણ સતત વધ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. આ અંગે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે છતાં પણ કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી. જો આ અંગે આવનારા દિવસોમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઘણી માઠી અસરનો સામનો કરવો પડશે એટલું જ નહીં. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે હાલ વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ સમજવું જરૂરી છે કારણ કે તેમની ઘેલછા જે છે કે તેમનું સંતાન ઉચ્ચ અભ્યાસ કરે તેમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ જે બોર્ડ અને જે શાળાનો પાયો મજબૂત થવો જોઈએ તે થયો નથી અને પરિણામ સ્વરૂપે ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને ઘણી તકલીફનો પણ સામનો કરવો પડશે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિની અમલવારી કરવાનું જણાવ્યું છે કે જેમાં સૌથી મહત્વનો મુદ્દો જ એ છે કે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ શાળા અભ્યાસમાં
આગળ વધે પરંતુ તેના માટે ડમી સ્કૂલ ને બંધ કરવી ખૂબ જરૂરી છે. બીજી તરફ જે ડમી સ્કૂલ ચલાવવામાં આવે છે તે પરિવાર પાસેથી પણ વસૂલ કરે છે અને એ બોજ તળે ઘણા ખરા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે સિલેક્ટ પણ થતા નથી ત્યારે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આ ઘેલછામાંથી બહાર આવવાની જરૂર છે અને શાળામાં અભ્યાસ કરી શૈક્ષણિક પાયો મજબૂત કરવાની જરૂરિયાત છે.
ડમી સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અડચણરૂપ: રાજુભાઈ કામદાર
દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના રાજુભાઈ કામદારે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ જે ડમી સ્કૂલનું દૂષણ જોવા મળી રહ્યું છે તેનાથી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અડચણરૂપ છે. આ અંગે માત્ર શિક્ષણ મંત્રાલય જ નહીં પરંતુ વાલીઓએ પણ સજાગ થાવું જરૂરી છે. ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર વિજ્ઞાન અને ગણિતમાં જ અભ્યાસ મેળવે છે ત્યારે બાકી વિષયોનું શું ? જો તેમના અન્ય વિષયો નો પાયો મજબૂત નહીં થાય તો તે તેમના શિક્ષણમાં ઘણી અસર પહોંચાડશે બીજી તરફ ઉચ્ચ અભ્યાસ માટે શાળાઓએ પણ ડમી સ્કૂલ ને નિષેધ કરવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા પડશે. બીજી તરફ બોર્ડના પરિણામનું મહત્વ પણ વધારવું પડશે જો આ કરવામાં શાળા સફળ થશે તો આપોઆપ ડમી સ્કૂલ નું ચલણ ઘટી જશે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ નહીં અટકે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ માટે સંચાલક મંડળ દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ મહત્વનું એ છે કે આ સ્વાયત સંસ્થા હોવાથી તે માત્ર સરકારને સૂચિત કરી શકે અથવા તો મદદની ગુહાર લગાવી શકે કારણ કે નિર્ણય લેવાની ક્ષમતા અને શક્તિ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પાસે નથી. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ જ રીતે જો ભવિષ્યમાં પણ ડમી સ્કૂલનું પ્રમાણ નહીં ઘટે તો વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેમના અભ્યાસ પર પણ અસર પડશે.
