આજે રોહિણી નક્ષત્રમાં શનિ મહારાજની જયંતી છે. આજે વૈશાખ વદી અમાસ છે. શનિ જયંતીની ઉજવણી ઠેર ઠેર પૂજન અર્ચન અને શ્રધ્ધાભાવ સાથે થશે. રાજકોટમાં જ્યુબેલી બાગમાં નવગ્રહ મંદિરમાં આજે શનિ જયંતિની નિમિત્તે લોકો સવારથી જ કતારમાં ઉભા રહીને શનિદેવની આસ્થા અને ભક્તિ સાથે શનિદેવની સમક્ષ શનિના બીજ મંત્રો, પૂજા, ધ્યાન અને દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. નાની-મોટી પનોતીના જાતકોએ આજે શનિદેવની પૂજા-અર્ચના કરવી લાભદાયક છે.
રાજકોટમાં અન્ય વિસ્તારોમાં તથા મહાદેવના મંદિરોમાં પણ શનિ મહારાજ, હનુમાનજી મહારાજ દેરીમાં બિરાજતા હોય છે. આજે શનિદેવની કૃપા મેળવવા લોકો સવારથી જ શનિદેવના મંદિરે જઇને ભક્તિ કરશે. રોહિણી નક્ષત્રમાં શનિ જયંતિ આવતી હોવાથી ધાર્મિક કાર્યો કરવા માટે ખૂબ જ સારો અને શ્રેષ્ઠ સમય છે.
આ દિવસે કાળા વસ્ત્રો, અડદના કાળા દાણા વગેરેનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે. શનિ જયંતિનો તહેવાર શનિદેવના ભક્તો માટેનો ખાસ દિવસ છે.
શની પનોતી ધરાવનાર વ્યક્તિ માટે આ દિવસે પૂજા પાઠ અને વ્રત કરવું જોઈએશનિવારના ઉપવાસ કે એકટાણું કરીને શનિદેવની ભક્તિ અત્યંત લાભદાયક રહે છે આજે ના દિવસનું પણ વિશેષ મહત્વ છે તેમ હિંદુ ધર્મમાં શનિ જયંતિના દિવસે શનિદેવ માટે દાનનું મહત્વ જણાવાયું છે. કાળા અડદની દાળા, કાળા ચપ્પલો, કાળા તલ, કાળી છત્રી, કાળા વસ્ત્રોનું દાન કરવું જોઇએ. આજે શનિદેવની સાથે હનુમાનજીની પૂજા પણ લાભકારી છે.
શનિ જયંતીના હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ કરવા, શનિ જયંતીના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિ જયંતિએ એક મહત્વપૂર્ણ પર્વ છે.
આ દિવસનો શનિભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા-અર્ચના, ઉપાસના અતિ લાભદાયી બને છે.
હાથલા શનિદેવ મંદિરનું વિશેષ મહત્વ
દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ હાથલા શનિદેવ મંદિર. હાથલા ગામમાં આવેલા આ સ્થળને શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે. આજે વૈશાખ વદ અમાસ શનિ જયંતિ હોવાથી આ મંદિરમાં શનિદેવને રીઝવવા દેશ વિદેશમાંથી ભક્તો વહેલી સવારથી કતાર લગાવી રહ્યાં છે.પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે. ભક્તોને આજે ભારે ભીડ ઉમટશે.