Table of Contents

  • 2.75 લાખની જંગી લીડ સાથે ભાજપ ઉમેદવાર ચંદુભાઇએ મેળવી જીત

સુરેન્દ્રનગર લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. સુરેન્દ્રનગર લોકસભા સીટ અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા ત્યારે લોકસભા સીટ પણ ભાજપના હાથમાં જ રહે તે સ્પષ્ટ છે. સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્રમાં કુલ 7 વિધાનસભા મતક્ષેત્રનો સમાવેશ થાય છે, જેમાં:- વિરમગામ, ધંધુકા, દસાડા, લિંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા સામેલ છે.

આજે સવારથી એમપી શાહ કોલેજ ખાતે મળ ગણતરીનો પ્રારંભ થયો હતો ત્યારે તમામ જિલ્લા અને તાલુકા મથક હોય મતગણતરી ની પેટીઓ ખોલવામાં આવી હતી ત્યારે સવારથી જ વધઘટ વચ્ચે ભાજપ આગળ રહી હતી અને અત્યારે જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે સ્પષ્ટપણે ચંદુભાઈ સિહોરા ની જીત થઈ છે જેઓ હાલમાં અંદાજિત 2,75 લાખ જેટલા મતોથી જીત મેળવી અને ભાજપના કાર્યકરો અને ધારાસભ્યો સાથે ખુશી વ્યક્ત કરી છે ત્યારે બીજી બાજુ ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સહિતના મતગણિતના સ્થાન ઉપર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ભાજપના જ્યારે કપડાં જટાણ વર્તાઈ રહ્યા હોવા છતાં પણ એક પણ ફેક્ટર ભાજપ સામે કામ ન આવ્યું હોય તેવી સ્પષ્ટપણે બહુમતી પ્રાપ્ત કરી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આટલો મોટો વિરોધનો જુવાર જોવા મળ્યા હોવા છતાં પણ ભાજપના ચંદુભાઈ સિહોરા 2,75 લાખ જેટલા મતોથી વિજય પ્રાપ્ત કરી અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે હાલમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની ઘટનાને ધ્યાનમાં લઇ અને ભાજપે ઉજવણી મોકૂફ રાખી છે અને તેમના કાર્યકરો સાથે જીતનો જસ ન મનાવવાનું પણ મોકૂફ રાખ્યું છે ત્યારે હાલમાં ફરીવાર હાથ સુરેન્દ્રનગર જિલ્લાની સીટ ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે 17 રાઉન્ડના અંતે ભાજપની જીત નિશ્ચિત પણે જોવા મળી હતી ત્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા ની હાર થયેલ છે અને ભાજપના ચંદુ શિહોરા ની જીત ભાજપમાંથી થઈ છે

સુરેન્દ્રનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો

1 અશોકભાઈ ડાભી          બસપા

2 ચંદુભાઈ શિહોરા           ભાજપા

3 ઋત્વિકભાઈ મકવાણા      કોંગ્રેસ

4 નિલેશભાઈ ચાવડા         રાષ્ટ્ર નિર્માણ પાર્ટી

5 દિલીપભાઈ મકવાણા      ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી

6 દેવેન્દ્ર મહંત ગંજ          સત્યની જનતા પાર્ટી

7 મધુસુદન પટેલ            મિશન ઓલ ઈન્ડિયા

 ઈન્ડિપેન્ડન્ટ જસ્ટિસ પાર્ટી

8 અશોક રાઠોડ               અપક્ષ

9 આનંદભાઈ રાઠોડ          અપક્ષ

10 ક્રુષણવદન ગેડિયા        અપક્ષ

11 જે. કે. પટેલ             અપક્ષ

12 દેવરાજભાઈ ઝાલા       અપક્ષ

13 રમેશભાઈ કોળી          અપક્ષ

14 વિનોદભાઈ સત્રોતિયા   અપક્ષ

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર 55.09 ટકા મતદાન થયું હતું

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું.સુરેન્દ્રનગરમાં કુલ 55.09 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ચોટીલામાં 57.69 ટકા, દસાડામાં 57.50 ટકા, ધંધુકામાં 50.88, ધાંગ્રધામાં 55.49 ટકા, લીંમડીમાં 53.20 ટકા, વિરમગામમાં 56.41 ટકા અને વઢવાણમાં 54.57 ટકા મતદાન નોંધાયું હતું.

  • 2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપુરાનો કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 2,77,437 મતોથી વિજય મેળવ્યો હતો. ડો. મહેન્દ્ર મુંજપુરાને 58.63 ટકા અને સોમાભાઈ પટેલને 32.88 ટકા વોટ મળ્યા હતા.

લોકસભા ચૂંટણી સુરેન્દ્રનગર બેઠક પર ચૂંટાયેલા સાંસદ

1962 – ઘનશ્યામ ઓઝા (કોંગ્રેસ)

1967 – મેઘરજી (સ્વતંત્ર પાર્ટી)

1971 – રસિકલાલ પરીખ (કોંગ્રેસ)

1977 – અમીન રામદાસ કિશોરદાસ (જનતા પાર્ટી)

1980 – દિગ્વિજય સિંહ ઝાલા (કોંગ્રેસ)

1984 – દિગ્વિજય સિંહ ઝાલા (કોંગ્રેસ)

1989 – સોમાભાઈ પટેલ (ભાજપ)

1991 – સોમાભાઈ પટેલ (ભાજપ)

1996 – સનથ મહેતા (કોંગ્રેસ)

1998 – ભાવના દવે (ભાજપ)

1999 – સવશીભાઇ મકવાણા (કોંગ્રેસ)

2004 – સોમાભાઈ પટેલ (ભાજપ)

2009 – સોમાભાઈ પટેલ (કોંગ્રેસ)

2014 – દેવજીભાઈ ફતેપરા (ભાજપ)

2019 – ડો. મહેન્દ્ર મુંજપરા (ભાજપ)

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.