જે સમયથી કોટા કલ્ચર આવ્યું છે તે સમયથી જ ડમી સ્કૂલ નું પ્રમાણ વધી રહ્યું છે: જતીન ભરાડ
ભરાડ સ્કૂલના ડોક્ટર જતીન ભરાડે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે. ડમી સ્કૂલ નું ઉદ્ભવ કોટા છે જે સમયથી કોટામાં ક્લાસીસ કલ્ચર શરૂ થયા તે બાદ તેઓએ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યો પોતાના ક્લાસીસ શરૂ કર્યા પરંતુ તેઓને ખ્યાલ હતો કે આ ક્લાસીસ શરૂ કરાવવા માટે સંખ્યાબળ હોવું જરૂરી છે અને એટલું જ નહીં આ અભ્યાસ માટે વિદ્યાર્થીઓનું કોઈકને કોઈક શાળામાં રજીસ્ટ્રેશન હોવું પણ એટલું જ આવશ્યક છે ત્યારે આ ક્લાસીસ દ્વારા એવી શાળાનો સંપર્ક સાધવામાં આવ્યો કે જ્યાં સંખ્યા બળ નહીવત હોય અથવા તો તેઓને રૂપિયા કમાવવાની લાલસા હોય. જેથી તે તમામ ક્લાસીસ દ્વારા એ શાળાઓનો સંપર્ક સાધવામાં આવ્યો અને તેમની સાથે કરારો કરાયા જેથી તેમનું નામ જે તે સ્કૂલમાં બોલાય પરંતુ અભ્યાસ અર્થે તેઓએ જે તે ક્લાસમાં જવું પડે. આ કરવાથી વિદ્યાર્થીઓને તો આનંદ આવવાનો શરૂ થયો પરંતુ તેઓને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે તેમનો જે પાયો શિક્ષણ ક્ષેત્રે હોવો જોઈએ તે નહિવત થઈ ગયો છે કારણ કે તેઓ માત્ર ને માત્ર વિજ્ઞાન અને ગણિત વિષયમાં જ પોતે અભ્યાસ મેળવી રહ્યા છે. એ ભવિષ્યમાં અન્ય વિષયોનું જ્ઞાન હોવું એ પણ એટલું જ જરૂરી છે કારણ કે નવી શિક્ષણ નીતિમાં ભાર વગરના ભણતર ઉપર સરકારે ધ્યાન આપ્યું છે ત્યારે જ્યાં સુધી વિદ્યાર્થીઓ પોતાનો પાયો મજબૂત નહીં કરે ત્યાં સુધી તેમનું વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ પણ તેમના માટે શુલ્ક સમાન રહેશે.
સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ હેઠળની જ અનેક સ્કૂલો એ સમજવું જરૂરી: અજય પટેલ
રાજકોટની ન્યુએરા શાળાના સંચાલક અજય પટેલે જણાવ્યું હતું કે આ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં ડેમી સ્કૂલનું દૂષણ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયું છે એટલું જ નહીં આ મંડળ હેઠળની અનેક સ્કૂલો ડમી સ્કૂલ ચલાવતી હોવાનું ખટાસ્પોટ થયો છે ત્યારે ઘરના લોકો જ આ વિકટ પરિસ્થિતિ ઊભી કરે તો કોને કહેવા જાવું આ વિટમણા ના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ને ઘણી અસર પહોંચી છે. માત્ર પૈસા કમાવાની લાલચ ને ધ્યાને લઈને જ ઘણી શાળાઓ ડમી સ્કૂલ તરફ આગળ વધી રહી છે જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કારકિર્દી માટે સૌથી મોટું જોખમ ઊભું કર્યું છે. વધુમાં તેઓએ શિક્ષણ વિભાગને પણ ટકોર કરતા જણાવ્યું હતું કે આ દુષણ ને દૂર કરવા માટે શિક્ષણ વિભાગે કોઈ નક્કર પગલાં લેવા ખૂબ જરૂરી છે જો તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનો પાયો ખૂબ જ નબળો થઈ ગયો છે કારણ કે તેઓ હવે ક્લાસીસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને જ્યાં તેઓને વિજ્ઞાન અને ગણિત સિવાય અન્ય કોઈ વિષય ભણાવવામાં આવતા નથી. બીજી તરફ મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કટોફટ ઓછું જવાના કારણે જે હજારો અને લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે છતાં પણ તેમનું ચયન થતું નથી જે દુ:ખની વાત છે.
