- સતત પાંચમા વર્ષે ઓલ ઈન્ડિયા રેન્ક અને આઈઆઈટીમાં એલન રાજકોટના વિદ્યાર્થીઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું
- સૌરાષ્ટ્રના 3 વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ટોપ 50 અઈંછ મેળવ્યા જયારે ટોપ 100 અઈંછમાં 4 વિદ્યાર્થીઓનો સમાવેશ
દેશની સૌથી મોટી એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે.જેમાં રાજકોટ એલનની વિદ્યાર્થીની દ્વિજા પટેલે ઓલ ઈન્ડિયામાં સાતમો ક્રમ મેળવી તો ગર્લ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. શિક્ષક પિતાની આ પુત્રીની સિધ્ધિએ રાજકોટનું નામ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.જયારે તબીબ માતાના પુત્ર અક્ષર ઝાલાએ ઓલ ઈન્ડિયામાં 38મો ક્રમ મેળવ્યો છે.
આઈઆઈટી મદ્રાસએ 09 જુન 2024ના રોજ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ એડવાન્સ્ડ 2024નું પરિણામ જાહેર કર્યું છે. જેઇઇ એડવાન્સ્ડ 2024 ની પરીક્ષામાં એલન રાજકોટએ સતત 5મા વર્ષે, સર્વોચ્ચ તથા અદ્વિતીય ઓલ ઇન્ડિયા રેન્ક અને આઈઆઈટીમાં એડમિશન માટે સર્વોચ્ચ પસંદગી આપીને પોતાનું વર્ચસ્વ અને શ્રેષ્ઠતા જાળવી રાખી છે.
એલન રાજકોટ સેન્ટર હેડ અમૃતાશ મુખર્જીએ જણાવ્યું હતું કે એલન રાજકોટની વિદ્યાર્થીની દ્વિજા પટેલએ ઓલ ઇન્ડિયા રેન્ક 7 મેળવીને ઓલ ઇન્ડિયા ગર્લ ટોપર અને ગુજરાત ટોપર બની જ્યારે એલન રાજકોટના અન્ય 3 વિદ્યાર્થીઓ અક્ષર ઝાલાએ ઓલ ઇન્ડિયા રેન્ક 38, અવધ હિંડોયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 49 અને હર્ષલ કાનાણીએ ઓલ ઇન્ડિયા રેન્ક 81 મેળવી છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત એક જ શૈક્ષણિક સંસ્થાના 4 વિદ્યાર્થીઓએ ટોપ 100 ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવીને નવો રેકોર્ડ સજર્યો છે.
એલન રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા આ પરિણામો સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી સર્વોચ્ચ છે અને તેથી સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ અત્યંત ગર્વની વાત છે.
એલન સુવિધા, વ્યકિતગત સંભાળ અને સ્પર્ધાત્મક વાતાવરણ પુરૂ પાડે છે: દ્વિજા પટેલ
એડવાન્સ્ડ પરીક્ષાની તૈયારી માટે દ્વિજા પટેલ છેલ્લા 2 વર્ષથી એલન રાજકોટમાં અભ્યાસ કરે છે.
તે એક તેજસ્વી વિધાર્થીની છે જે હંમેશા અભ્યાસ પ્રત્યે સમર્પિત રહે છે અને જે ક્યારેય તેના કામમાં વિલંબ કરતી નથી. તે મહત્તમ પુનરાવર્તન કરવામાં અને એમસીકયુ આધારિત પ્રશ્ર્નોની મહત્તમ પ્રેક્ટિસ કરવામાં માને છે.
દ્વિજા કહે છે કે તેણે સમયસર તમામ પ્રશ્નોના નિરાકરણ કરી અને એલન રાજકોટના ફેકલ્ટી દ્વારા આપવામાં આવેલ તમામ હોમવર્ક સમયસર કર્યું અને તેનો પ્રિય વિષય ગણિત છે અને આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ ઈંખઘઝઈ 2023 માં પણ તેની પસંદગી થઇ હતી અને 12મા જીએસઈબી બોર્ડમાં તેણે 99.94 પર્સેન્ટાઇલ સ્કોર કર્યો છે.
દ્વિજા તેના શ્રેષ્ઠ મિત્રો અને પરિવારના સભ્યો સાથે વાત કરવાનું અને મનોરંજન માટે ક્યારેક મૂવી જોવાનું પસંદ કરે છે.
તેનું હવે પછી નું લક્ષ્ય આઈઆઈટી મુંબઈમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ઇ.ઝયભવ કરવાનું છે. તેણે કહ્યું કે એલનનું સ્ટડી મટિરિયલ, ટેસ્ટિંગ સિસ્ટમ ખૂબ જ ઉત્કૃષ્ટ અને પરિણામલક્ષી છે અને દરેક ટેસ્ટના ડિજિટલ પૃથ્થકરણથી મને મારા અભ્યાસનું આયોજન કરવામાં ઘણી મદદ મળી છે. દ્વિજા તેની સફળતા તેના પ્રિય પરિવારના સભ્યો અને એલનના તમામ શિક્ષકોને સમર્પિત કરે છે.
પુનરાવર્તન અને પ્રેકટીસ જ સફળતાનું રહસ્ય: અક્ષર ઝાલા
અક્ષર એલન રાજકોટનો 6વર્ષનો વર્ગખંડનો વિધાર્થી છે.તે માને છે કે નિયમિત શિસ્તબદ્ધ અભ્યાસથી તેને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ મળી છે. તેણે યોગ્ય સમયપત્રકનું પાલન કર્યું છે અને તમામ વિષયોને સમાન સમય આપ્યો છે. ઉપરાંત, એલેન રાજકોટના ફેકલ્ટીઓએ મને સમયસર આખો અભ્યાસક્રમ પૂરો કરાવ્યો, જેના કારણે મને રીવીઝન અને પ્રેકિટસ કરવા માટે પૂરતો સમય મળ્યો.
નિયમિત ડાઉટ કાઉન્ટર્સ,અભ્યાસ સામગ્રી પણ મને ખૂબજ મદદરૂપ થઈ છે. એલન રાજકોટ દ્વારા આયોજિત કોમ્પ્યુટરઆધારિત પ્રેકિટસ ટેસ્ટ આપવાથી મને વાસ્તવિક પરીક્ષા માટે પ્રેકિટસ અને સારી રીતે મૂલ્યાંકન કરવાની તક મળી. તેણે પોતાની સફળતાનો શ્રેય તેના પરિવાર અને તમામ ફેકલ્ટી તથા સમગ્ર એલન શૈક્ષણિક પ્રણાલીને આપ્યો છે.12મા સીબીએસઈ બોર્ડમાં તેણે 98.4% સ્કોર કર્યો અને ઈંગખઘ, ઈંગઙઇંઘ, ઈંગઅઘ, ઈંગઈઇંઘ જેવા વિવિધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ્સમાં પસંદગી થયી હતી અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ચેસ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. તે આઈઆ,ટી મુંબઈમાં સીએસઈ બ્રાન્ચમાં એડમિશન મેળવવા ઇચ્છે છે.