એ આપણું સૌથી જુનુ પ્રાચિન જાણીતું રમકડું છે: પ્રાચીન ઢીંગલી માટી, પથ્થર, લાકડું, હાડકા, હાથી દાંત, ચામડું, મીણ કે અન્ય ઉપલબ્ધ સામગ્રીમાંથી બનાવવામાં આવતી હતી
ઇજિપ્તની કબરોમાં લાકડાની ઢીંગલીઓ મળી આવી હતી. ગ્રીક, રોમન બાળકો પણ તેમને લેટેસ્ટ ફેશન અનુસાર પોશાક પહેરાવ્યો હતો:
આધુનિક સમયમાં વિશ્વમાં સૌથી લોકપ્રિય બાર્બી ડોલ્ડ બની ગઇ છે
દરેકના બાળપણના દિવસોમાં ઢીંગલા – ઢીંગલીનું જોડાણ સાથે બાળકોના કલર ફૂલ રમકડા જ હોય છે, ભારતીય સંસ્કૃતિ સાથે વિશ્વની તમામ પ્રાચિન સંસ્કૃતિમાં સૌથી જુનુ રમકડું ઢીંગલી હોય છે. સમયના બદલાવ સાથે બાળકોના વિવિધ રમકડાંનું આગમન થયું પણ તેમાં ઢીંગલા- ઢીંગલી આજે પણ ફેવરીટ છે. પૃથ્વી પર વસતો તમામ માનવી તેની સાથે રમેલો હોય જ છે. ઢીંગલીઓ હજારો વર્ષોથી આપણી માનવ સભ્યતાનો એક ભાગ રહ્યો છે. પ્રાચિન રમકડું ઢીંગલી માટી, પથ્થર, લાકડું, હાડકા, ચામડું, હાથી દાંત, મીણ કે અન્ય ઉપલબ્ધ સામગ્રીમાથી બનાવવામાં આવતી હતી. તેની સાથેનું બાળકોનું જોડાણ પણ વિશેષ જોવા મળે છે, તેથી ઘણાં બાળકો તેને હગ કરીને મીઠી નીંદર માણતા હોય છે.
ઢીંગલીઓનો ઇતિહાસ જોઇએ તો ઇજિપ્તની કબરોમાં લાકડાની ઢીંગલીઓ જોવા મળી આવી હતી. ગ્રીક, રોમન, ઇજિપ્તના એ જમાનામાં બાળકો તેને ફેશન મુજબના વસ્ત્રો પહેરાવતાં હતા. આજના આધુનિક યુગમાં બાર્બી, ડોલ્સ સૌથી લોકપ્રિય બની છે. તે એક બાળકનું રમકડું છે અને બાળક કે માનવ જેવું લાગતું હોય છે. માનવ સંસ્કૃતિના પ્રારંભથી જ તે આપણી સાથે જોડાયેલ છે. ઢીંગલી પથ્થર, માટી, લાકડું, કાપડ, અસ્થિ, કાગળ, રબ્બર અને પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. પવર્તમાન સમય ઢીંગલીના 176 થી વધુ બાર્બી મોડલ ઉપલબ્ધ છે, જેમાં ઇરાન જેવા દેશમાં હિજાબ પહેરેલી બાર્બી પણ મળે છે. આ રમકડાંની દુનિયાનું બજાર 1950 બાદ શરુ થયું છે. અષાઢી અમાસમાં આદિવાસીઓની ક્ધયાઓ ઢીંગલા – ઢીંગલીના પરંપરાગત ગીતો સાથે નદીમાં પધરામણી કરે છે. રાજકોટમાં આવેલ ઢીંગલી ઘરમાં દુનિયાના છ ખંડના 10ર દેશોની 1600 થી વધુ યુનિટ ઢીંગલીઓ ગોઠવાયેલી છે. જયારે નાના બાળકો ઢીંગલા -ઢીગલી સાથે રમતાં હોય ત્યારે આપણી દિનચર્યાની જેમ જ તેને બધી જ ક્રિયા કરાવતાં જોવા મળે છે. ઢીંગલી પડી જાય કે તેને કંઇક અથડાય તો બાળક રડવા લાગે છે. આપણાં બાળ ગીતોમાં તેને વિશેષ સ્થાન આપીને બનાવાય છે. આ રમકડું બાળકોમાં વિવિધ ગુણોના સિંચન સાથે પ્રેમ, હુંફ, લાગણી, શ્રઘ્ધા અને વિશ્વાસ જેવી ઘણી વાતો સમજાવે છે.
તેનો ઇતિહાસ જોઇએ ત્યારે ભૂતકાળની વસ્તુઓ, સુંદરતા, સંસ્કૃતિ, પહેરવેશ વિગેરે બાબતોનો ખ્યાલ આવે છે. પ્રાચિન સમયમાં ઢીંગલીનો ઉપયોગ દેવતા ના પ્રતિક તરીકે પણ થતો હતો. ધાર્મિક વિધિઓમાં પણ તેની મહત્વની ભૂમિકા રહેતી હતી. રમકડાંની દુનિયામાં નવા યુગ સાથે બદલાવ આવતા આજે બોલતી ઢીંગલીઓ આવવા લાગી છે. શાળાઓમાં પણ શૈક્ષણિક રમકડાંમાં તેનું સ્થાન છે. આજે તો તેનો ઉપયોગ એનાટોમિકલી, ડોકટરો, નર્સોને તાલીમ આપવા, બાળકોને જાતીય શોષણ સામે જાગૃતિ લાવવા તેનો સિમ્બોલિક ઉપયોગ થાય છે.