ડમી સ્કૂલના વિદ્યાર્થીઓ અન્ય વિષયના અભ્યાસથી વંચિત રહે છે: અશોક પાંભર
કર્ણાવતી સ્કુલના ડાયરેકટર અશોક પાંભર અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ડમી સ્કુલ એટલે વિદ્યાર્થીનું એલસી બીજી જગ્યાએ હોય અને વિદ્યાર્થી અન્ય કોચિંગ ક્લાસમાં કે અભ્યાસ કરતો હોય , માત્ર નામ રાખવા પુરતું જ તે સ્કુલમાં હોય ત્યાં વિદ્યાર્થી અભ્યાસ અર્થે ન જતો હોય તેવી સ્કૂલને ડમી સ્કુલ કહેવાય છે .આવી ડમી સ્કુલમાં વધારે પડતા કિસ્સાઓમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલનો સમાવેશ થતો હોય છે . પરંતુ ઘણી વખતે ગ્રાન્ટેડ સ્કુલ પણ ડમી સ્કુલ તરીકે ચાલતી હોય છે . અંદાજીત 2011-12 થી રાજકોટમાં ડમી સ્કુલનું કલ્ચર શરુ થયું છે . ડમી સ્કુલના લીધે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થતો નથી . સ્કુલમાં જો વિદ્યાર્થી હાજરી આપે તો તેનો શારીરિક વિકાસ થાય છે કારણ કે તેને ત્યાં રમત ગમત જેવા વિષયો શીખવવામાં આવે છે પણ જો તે શાળામાં જશે જ નહિ તો તેનો સર્વાંગી વિકાસ થશે નહિ . ડમી સ્કુલમાં વિદ્યાર્થીને માત્ર ને માત્ર ગણિત , ઈંગ્લીશ અને વિજ્ઞાન જેવા જ વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે . હાલ ધોરણ 8 થી ડમી સ્કુલનું કલ્ચર આવી ગયું છે . 3000 થી 4500 જેટલા વિદ્યાર્થીઓ રાજકોટમાં આવેલી ડમી સ્કુલ અભ્યાસ કરતા હશે . નવી શિક્ષણ નીતિમાં પ્રેક્ટીકલ બેઝ પર ભાર મુકવામાં આવ્યો છે . પરંતુ ડમી સ્કુલમાં અભ્યાસ કરતા બાળક પર નવ નીતિની કોઈ પણ જાતની અસર થશે નહિ કારણકે તે પ્રેક્ટીકલ માટે તો શાળામાં જતો જ નથી . તે માત્ર પુસ્તકિયો કીડો બનીને રહેશે .
ડમી સ્કૂલમાં વિદ્યાર્થીને રેસના ઘોડા સમજવામાં આવે છે: રમેશ પાંભર
જઊંઙ સ્કૂલના ડાયરેક્ટર રમેશ પાંભર અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ડમી સ્કૂલ એટલે કે વિદ્યાર્થીઓ કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા હોય અને તે સ્કૂલમાં અભ્યાસ કરવા ન જતો હોય માત્ર જીઆરમાં નામ જ હોય. રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી ડમી સ્કૂલ કલ્ચર શરૂ થયું છે. બાળકોનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. વિદ્યાર્થી જે કોચિંગ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરવા જતો હોય તે ઇન્સ્ટિટયૂટનો મૂળભૂત હેતુ સ્પર્ધાત્મક પરીક્ષા કોમ્પિટિટિવ પરીક્ષા ક્રેક કરવાનો હોય છે. 100 માંથી બે થી ત્રણ વિદ્યાર્થીઓ સફળ થતાં હોય છે. રાજકોટમાં અંદાજે 2,000 થી 5,000 વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા હશે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં ભાર આપવામાં આવ્યો છે. ડમી સ્કૂલમાં વિદ્યાર્થીને રેસના ઘોડા સમજવામાં આવે છે. સતત વિદ્યાર્થીઓને અભ્યાસ અભ્યાસને અભ્યાસ જ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવતું નથી. ડમી સ્કૂલને અટકાવવા માટે સંચાલકોએ સમજવાની જરૂર છે. સંચાલકો પોતાની નૈતિક જવાબદારી સ્વીકારે. વિદ્યાર્થીઓના હિતને નુકસાન ન થાય તેવા સંચાલક મંડળના સતત પ્રયત્નો છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણાવવામાં આવે. વિદ્યાર્થી ચારે દિશાઓથી મુક્ત રીતે પ્રગટે અંદરનું સત્વ અને તત્વ બહાર આવે તેના અસ્તિત્વ અને વ્યક્તિત્વની ખીલવણી થાય.
