- સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 11,111 ચેકડેમો સંપૂર્ણ લોક ભાગીદારીથી તૈયાર કરવાનો ટ્રસ્ટનો સંકલ્પ
- સોમવારે સીઝન હોટલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં પ.પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજી, સાંસદ પરશોતમભાઈ રૂપાલા સહિતનાઓ ઉપસ્થિત રહેશે
વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન,જનાવર અને જન જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને એનીમલ વેલફેર બોર્ડના ઓફ ઈન્ડિયાના સભ્ય ડો. ગીરીશ શાહના સંકલન થકી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને બ્રેકર સાથે 80 લાખનું હિટાચી મશીન તા.10, જુન, સોમવારે સાંજે 06-કલાકે, સીઝન્સ હોટલ, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે અર્પણ કરાશે. કાર્યક્રમમાં 5.પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજી (આંતરરાષ્ટ્રીય ક્ધવીનર કુમાર હિન્દુ ધર્માચાર્ય મહાસભા) આર્શીવચન પાઠવશે તથા પરશોતમભાઈ રૂપાલા (સાંસદ), રામભાઈ મોકરીયા (સાંસદ), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય), પૂર્વે કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા ખાસ ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉડા, ઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે તેમજ માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય અને ફળદ્રુપ માટી ચેકડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણી ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતો ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાંખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે.
અત્યારના સમયમાં ફકત રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં ઘણા ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા રીપેર કરવામાં આવે છે. તેમજ અત્યાર સુધીમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 180 થી વધુ ચેકડેમોનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે જેમાંથી અમુક ડેમો રીપેર કરવા, ઉંચા કરવા અને ઉંડા કરવામાં આવે છે અને જેમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના માતૃશ્રીના નામનું ” સરોવર” તથા કાલાવડ રોડ પર તેમજ રાજકોટ શહેરમાં રૈયા રોડ થી નાનામવા વિસ્તારમાં અત્યારસુધીમાં સાત થી વધુ વિશાળ ચેકડેમો બનાવવામાં આવેલ છે. આ રીતે રાજકોટ શહેરમાં વરસાદી પાણી બચાવવામાં માટે કૂવા, બોર રીચાર્જ કરવા જોઈએ છે અને આવા ખુલ્લી જગ્યામાં 125 થી વધુ ચેકડેમો બને તો પાણી પ્રશ્ન સરળ બને.
આગામી સમયમાં ગીરગંગા પરીવાર ટ્રસ્ટનો સૌરાષ્ટ્રનાં 11,111 ચેક ડેમો સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
વર્ષો પહેલા નદી અને તળાવોમાં પાણી હોવાથી ત્યાં આજુબાજુમાં વૃક્ષોથી ભરપૂર પ્રકૃતિ ખીલી ઉઠતી હતી તેથી દરેક પશુ-પક્ષીઓને પીવાના પાણી અને ખોરાક સાથે રહેણાંક મળી રહેતુ હતું. અત્યારના સમયમાં પાણી બોર અને બોટલમાં હોવાથી સંપૂર્ણ પ્રકૃતિનો નાશ થઈ રહયો છે તેનાથી સૃષ્ટિ પરના અનેક જીવોનો પાણીના અભાવે નાશ થઈ રહયો છે અને સર્વે જીવો સાથે માનવ પણ રોગીષ્ટ બનતો ગયો છે.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટના સહયોગી પ્રતાપભાઈ પટેલ, ભીખુભાઈ વીરાણી, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, હરીશભાઈ લાખાણી, અમુભાઈ ભારદીયા, ભરતભાઈ પરસાણા, જયંતીભાઈ સરધારા, ભરતભાઈ ગાજીપરા, બીપીનભાઈ હદવાણી, શંભુભાઈ પરસાણા, કાર્તિકભાઈ પરસાણા, સતીષભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટીયા, દિલીપભાઈ લાડાણી, ઉમેશભાઈ માલાણી, પ્રકાશભાઈ કનેરીયા, ચંદુકાંતભાઈ ડઢાણીયા, અરવિંદભાઈ, ભરતભાઈ શાહ (મુંબઈ), દુર્ગેશભાઈ શાહ (મુંબઈ) રમેશભાઈ ઠકકર, ભરતભાઈ ટીલવા, ગોપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ભુવા, હરીભાઈ ચૌહાણ, અરવીંદભાઈ પાણ, રાજુભાઈ મહેતા તેમજ નાનામોટા પ્રકૃતિ પ્રેમી દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે.જીવદયા પ્રેમી વિજયભાઈ ડોબરીયા,મિતલ ખેતાણી,ધિરેન્દ્ર કાનાબાર સહિતનાઓની ટીમ પણ સતત સહયોગ આપી રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુતપભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા,લક્ષ્મણભાઈ શીંગાળા, ભરતભાઈ પીપળીયા, માધુભાઈ પાંભર, મહેન્દ્રભાઈ કાલરીયા, રતીભાઈ ઠુંમર વિગેરે ની ટીમ સુંદર સંચાલન કરી રહી છે.
આ અંગેની વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. (94272 07868) તથા દિનેશભાઈ પટેલ (મો.98242 38785) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
પાલીતાણા તાલુકાના તમામ ગામડાઓમાં પાણી સંગ્રહ માટે ચેકડેમ તૈયાર કરાશે
હાલના સમયમાં બેંગ્લોર જેવી પરિસ્થિતિ ઉભી ન થાય અને લોકો વરસાદી શુધ્ધ પાણીનું મહત્વ સમજી અને પોતાના જન્મદિવસે, લગ્નદિવસે કે પરીવારના કોઈ સભ્યની પુણ્યતિથી તેમજ પોતાના ઘરે આવતા દરેક પ્રસંગો કાયમી યાદગાર બનાવવામાં માટે પોતાના વતનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવીને સૃષ્ટિ પરના સર્વે જીવોની રક્ષા કરી શકે છે. શહેરની અંદર લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વાર બોર રીચાર્જનું પણ કાર્ય ચાલુ છે.
તેમજ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ગુજરાતનો એક તાલુકો એટલે કે ગુજરાતનું ભાવનગર જીલ્લાનું પાલીતાણા તાલુકાનાં તમામ ગામડાઓમાં વરસાદી પાણી સંગ્રહ કરવા માટે ચેકડેમો તૈયાર કરશે જેનાથી ત્યાંની ધરતી પ્રકૃતિ દ્વારા હરીયાળી બનશે અને સમગ્ર જીવજંતુઓને તેમજ માનવજાતને ખૂબ મોટો ફાયદો થશે તેમજ સમસ્થ મહાજન સમાજ દ્વારા ગાંડા બાવળ મુકત બનાવી, ગૌચર ચોખ્ખું કરી વૃક્ષારોપણ થશે અને 1 લાખથી વધુ પશુધનને ચારો મળશે.