બાળકોના જીવનમાં તે એક મિત્ર તરીકે સમય વિતાવે છે, ઢીંગલી બાળકોને જીવનના મહત્વ પૂર્ણ પાઠ શીખવવામાં મદદ કરીને બાળકોની એકલતા, ઉદાસી દૂર કરીને આનંદ આપે છે. કાપડની ફાજલ સામગ્રીમાંથી ઘરે બનાવેલ ડોલ્સ પણ ઘરનું સદસ્ય ગણાય છે. રોમન સામ્રાજય બાદ ગ્રેટ બ્રિટનમાં પણ પાંચમી સદીમાં આવી ઢીંગલીઓ જોવા મળતી હતી. આજે બજારમાં વિવિધ આકારો, રંગો, કદના આકર્ષણ સાથે ઢીંગલીઓ મળે છે. બાર્બીને 1959માં અમેરિકન રમકડા કંપની મેટલ દદ્વારા બહાર પાડવામાં આવી હતી.
View this post on Instagram
વિશ્વના ઘણાં દેશોમાં વાર્ષિક ઢીંગલી ઉત્સવ પણ યોજાય છે. દરેક દેશની ઢીંગલીની સંસ્કૃતિ અલગ વિશેષતા સાથે જોવા મળે છે. જાપાનીઓની કાગળની ઓરેગામી કલામાં પણ ઢીંગલી મોખરે આવે છે. વિશ્વની ઘણી સંસ્કૃતિમાં કાગળની કલા પ્રચલિત હોવાથી પેપર ડોલ જાણીતી બની હતી. 18મી સદીમાં કાગળની ઢીંગલી ખુબ જ લોકપ્રિય હતી. ઢીંગલીઓના વિવિધ પ્રકારોમાં સેબિબ્રિટી ડોલ્સ, ફેશન ડોલ્સ, ઢીંગલી, પૂતળા, ભૂતિયા ઢીંગલી, પપેટ, સ્ટફડ રમકડાં, રમકડાની મૂર્તિ, લાકડાની ઢીંગલી, પ્લાસ્ટિક કે રબ્બરની ડોલ્સ જેવી ઘણી બજારોમાં ઉપલબ્ધ છે. વિશ્વની દરેક ઢીંગલી પોતાની એક આગવી સ્ટોરી ધરાવે છે. ઢીંગલીને તમે જયારે નિરખો ત્યારે તેના ભાવ વાહી ચહેરો, આંખો ઘણું બધુ કહી જાય છે. મનમાં વિવિધ ભાવો રજુ કરતી ઢીંગલીઓ પણ બજારોમાં જોવા મળે છે. ઢીંગલીમાંથી આજના યુગમા ટેડી ચલણમાં આવી ગયા છે. નાની મોટી ઢીંગલીઓનો સેટ, ઇલેકટ્રોનિક ઢીંગલી, રોતી-હસતી ઢીંગલી પણ હવે તો જોવા મળે છે.
ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી
નાનકડા ટબુકડા બાળ મિત્રો માટે ઢીંગલા-ઢીંગલીના રમકડા પોતાના જીવ કરતાં વિશેષ વ્હાલા હોય છે. બાળ મનોવિજ્ઞાન પણ તેના આ એટેચમેન્ટને ઘણાં બધા ગુણોની ખીલવણી માટે અગત્યનું ગણે છે. વિશ્વની 6 હજાર ઢીંગલીઓની વિવિધ તસ્વીર વાળી બુક પણ ખુબ જ પ્રચલિત થઇ ગઇ છે. આજની ઢીંગલીઓમાં વસ્ત્રો, પગરખા, આંખ, કાન, વાળ, ચહેરાના નમુના વિગેરેમાં તેની ગુણવતા નંબર વન સાથે આવી રહી છે. તે બાળકોના બાલ જીવનમાં અર્થ પૂર્ણ રીતે લાંબા ગાળાના સંબંધો બનાવે છે. આપણી ઘણી બાળવાર્તા, બાળગીતો, ફિલ્મોમાં તેને વિશેષ સ્થાન અપાયું છે. આજે તો ઘણા સેવાભાવી લોકો જુના રમકડાંનું દાન લઇને અન્ય જરુરીયાત મંદ બાળકોને ભેટ આપીને હજારો બાળકોના ચહેરા પર સ્મિત લાવે છે. નાના બાળકોના જન્મદિવસ અવસરે ભેટ- સોગાદ કે રીટર્ન ગીફટમાં ઢીંગલા-ઢીંગલી પણ નજરે પડે છે.