- અબતકના અહેવાલોને લાખો લોકોએ નિહાળ્યા, લોકોએ ઝુંબેશની ભરપૂર પ્રસંશા કરી : તંત્ર પણ આ મામલો ગંભીરતાથી લઈ એક્શન શરૂ કર્યા
અબતક,રાજકોટ સુરેન્દ્રનગર પંથકમાં ધમધમતી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો સામેની અબતકની ઝુંબેશ સોશિયલ મીડિયામાં ગુંજી ઉઠી છે. અબતકના અહેવાલોને લાખો લોકોએ નિહાળ્યા છે.
લોકોએ આ ઝુંબેશની ભરપૂર પ્રસંશા કરી છે.
તંત્ર પણ આ મામલો ગંભીરતાથી લઈ એક્શન શરૂ કર્યા છે.
સુરેન્દ્રનગર પંથકમાં કાર્બોસેલની ખાણોમાં મોતનું તાંડવ થઈ રહ્યું છે. વેલાળા ગામે ગત બુધવારે બનેલી ઘટનામાં એક બાળ શ્રમિકના મોતથી સુરેન્દ્રનગર પંથકમાં ફક્ત આઠ માસના સમયગાળામાં કુલ 12 જેટલી દુર્ઘટના દરમિયાન 20 લોકોના મોત નીપજયાના અહેવાલ મળ્યા હતા.
આ ઘટના સંદર્ભે ‘અબતક’ દ્વારા ગેરકાયદે ધમધમતી કાર્બોસેલની ખાણ અને ખનીજ ચોરીને ઉજાગર કરતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ સુરેન્દ્રનગર ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર જાણે સફાળી જાગી હોય તેવી રીતે થાન પંથકમાં ધમધમતી 100 જેટલી ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગેમઝોન અગ્નિકાંડ જેવી કોઈ મોટી દુર્ઘટના આ ખાણમાં સર્જાઈ નહિ તે માટે અબતક દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય, જેને સોશિયલ મીડિયામાં પણ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. લાખો લોકોએ આ અહેવાલો નિહાળ્યા છે.
અબતક ‘ઇમ્પેક્ટ’: મૂળી પંથકના ગામોમાં ખનીજ ચોરો પર તંત્રની તવાઈ :લાખોનો મુદ્દા માલ ‘સીઝ’
થાન પોલીસે ખાણમાં બ્લાસ્ટ કરવા માટે વાપરવામાં આવતી જીલેટીન સ્ટીક વિસ્ફોટકો ભરેલી બોલેરો કાર ઝડપી સૂત્રધારોને ઝડપી લેવા કર્યા ચક્રો ગતિમાન
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિ અંગે અબ તક મા પ્રસિદ્ધ થયેલા સચોટ અહેવાલને પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હોય તેમ સમગ્ર પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને ખનન ની પ્રવૃત્તિ પર તંત્રએધહોશ બોલાવી દીધી છે.
કોલસાની ખાણોમાં મજૂરોના મોતની શાહી સુકાઈ નથી તેમ છતાં ખનીજ ચોરી ધમધમતી હોવાના અહેવાલોને લઈને તંત્ર સજાગ બન્યું છે મોરબી સિરામિક ઉદ્યોગમાં દરરોજ 1500 ડમ્પરના ફેરા ઠલવાતા હોવાના આક્ષેપ વચ્ચે ખનીજ માફિયાઓ બે રોકટોક અવેધ પ્રવૃત્તિ કરી રહ્યા હોવાના અહેવાલના પગલે આંબરડીના જાગૃત નાગરિકો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ખનીજવિભાગ ને આ અંગેની માહિતીઓ આપતા સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓમાં વ્યાપક પ્રમાણમાં થતી ખનીજ ચોરી સામે તંત્ર હરકતમાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી સંપટ સૂચનાથી મામલતદાર વઢવાણ એ ચુડા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતી ખરીદ પ્રવૃત્તિ અટકાવવા આદેશો આપ્યા હતા આદેશોના પગલે વઢવાણ મામલતદાર પીએમ અટારા અનિરુદ્ધસિંહ ચાવડા, પ્રતિપાલસિંહ ડોડીયા એ 6 જૂનના રોજ સાંજે છ કલાકે ચારડા ગામના પાટીયે વાહન ચેકિંગ દરમિયાન ટ્રક નંબર જીજે13ફડ્ઢ0838 અટકાવી તપાસ કરતા રોયલ્ટી પાસકે વજન ચિઠ્ઠી વગર જ ખનીજ ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. 37 ટન રેતી નો એક લાખ 90 હજારનો મુદ્દામાલ અને રૂપિયા 35 લાખ ના ટ્રક સહિત 36 લાખ 90 હજાર નો મુદ્દામાલ સીઝ કરી લેવામાં આવ્યો હતો અને ટ્રક ની ચાવી સાથે ચુડા પીએસઆઇ ને સમગ્ર મુદ્દા માલ સોંપી દેવાતા ખનીજ ચોર તત્વમાં ફફળાટ ફેલાયો હતો
બોલેરો પીકપ વાનમાંથી જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો
ખાણ માફિયા ઉપર તંત્રની ધોસ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના થાનમાંથી બોલેરો પીકપ માંથી ખાણમાંથી કોલસો કાઢવા માટે કરવામાં આવતા વિસ્ફોટ માટે વપરાતી જીલેટીન સ્ટીક નો જથ્થો ઝડપાયો હતો ભાડુલા વિસ્તારમાંથી બોલેરો પીકપ કાર માંથી વિસ્ફોટકોનો જથ્થો ઝડપાતા થાન પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે જીવતા બોમ્બ જેવા વિસ્ફોટક કાર્બોસોલ ખાણ ના વિસ્ફોટ માટે મંગાવવા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની થાન પોલીસ એ બોલેરો પીકપ ગાડી નંબર લષ 13 ફૂ 89 46 ના ચાલક માલિક અને તપાસમાં જે નામ ખૂલે તેના વિરોધ થાનપુર કે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં લીમડી ડિવાઇસ પી વી એમ રબારી, સહદેવસિંહ ઝાલા, કુણાલભાઈ, ધર્મેન્દ્રસિંહ ,સત્યજીતસિંહ, વસંતભાઈ ,વિરેન્દ્રભાઈ, હસમુખભાઈ અને રેખાબેન મલકિયા સહિત ખાન પોલીસ મથકના સ્ટાફ જોડાયો હતો