વાલીઓએ સંતાનો પર ભણતરનો ભાર ન મુકવો જોઈએ: ધર્મેશ છગ
કોચિંગ ક્લાસ ઓનર ધર્મેશ છગ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ડમી સ્કુલ એટલે એક એવી વ્યવસ્થા જ્યાં બાળકો સ્કુલ નથી જતા તો પણ તેની હાજરી પૂરે પુરી ગણાય જાય છે . ગુજરાત બોર્ડમાં નિયમ છે કે વિદ્યાર્થીની 80 % હાજરી હોવી જોઈએ પરંતુ ડમી સ્કુલમાં વિધ્યાર્થીઓને હાજરી વગર તેને પાસ કરી દેવામાં આવે છે . અત્યારે રાજકોટમાં ખાસ કરીને ડમી સ્કૂલનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે . છેલ્લા થોડાક વર્ષોથી ડમી સ્કૂલનો વ્યાપ વધ્યો છે તે બધી રીતે હાનીકારક છે . જે ડમી સ્કુલમાં માત્ર નામ જ સ્કુલનું હોય છે બાકી તે ક્લાસીસ છે .ડમી સ્કુલના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ શૂન્ય થઇ જાય છે .શાળામાં જે વાતાવરણ મળે છે ન મળતા બાળકોનો વિકાસ રૂંધાય છે . વાલીઓની એવી ઈચ્છા હોય છે કે મારું બાળક સૌથી વધુ માર્ક્સ લાવે પરંતુ આ દોડને લીધ તેનું પાયાનું જ્ઞાન નથી મળતું .અમુક એવા વિષયો હોય છે જેની બાળકોને ખબર જ નથી હોતી .વાલીઓને ડોકટર અને એન્જીન્યર જ બનાવા છે આ દોડની લીધે વિદ્યાર્થીઓ ડીપ્રેશનમાં આવતા હોય છે . ખાસ કરીને વાલીઓએ જાણવું જોઈએ કે પોતાના બાળકને શું કરવું છે .તે પ્રમાણે તેને અભ્યાસ કરવો જોઈએ .
વાલીઓ અને વિદ્યાર્થીમાં જો જાગૃતત્તા આવે તો ડમી સ્કુલ કલ્ચર ઓછું કરી શકાય: ધવલ ઠેસીયા
સારથી એજ્યુકેશનના ધવલ ઠેસીયા અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ નંબર પ્રાઇવેટ સ્કુલની અંદર હોય છે તેની હાજરી મેન્ટેન થતી હોય છે અને બીજા કોચિંગ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતું હોય છે. ઉંઊઊ ગઊઊઝપરીક્ષાની તૈયારી કરવા માટે સવારથી સાંજ સુધી ઇન્સ્ટિટયૂટમાં જતા હોય છે. સરકારે ઉંઊઊ ગઊઊઝ પરીક્ષા નેશનલ એક્ઝામિનેશનની મેડીટરી કરી. કોમ્પિટીટીવ એક્ઝામ ની ખૂબ જ હરીફાઈ વધી ત્યારે ડેમી સ્કૂલનું કલ્ચર શરૂ થયું. સારા મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થી અને વાલીઓમાં રેસ લાગી હોય છે. વિદ્યાર્થીઓને માત્ર ગઊઊઝ ની તૈયારી કરાવે તેમાં વિદ્યાર્થીને ખૂબ જ નુકસાન થતું હોય છે. ઉંઊઊ ગઊઊઝ 500+ માર્ક કોઈ પરંતુ ધોરણ 12 ના બોર્ડમાં ફેલ થયેલ હોય. વિદ્યાર્થીઓને મશીનની જેમ તૈયારી કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને માત્ર એક જ વિષયમાં અભ્યાસ કરાવો પછી બીજા વિષયમાં રુચિ નથી રહેતી. વિદ્યાર્થીનું જીવન માત્ર ને માત્ર ચોપડામાં અને પરીક્ષાની તૈયારી કરવામાં જતું રહે છે. ડમી સ્કૂલમાં વિદ્યાથી અભ્યાસ કરે જ છે સ્કૂલમાં માત્રને માત્ર હાજરીમાં
મેન્ટેન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ડમી સ્કૂલ નો ઉપયોગ કરીને એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે. સ્કૂલમાં કોમ્પિટીટીવ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ખૂબ સારું પ્લેટફોર્મ આપવામાં આવે. સરકાર કડક પગલાં લઈને વિદ્યાર્થીઓમાં જાગૃત્તા લઈ આવે. વાલીઓ અને વિદ્યાર્થીઓને ભરોસો બેસે તો ડમી સ્કૂલમાં ઓછા જાય. વિદ્યાર્થીને જે ફિલ્ડમાં રસ હોય જે એક્ટિવિટી કરવી હોય તેના માટે ફ્રીડમ આપવી જોઈએ. સ્કૂલ બંધ કરીને કોચિંગ ક્લાસમાં ન મોકલવા જોઈએ. ધોરણ 12 માં ઓછા કે વધારે માર્ક આવવાથી બાળકના જીવનમાં કોઈ ફેર પડતો નથી.