- “અબતક” સતત પ્રગતિના પંથે આગળ વધતુ રહે તેવા શુભ આશિર્વચન પાઠવ્યા
ભારતીય સાધુ-સમાજના પ્રમુખ શ્રી મુકતાનંદબાપુએ આજે “અબતક” આંગણે પાવનકારી પધરામણી કરી હતી અને “અબતક” મીડીયાના મેનેજીંગ તંત્રી સતીષકમાર મહેતાએ પૂ. મૂકતાનંદ બાપુને સહર્ષ આવકાર્યા હતા.
તેમજ મુકતાનંદબાપુએ સતીષકુમાર મહેતાને આર્શીવચન પાઠવ્યા હતા. “અબતક” સતત પ્રગતીના પંથે આગળ વધતુ રહે તેવા આર્શીવાદ આપી પવિત્ર માંગલિક ફરમાવ્યું હતુ.
મુકતાનંદ બાપુએ જણાવ્યું હતુ કે, સનાતન ધર્મ એ ભારતીય સંસ્કૃતિની પૌરાણિક ગાથા છે. આવતીકાલે ત્રંબા ભરાડ વિશ્ર્વવિદ્યાપીઠ ખાતે ગુજરાતભરનાં તમામ જિલ્લાના 1 હજારથી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહેશે અને સનાતન ધર્મના રક્ષણ કાજે એક સંતોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.
મુકતાનંદ બાપુએ જણાવ્યું હતુ કે, રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું મોટુ મહાસંમેલન કાલે સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મોટું આયોજન ગુજરાતભરમાંથી સંતો મહંતો મહામંડલેશ્ર્વરો કથાકારો હાજર રહેવાના છે. તેમજ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનનાં અધ્યક્ષ સ્થાન રહેશે.હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતનની સાધુ મહાપુરૂષોની અપમાનજનક ટિપ્પણી સહિત મુદે કાયદાકીય પગલા લેવાનો નિર્ણ અને આગામી યોજનાઓ તેમજ કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવ દેવીઓને નીચા ચિતરતા હોયતેની સામે પગલા લેવાનો પણ નિર્ણય કરાશે.
વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંગઠન રચના પછી દેશવ્યાપી દરકે રાજયોમાં આ સંગઠનની રચના થશે. હિન્દુ ધર્મ સનાતન દેવી દેવતા સનાતન ધર્મોના શાસ્ત્રોના વિષયમાં કોઈપણ વ્યકિત પોતાના પવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તેના ઉપર કાયદાકીય પગલા પણ ભરવામાં આવશે. ધર્મ પરિવર્તનના વિષયમાં આ ટ્રસ્ટ હંમેશા કાર્યરત થશે.વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, સમગ્ર ભારત સનાતન ધર્મને લઈને ચિંતિત છીએ ત્યારે ગુજરાત અને દેશમાંથી નવી કેડી સનાતન ધર્મને લઈને પ્રેરીત થાય અને સનાતન ધર્મના રક્ષણ માટે અકે મંચ પર સંતો ભેગા થવાના છે.ત્યારે આ કાર્યક્રમમાં પૂ. મોરારીબાપુ, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, દીલીપદાસજી, નિર્મળા બા સહિતના અનેક સાધુ સંતો ઉપસ્થિતી આપવાના છે. અને મુખ્ય હેતુ સનાતન ધર્મના રક્ષણનો જ છે.
કાલે ત્રંબા ખાતે સનાતન ધર્મ સંત સંતોષ્ટીનું આયોજન
સનાતન ધર્મ અત્યંત સહિષ્ણુ ધર્મ છે, અને બીજા ધર્મોનો પણ તે એટલો જ આદર કરે છે. સનાતન ધર્મ એટલે ત્રિવિધ, ત્રિમાર્ગ ગામી અને ત્રિકર્મરતના સિધ્ધાંત પર ઉભેલો ધર્મ તે જ સનાતન ધર્મ છે. ત્યારે સનાતન ધર્મના પ્રચારાર્થે કાલે એટલે કે 11 જુનના રોજ સાંજે 4.30 કલાકે ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠ ત્રંબા ખાતે પ.પૂ.શ્રી જગદગુરૂ શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને અને મુકતાનંદ બાપુના યજમાન પદે એક સનાતન ધર્મ સંત સંતોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે ઈન્દ્રપ્રસ્થ નગર, ભરાડ સ્કુલ ખાતે એક પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચાપરડાના મહંત શ્રી મુકતાનંદ બાપુ અન્ય સાધુ તેમજ ભરાડ સ્કુલના સંચાલક ગીજુભાઈ ભરાડ અને જતીનભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ અંગે વિગતો આપી હતી.
સંસ્કૃત્ત ભાષા અને સંસ્કૃત્ત શાળાઓનું મહત્વ વધે તેવા પ્રયાસ: મુક્તાનંદ બાપુ
ભારતીય સાધુ-સંત સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે ધર્મને લગતા કોઇપણ પવન સમાજમાં ઉભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા, ધર્મ સત્તા મળીને સમસ્યાનું નિવારણ કરશે. સનાતન અને હિન્દુત્વના કાર્યને લઇને સમગ્ર ટ્રસ્ટ કાર્ય કરશે તેમજ આગામી સમયમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં સ્થાપના કરાશે. ઉપરાંત ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગ અને સંસ્કૃત્ત ભાષા અને સંસ્કૃત્ત શાળાઓનું મહત્વ વધારવાના પ્રયાસ કરવામાં આવશે.