- વ્યાપક વિરોધ છતાં પરષોત્તમ રૂપાલા સૌથી વધુ લીડ સાથે જીતે તેવા એંધાણ
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ પૈકી એકપણ બેઠક પર ભાજપના ઉમેદવારને પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ મળે તેવી સંભાવના ખૂબ જ નહિંવત દેખાઇ રહી છે. રાજા-રજવાડાં અંગે કરેલી ટીપ્પણી બાદ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાને સૌથી વધુ લીડ મળે તેવા હાલ એંધાણ મળી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો સારી એવી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. તમામની જીત નિશ્ર્ચિત મનાઇ રહી છે. પરંતુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા લોકસભાની તમામ બેઠકો પાંચ લાખ કે તેથી વધુની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તે સૌરાષ્ટ્ર-કચ્છની એકપણ બેઠક પર હાલ પૂર્ણ થાય તેવું દેખાતું નથી. 2019માં પણ સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારિયા સૌથી વધુ મતોની લીડ સાથે ચૂંટાયા હતા. આ સિનારીયો આ વખતે પણ ચાલુ રહે તેવું લાગી રહ્યું છે. વ્યાપક વિરોધ છતાં પરષોત્તમભાઇની લીડ સૌરાષ્ટ્ર-કચ્છમાં આઠેય બેઠકો કરતા વધુ રહે તેવું હાલ દેખાઇ રહ્યું છે.
લીડમાં અમિત શાહ જ શહેનશાહ રહેશે
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ચૂંટણી યોજાયા બાદ આજે સવારે ચાલી રહી છે.જેમાં સૌથી વધુ લીડ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળે તેવા સ્પષ્ટ એંધાણ દેખાય રહ્યા છે હાલ માત્ર એકથી બે બેઠકો પર જ ભાજપને પાંચ લાખથી વધુને લીડ મળે તેવું લાગી રહ્યું છે અમિત શાહની લીડ સૌથી વધુ રહે છે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.ગત ચૂંટણી સી.આર. પાટીલ 6,00,000થી વધુ સાથે વિજેતા બન્યા હતા. આ વખતે અમિતભાઈ શાહની લીડ વધુ રહે તેવું લાગી રહ્યું છે.