- ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ
રાજકોટ: વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છ તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. 1973માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે.
વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે ભારત સહિત 143થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે, આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન-સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે. બ્રહ્માકુમારીઝ દ્વારા યોગિક ખેતી અને ગૃહ વાટિકા પ્રશિક્ષણ કાર્યક્રમ હજુ ગયા અઠવાડિયે જ યોજાયો હતો. જેમાં સાત્વિક ખેતી અને હર ઘર બગિયા, હર ઈન્સાન બાગબાન….ની થીમ પર સામાજિક પારિવારિક પ્રાકૃતિક ક્રાંતિ માટે સહુ કોઈને આહવાન કરાયું હતું.
બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરિત ક્રાંતિના ભાગ રૂપે બીજ બેંકની મંગલ શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કરાયું હતું. વૃક્ષ પ્રેમી – પ્રકૃતિ પ્રેમીઓને રોપા વિતરણ પણ કરાયું હતું. પર્યાવરણ બચાવો પર પ્રેરણાદાયી સ્પીચ, પ્રતિજ્ઞાઓ, મૌન રેલી – નારા વગેરે દ્વારા પ્રકૃતિની રક્ષા અર્થે શુભ સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. દરેક સેવા કેન્દ્ર પર બ્રહ્મા વત્સ દ્વારા ધરતીની હરિયાળી બરકરાર રાખવા સંકલ્પ લેવાયા હતા.
બ્રહ્માકુમારીઝ દ્વારા વર્લ્ડ બાયસીકલ ડે ની પણ ગત 3 મે ના રોજ સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. સહુએ બાયસીકલ વીરોનું પુષ્પ વર્ષાથી અભિવાદન કર્યું હતું. રાજકોટના પંચશીલ સેવા કેન્દ્ર દ્વારા સતત ઈશ્વરીય સંદેશ પ્રસરાવવાના કાર્યક્રમ થતા રહે છે.