૨૦૧૭નો કાઉન્ટડાઉન શરુ થઇ ચુંક્યા છે ત્યારે લોકો ૨૦૧૭ને bye bye કહેવા અને ૨૦૧૮ને welcomeકહેવા તત્પર બન્યા છે. તો આવો જોઇએ એવી કેટલીક મહત્વ ઘટનાઓ જે ૨૦૧૮ આકાર લેશે.

– શિયાળું રમત : ૯ કોરીયામાં વિન્ટર ઓલમ્પીકની શરુઆત થશે જે ૨૫ ફ્રેબુઆરીનાં સમાપ્ત થશે. જેમા નોર્થ કોરિયાનાં ન્યુક્લિઅર મિસાઇલ પ્રોગ્રામ એક સમસ્યારુપ છે.

– ૬૦૦ વર્ષ જુના કેસ્ટ્રો યુગનો અંત : ૨૪ ફેબ્રઆરીનાં આઇલેન્ડમાં રાજ કરતાં ૬૦૦ વર્ષ જુના રાઉલ કેસ્ટ્રો યુગનો અંત આવશે.

– શું પુતીનની ચોથી ટર્મ આવશે …. ?

૧૮ માર્ચ, રશીયાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન બાદ પુતિનને ચોથી ટર્મ હાંસિલ થશે ખરી….?

– ઇરાકમાં વોટીંગ

૧૫ માર્ચ, ઇરાક કાયદાકીય અને પ્રાંતિય સ્તરની ચુંટણી ઇસ્લામીક રાષ્ટ્રમાં પ્રથમવાર આકાર લેવા જઇ રહી છે.

– જાજરમાન લગ્ન :

૧૯ મે….બ્રીટન, વિન્ડસનાં કિલ્લામાં પ્રીન્સ હેરી યુ.એસ.ની અદાકારા મેઘન માર્કલ સાથે ભવ્ય રીતે લગ્ન કરશે.

– ફુટબોલ ફાઇનલ્સ :

૧૫ જુલાઇ, રશિયામાં ૧૪ જૂન ૨૦૧૮થી ૨૦૧૮ ફુટબોલ વર્લ્ડ કપની શરુઆત થશે અને ૧૫ જુલાઇએ ફાઇનલ રમાશે.

– ડોનાલ્ડ ટ્રમ્પની કસોટી :

૬ નવેમ્બર, યુએસમાં ચુંટણી યોજાશે જે પહેલીવાર એક મહત્વની સાબિત થશે અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ ચુનોતી સમાર રહેેશે.

– કટોકટીનાં સમયમાં વેનેઝુઆલા મત આપશે.

ડિસેમ્બર : વેનેઝુએલામાં પ્રધાનમંત્રી માટે ચુંટણી યોજાશે પરંતુ મહત્વની વાત છે કે વેનેઝુએલા રાષ્ટ્ર અત્યારે રાજકીય અને આર્થિક કટોકટીમાં કેવું મતદાન કરશે.

– પરિયાવરણ : એક હકિકતની પળ.

૩ ડિસેમ્બર, પોલેન્ડમાં COP24પરિયાવરણીય સમીટ યોજાશે. જેમાં પેરીસનાં વાતાવરણને લગતા મહત્વના નિર્ણયો આવવાની આશા છે.

– ડી.આર. કોન્ગોમાં મોડુ મતદાન ૨૩ ડિસેમ્બર, ડેમોક્રેટીક રપીબ્લીક ઓફ કોન્ગ્રોમાં પ્રેસીડેન્શીયલ ચૂંટણી બે વર્ષનાં વિલંબ બાદ યોજાવા જઇ રહી છે. જેમાં પ્રધાનમંત્રી જેસેફ કાબીલાની કાર્યકાળની એક્સપાઇયરી પણ આવી ચુંકી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.