• આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 94 ગોલ ફટકાર્યા છે : રમત ગમત અને ફિલ્મ સેલિબ્રિટીઓએ પાઠવી શુભેચ્છાઓ
  • આંતરરાષ્ટ્રીય ફુટબોલને છેત્રીની અલવિદા
  • ભારતની ફૂટબોલ ટીમે અહીં ગુરુવારે 2026ના ફિફા વર્લ્ડ કપ માટેની ક્વોલિફાઇંગ મેચમાં કુવૈતની ચડિયાતી ટીમને વિજયથી વંચિત રાખી હતી.

ભારતે કુવૈત સાથેની મેચ 0-0થી ડ્રો કરાવી હતી.કેપ્ટન સુનીલ છેત્રીની આ છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હતી અને એમાં તેણે પરાજય ટાળીને ટીમમાંથી વિદાય લીધી હતી. 39 વર્ષનો છેત્રી ઇન્ટરનેશનલ ફૂટબોલમાં દિગ્ગજ ખેલાડીઓ પછી 94 ગોલ સાથે ચોથા સ્થાને છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (128 ગોલ), અલી દાઇ (108) અને લિયોનેલ મેસી (106) પહેલા અનુક્રમે ત્રણ સ્થાને છે.કુવૈત સાથેની મેચ ડ્રોમાં જતાં ભારતના માત્ર પાંચ પોઇન્ટ છે એટલે ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પહોંચવું ભારત માટે ખૂબ મુશ્કેલ છે.ભારતે હવે એણે 11મી જૂને એશિયન ચેમ્પિયન કતાર સામે રમવાનું છે. છેત્રીએ 16મી મેએ રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે ફિફાએ તેને લેજ્ન્ડરી ખેલાડી તરીકેનું સન્માન આપ્યું હતું. છેત્રી હજી બે વર્ષ સુધી ક્લબ-સ્તરિય ફૂટબોલ સ્પર્ધામાં રમતો રહેશે.

ભારતીય કેપ્ટન તેની છેલ્લી મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહોતો. આમ છતાં સ્ટેડિયમ છેત્રી-છેત્રીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. મેચ બાદ છેત્રીની વિદાય સમયે ભારત અને કુવૈતના ખેલાડીઓએ ઉભા થઈને તાળીઓ પાડી હતી. સુનીલ છેત્રીએ વર્ષ 2002 માં મોહન બાગાન સાથે તેની વ્યાવસાયિક ફૂટબોલ કારકિર્દીની શરૂઆત કરી હતી. સોલ્ટ લેક સ્ટેડિયમ, કોલકાતા એ મોહન બાગાનનું હોમ ગ્રાઉન્ડ છે. વિશ્વ ફૂટબોલના ’સ્લીપિંગ જાયન્ટ્સ’ તરીકે ઓળખાતા દેશની ફૂટબોલની આશાને વેગ મળ્યો છે. 150 મેચોમાં 94 ગોલ અને એક ડઝન ટ્રોફી સાથે, ભારતીય કેપ્ટન ભારતીય ફૂટબોલનો ૠ.ઘ.અ.ઝ એટલે કે સર્વકાલીન મહાન છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.