• સતત ત્રીજી વખત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનું ભાજપનું સ્વપ્ન અધુરૂં રહે તેવા સ્પષ્ટ સંકેતો: નબળું સંગઠન માળખું છતાં કોંગ્રેસે આપી બરાબરની ટક્કર

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હોમસ્ટેટ ગુજરાતમાં પણ ભાજપને ફટકો પડે તેવા એંધાણ મળી રહ્યા છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી રાજ્યની તમામ 26 બેઠકો ફતેહ કરતું ભાજપ આ વખતે 25 બેઠકો પર અટકી જાય તેવા પ્રાથમિક સંકેતો મળી રહ્યા છે. સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થયા બાદ 25 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. આજે સવારથી મત ગણતરી ચાલી રહી છે. જેમાં આ લખાઇ રહ્યું છે ત્યારે 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો તેઓના નજીકના હરિફથી સારી એવી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે તો પાટણ લોકસભા બેઠક પર પંજાની પકડ જોવા મળી રહી છે. સતત ત્રીજી વખત ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખવાનું ભાજપનું સપનું મતદારોએ રોળી નાખ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીત્યા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખ કે તેથી વધુ લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. પરંતુ હાલ એક માત્ર ગાંધીનગર બેઠકને બાદ કરતા ભાજપને એકપણ બેઠક પર પાંચ લાખની લીડ મળે તેવું દેખાતું નથી. 25 પૈકી 24 બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તો પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર-21,456 મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.

કચ્છ બેઠક પર વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક પર ડો.રેખાબેન ચૌધરી, મહેસાણા હરીભાઇ પટેલ, સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયા, ગાંધીનગર બેઠક પર અમિત શાહ, અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખભાઇ પટેલ, અમદાવાદ પશ્ર્ચિમ બેઠક પર દિનેશભાઇ મકવાણા, સુરેન્દ્રનગર બેઠક પર ચંદુભાઇ સિંહોરા, રાજકોટ બેઠક પર પરષોત્તમભાઇ રૂપાલા, પોરબંદર બેઠક પર ડો.મનસુખભાઇ માંડવિયા, જામનગર બેઠક પર પૂનમબેન માડમ, જૂનાગઢ બેઠક પર રાજેશભાઇ ચુડાસમા, અમરેલી બેઠક પર ભરતભાઇ સુતરિયા, ભાવનગર બેઠક પર નીમુબેન બાંભણીયા, આણંદ બેઠક પર મીતેશભાઇ પટેલ, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પર રાજપાલસિંહ જાદવ, દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોર, વડોદરા બેઠક પર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુર બેઠક પર જશુભાઇ રાઠવા, ભરૂચ બેઠક પર મનસુખભાઇ વસાવા, બારડોલી બેઠક પર પ્રભુભાઇ વસાવા, નવસારી બેઠક પર સી.આર.પાટીલ અને વલસાડ બેઠક પર ધવલભાઇ પટેલ આગળ ચાલી રહ્યા છે. એકમાત્ર પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 22 હજાર મતોની લીડ પ્રાપ્ત છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.