- પ્રેમ પ્રકરણમાં બહેનનું અપહરણ કરી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી’તી
રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા ફાઇનાન્સર બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પરિવારમાં પ્રેમપ્રકરણ મામલે સગી બહેનનું અપહરણ કરીને ઝેરી દવા પીવડાવી જાનથી મારી નાખી બારોબાર અગ્નિસંસ્કાર કરી નાખવાના સાત વર્ષ પહેલાના ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે બે સગાભાઈ સહિત તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં સૌરાષ્ટ્રના કેન્દ્ર સોસાયટીમાં રહેતા ફાઇનાન્સ અને બિલ્ડીંગ બીસુભાઈ બહાદુરભાઈ વાળાએ દિકરાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેની ટુંક વિગત અનુસાર, ગઈ તા.25/ 05/ 2017ના રોજ આશરે 8 વાગ્યેની આસપાસ બીસુભાઈને ઘરે કામ કરતા નાથાભાઈ બીજલભાઇએ જાણ કરી હતી કે તેઓના દીકરાઓ બીરેનભાઈ તથા રાજવી2ભાઈ તેના ત્રણ ભાઈબંધ ફોરવ્હીલ ગાડી લઈ ઘરે આવી અને તેમની દીકરી પૂનમ તથા તેમના પત્નિને પરાણે ગાડીમાં બેસાડી જતા રહ્યા હતા. આથી તુરંત બીશુભાઈ, ડ્રાઈવર મહેન્દ્રસિંહ, મામા ઘેલુભાઈ બંને દિકરા તથા તેના બંને મીત્રો સાથે માં અને દિકરીને કયાં લઈ ગયા હશે તે બાબતેની શોધખોળ કરતા હતા. આ દરમ્યાન બિશુભાઈ ઉપર તેમના પત્નિનો મોબાઈલ ફોન આવતા તેમાં “પુત્રીને લઈને બીરેન તથા રાજવી2 તથા તેના મીત્રો તેમના પત્નીને કોઠારીયા પાસે ઉતારીને જસદણ તરફ ગયેલ હોવાનું અને પૂનમબહેનને વિદેશ ન જવા માટે સમજાવવા માટે જસદણ લાવેલા અને બેનને વધારે ગુસ્સો આવતા તેણે દવા પી લીધેલી છે. અરવીંદભાઈની ખાનપરવાળી વાડીએ પુનમબેન મરણ ગયેલ હતા અને મૃતદેહ લઈને સીધા ભંગડા જઇ બપોરના એકાદ વાગ્યે જસદણના હરેશભાઈ તથા દિપકભાઈ બીશુભાઈના બંને દિકરા બીરેન તથા રાજવીર વગેરેએ મૃતક પૂનમબેનની ભંગડા ખાતે સ્મશાન યાત્રા કાઢી લાશને સ્મશાનમાં લઈ જઈ અંતિમવિધિ ચાલુ હતી, તે દરમ્યાન અને બિશુભાઈ અને તેમના પત્નિ ભંગડા ગામે પહોચેલ, આથી બિશુભાઈએ તેઓની ફરીયાદમાં વધુમાં જણાવેલ હતું કે લોકોની વાતોમાંથી તેમને જાણવા મળેલ કે તેમની દિકરીનું પ્રેમ પ્રકરણ હોય તેઓના બંને દિકરાઓને તે વાત ગમતી ન હોય અને પોતે સમાજમાં બદનામ થશે, તેથી પૂનમબેનને રાજકોટ ખાતેના તેઓના ઘરેથી બંને દિકરાઓ બીરેન અને રાજવીર તથા તેના મિત્રો રઘુ નટુભાઈ ગીડા, જસદણવાળા, ગૌતમ વજુભાઈ વાળા દડવાગામવાળા, મહેશગીરી ઉર્ફે મામુ (રહે જુનાગઢ) વગેરેએ પુનમબેનનું અપહરણ કરી જસદણ ગામની સીમમાં અરવિંદભાઈની વાડીએ લઈ જઈ બળજબરીથી ઝેરી દવા પીવડાવી તેનું મોત નીપજાવેલ હોય તેમજ ફરીયાદી બીશુભાઈની સંમંતી વિના લાશના અગ્નિસંસ્કાર કરી નાખ્યાની ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદના કામે પોલીસે તપાસ દરમ્યાન ઉપરોકત આરોપીઓની અટક કરેલ હતી. તપાસનાં અંતે પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું. કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા માટે આવતા ફરીયાદપક્ષે કુલ 44 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા તથા કુલ 31 સાહેદોને તપાસવામાં આવેલ. તે દરમ્યાન ગૌતમભાઈ વજુભાઈ વાળા આરોપીનું ચાલુ કેસ દરમ્યાન મૃત્યુ થતા તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવેલ હતો. બીજી તરફ બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં ફરીયાદી કે કોઈ સાહેદ નજરે જોનાર ન હોવાથી ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપેલ નથી. તેમજ તમામ સાહેદો મરણજનારના કુંટુંબીજનો છે. મરણજનારને આરોપીઓએ દવા પીવડાવેલ હતી તે અંગેનો એક પણ પુરાવો સાબીત થયેલ નથી.
જે તમામ રજૂઆતો દલીલો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા ચુકાદામાં એવું અવલોકન કરેલ હતું કે, ફરિયાદપક્ષ તરફે રજુ થયેલી સમગ્ર પુરાવો તેમજ તે સંબંધે કરવામાં આવેલી ચર્ચાને ધ્યાને લેતા, મરણ જનારનુ મૃત્યુ કુદરતી મૃત્યુ ન હતું. પરંતુ આરોપીઓ મરણજનાર પૂનમબેનનું મોઢુ પકડી મરણજનારને ઝેરી દવા પીવડાવી તેનુ મોત નીપજાવી ભા2તીય દંડ સંહિતાની કલમ 302, 364 તથા 120(બી) મુજબનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ હોવાનુ પણ પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ સદંતર નિષ્ફળ રહેલ હોવાનુ જણાઈ આવે છે. અવલોકન કરી તેમજ બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલા વડી અદાલતના તેમજ સર્વોચ્ચ અદાલતનાં વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ એડી. સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં તમામ આરોપીઓ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત, ગૌરાંગ ગોકાણી વિગેરે એડવોકેટ તરીકે રોકાયા હતા.