• કુરિયર કંપનીમાં કામ કરતા ત્રણ લોકોએ  લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરી કર્યા બાદ ઓફિસને સળગાવી 
  • પોલીસે 3 ની ધરપકડ કરી 35,51,920નો મુદ્દામાલ જપ્ત કર્યો 

સુરત ન્યૂઝ : સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાંડેસરાના દક્ષેશ્વર મંદિર નજીક આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લોટ નંબર 16માં બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામની કંપનીમાં 3 જૂન 2024ના રોજ આગની ઘટના બની હતી. આ ઘટનાને લઈને ઉધના પોલીસ દ્વારા જાણવાજો દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમ કુરિયરની ઓફિસ પર તપાસ કરવા માટે પહોંચી હતી ત્યારે પોલીસને કેટલીક બાબતો પર શંકા ગઈ હતી. કારણ કે ઓફિસમાં રહેલા ડ્રોઅરના ખાનાના લોક તૂટેલા જણાયા હતા અને ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે કંપનીમાં સિક્યોરિટીવ તરીકે કામ કરતા ગોપાલરાવ બની સિટીની પૂછપરછ કરી હતી.

શરૂઆતમાં ગોપાલે પોલીસને ભરમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને ગોપાલ પર શંકા જતા પોલીસ દ્વારા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને તેને કંપનીના સુપરવાઇઝર જાવેદ અલીના કહેવાથી બદરૂ આહિર અને જાવેદ અલી સાથે મળીને કંપનીમાં ચોરી કર્યા બાદ કંપનીમાં આગ લગાડી હોવાનું તેને કબુલાત કરી હતી.

આ સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા કંપનીમાં સિક્યુરિટીવ તરીકે કામ કરતા ગોપાલરાવ બનીસીટીએ કંપનીમાં બે દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગેલા બદરૂ આહિર તેમજ કંપનીના સુપરવાઇઝર જાવેદઅલી સૈયદની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી પાસેથી 35,51,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

35 લાખના મુદ્દામાલમાં 8,25,920 રૂપિયાની રોકડ રકમ અલગ અલગ કંપનીના 26,96,000 રૂપિયાના 40 મોબાઇલ એક ડીવીઆર તેમજ એક લેપટોપનો સમાવેશ થાય છે.

આ સમગ્ર મામલે ગોપાલે પોલીસને જણાવ્યું હતું કે, કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા જાવેદઅલી દ્વારા ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને ચોરી બાદ આગ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર ઘટના આગની કહી શકાય. ગોપાલે એવું પણ જણાવ્યું હતું કે, તેને ડ્રાઇવર તરીકે કામ કરતા બદરૂ આહીરને તેના ખોટા ડોક્યુમેન્ટો બનાવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી અપાવી હતી અને ત્યારબાદ આ ત્રણેય સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉ blue dart એક્સપ્રેસ કંપનીની અથવા નાનપુરા ટીમલીયાવાડની ઓફિસ પર પણ આ જ પ્રકારની સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને ચોરી કરી હતી. આ ઘટનાને લઈને 26 ડિસેમ્બર 2023ના રોજ અઠવા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ પણ દાખલ થઈ હતી. આરોપીઓએ દુકાનમાંથી ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાડી 46,47,574 રૂપિયાનું નુકસાન કર્યું હોવાની પણ કબુલાત કરી છે. આમ ઉધના પોલીસે કુરિયર કંપનીમાં લાગેલી આગમાં ગંભીરતાથી તપાસ કરીને ચોરીની ઘટનાને અંજામ આપનારા કંપનીના જ ત્રણ કર્મચારીની ધરપકડ કરી છે.

ભાવેશ ઉપાધ્યાય 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.