• અબતકની શુભેચ્છા મુલાકાતમાં પ્રયાગ અને જલ્પાબેન ધોળકીયાએ આપી વિગતો

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપની જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રમત-ગમતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નિષ્ણાંત કોચ દ્વારા ખાસ ટ્રેનીંગ આપવામાં આવે છે. જ્ય ઇન્ટરનેશનલ સ્કુલ એ ડી.એલ.એસ.એસ. (ઉકજજ) માન્યતા ધરાવતી સ્કુલ છે, સમગ્ર ગુજરાતમાંથી અભ્યાસ અને તાલિમ માટે વિદ્યાર્થીઓ અહિં આવે છે. અહિ વિદ્યાર્થીઓના અભ્યાસ અને અન્ય પ્રતિભાના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. તાજેતરમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 09 માં અભ્યાસ કરતાં પ્રયાગ રાજેશ ધોળકિયા એ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પ્રયાગે રાષ્ટ્રીય કક્ષાએ રાઈફલ શૂટિંગમાં ટોપ ફાઈવમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેના માટે તેને આદિત્ય બિરલા ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે.

અબતકની શુભેચ્છા મુલાાતમાં જલ્પાબેન ધોળકીયાએ જણાવ્યું હતુ કે,

પ્રયાગ ધોળકિયાએ તેની રાયફલ શૂટિંગની કારકિર્દીમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમણે 2021 થી 2024 દરમિયાન ટીમ અને એકાકી પ્રદર્શનમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ જેમ કે 13 ઓપન રાજકોટ ડિસ્ટ્રીકટ શૂટિંગ ચેમ્પિયનશિપ, ફર્સ્ટ પોલ શૂટિંગ ચેમ્પિયનશિપ, 14 ઓપન રાજકોટ ડિસ્ટ્રીકટ શૂટિંગ ચેમ્પિયનશિપ, 2 ગુજરાત સ્ટેટ ઇન્ટર સ્કૂલ, 15 ઓપન રાજકોટ ડિસ્ટ્રિક્ટ શુટીંગ ચેમ્પિયનશીપ જેવી સ્પર્ધાઓમાં ત્રણ સુવર્ણપદક, ચાર રજત પદક અને ત્રણ કાંસ્ય પદક હાંસલ કર્યા છે. તાજેતરમાં માર્ચ 2024 માં રાજકોટમાં યોજાયેલ જિલ્લા કક્ષાની રાઈફલ શૂટિંગની સ્પર્ધામાં 10 મીટર પીપ સાઈટ એર રાઇફલ શૂટિંગ યુથ મેન ઈન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં તેણે એક સુવર્ણ પદક અને એક રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો તેમજ તેની ટીમને રજત ચંદ્રક પ્રાપ્ત થયો હતો. રાઇફલ શૂટિંગ ઉપરાંત પ્રયાગે સ્કેટિંગ સ્પર્ધાઓમાં પણ અનેક સન્માન પ્રાપ્ત કર્યા છે, જેમાં ક્વાડ અને ઇનલાઈન સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ પાંચ સુવર્ણપદક પ્રાપ્ત કર્યા છે.

પ્રયાગ ધોળકિયા એ રાઈફલ શુટિંગ ક્ષેત્રમાં મેળવેલી સફળતા અને અથાગ પરિશ્રમ પાછળ તેમના માતા જલ્પાબેન ધોળકિયાનો ફાળો છે કે જેઓ જીલ્લા કક્ષાના પિસ્તોલ શુટર છે. જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોચ તરીકે કાર્યરત  હર્ષિલ સોનીએ પ્રયાગ ધોળકિયાને શ્રેષ્ઠ પ્રદર્શન અને તેની એકાગ્રતા વધારવા માટે ધ્યાન, કસરત અને સંગીતના માધ્યમથી પ્રશિક્ષણ આપ્યું હતું. આ ઉપરાંત પ્રયાગને જય ઈન્ટરનેશનલ સ્કૂલના સ્પોર્ટસ હેડ મહિપાલસિંહ જાડેજા અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ ના પ્રિન્સિપાલ જોઈતા રે ચૌધરીએ અભ્યાસની સાથે રાયફલ શૂટિંગના ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવવા માટે પુરતું માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડયો હતો. પ્રયાગ ધોળકિયાએ પ્રાપ્ત કરેલ ