• મેયર નયનાબેન પેઢડીયા ફિલ્ડમાં ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેકસની કરી વિઝીટ પ્રોજેકટનું રિવ્યુ કરી જરુરી સુચના આપતા નયનાબેન પેઢડીયા
  • મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા કચેરીએ થયા હાજર: શાસક નેતા લીલુબેન જાદવ હજુ આરામમાં

લોકસભાની ચૂંટણીની લાંબી આચાર સંહિતા પૂર્ણ થતાની સાથે જ આજે તમામ સરકારી વિભાગો ફરી ધમધમતા થઇ ગયા છે. કોર્પોરેશનના મુખ્ય પાંચ પૈકી ચાર પદાધિકારીઓ આજે સમયસર કચેરીએ આવી ગયા હતા. તેઓને સરકારી ગાડીની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. આજથી વિકાસ કામોનો ધમધમાટ ફરી શરૂ થઇ ગયો છે.

ગત માર્ચ માસમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવતા છેલ્લા ત્રણેક મહિનાથી આચાર સંહિતા અમલમાં હોવાના કારણે કોર્પોરેશન કચેરીમાં સન્નાટો જોવા મળતો હતો. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે કચેરીએ આવતા ન હતા. દરમિયાન ગઇકાલે સાંજે આચાર સંહિતા પૂર્ણ થઇ જવા પામી છે. આજે સવારે મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર અને શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા સમયસર કોર્પોરેશન કચેરીએ આવી ગયા હતા. તેઓએ અરજદારોને સાંભળ્યા હતા અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. જો કે, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવએ આજે પણ કચેરીએ આવવાની તસ્દી લીધી ન હતી. છેલ્લા ત્રણ મહિનાથી વિકાસ કામો બ્રેક લાગી જવા પામી છે. દરમિયાન આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં અનેક દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આજથી કોર્પોરેશનની કચેરી ધમધમતી થઇ ગઇ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોન વિસ્તારના રમતવીરોને પણ પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર વોર્ડ નં.12માં આવેલ મવડી વિસ્તારમાં ‘ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ’ બનાવવામાં આવી રહ્યું છે. આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા શહેરમાં ચાલુ પ્રોજેક્ટની કામગીરીનું રીવ્યુ કરવામાં આવ્યું હતું.

આ ‘ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ’ 11,831.00 ચો.મી.જગ્યામાં 9500 ચો.મી.નું બાંધકામકરવામાં આવનાર છે. જેનો અંદાજીત ખર્ચ રૂ.22.33 કરોડ થનાર છે.  આ ‘ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ’1200 લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળું બનશે તેમજ ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, કબડ્ડી માટેનું ગ્રાઉન્ડ તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં કોમન એડમિનીસ્ટ્રેશન એરીયા, વેઇટિંગ એરિયા, પ્લે ગ્રાઉન્ડ એરિયામાં બેડમીંટન રમત માટે છ કોર્ટ અને એક મલ્ટી ગેઈમ કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, આર્ચરી, બે સ્ક્વોશ કોર્ટવગેરે પ્રથમ માળ પર મહિલા અને પુરૂષો માટે અલગ અલગ જીમ, યોગા, શુટિંગ રેન્જ, ચેસ, કેરમ વગેરે રમતો રમી શકાય તે મુજબની સુવિધાજનક બનાવવામાં આવનાર છે.

મેયર નયનાબેન પેઢડીયા દ્વારા આજરોજ આ ‘ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ’ નિર્માણાધીન કામગીરીનું દ્વારા સંબંધિત વિભાગના સિટી એન્જીનિયર, નાયબ કાર્યપાલક ઈજનેર, કર્મચારીઓ, આ કામની એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી, પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી, સમયમર્યાદા, થયેલ કામગીરી, બાકી રહેતી કામગીરી, પ્રોજેક્ટ મેપ, સંબંધી બાબતોનું તલસ્પર્શી રીવ્યુ કરવામાં આવેલ.તેમજ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા, પ્રોજેક્ટની કામગીરીની ગુણવત્તામાં કોઇપણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતે અધિકારી તથા એજન્સીને ખાસ સુચના આપવામાં આવેલ અને તાકીદ કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.