ગુજરાત શેફ અને એચ.કે. ઈવેન્ટ દ્વારા આગામી તા.૬ જાન્યુઆરીના રોજ હોટેલ ફર્ન ખાતે ‘શેફ ઓફ ગુજરાત’ લાઈવ કુકીંગ કોમ્પીટીશન અને વર્કશોપ યોજાશે.
આર્ટ ઓફ કુકીંગ દ્વારા શૈફ ઓફ ગુજરાત શિર્ષક હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સેલીબ્રીટી શેફ પંકજ ભદોરીયા, રીપુ દમન, શંકા, પ્રણવ જોષી તેમજ શિવાની મહેતા પોતાની માસ્ટર રેસીપીઝ શીખવશે. જેમાંથી ૩ વિજેતા ને આગળના રાઉન્ડ માટે બોલાવામાં આવશે.
કુકીંગ કોમપીટીશન થતો ઘણી બધી થાય છે.પણ ખાસ આકર્ષણની વાત એ છે કે ગુજરાત શૈફમાં સૌપ્રથમ વાર રાજકોટની વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતી બાળાઓ આ કોમ્પીટીશનમાં પહેલીવાર ભાગ લહી રહી છે.
અને એમને કુકીંગ ફિલ્ડમાં અમે એમને એક ખૂબજ સારો પ્લેટફોર્મ પાઠવીએ છીએ. આ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે રૂ.૩૦૦ ફી રાખેલી છે. વધુ માહિતી હેમલભાઈ મહેતા ૯૦૯૯૦૧૦૧૨૧, પારૂલ બેન નાગડા ૭૮૭૪૨૪૧૧૦૨, જય કાકવાણી ૯૫૭૪૪૨૪૭૫૨ પૂજા ૭૬૯૮૪૪૪૫૪૪, અથવા સોનલ બેન પાટડીયા ૭૫૬૭૩૭૫૯૯૯નો સંપર્ક કરવા જણાવ્યું છે.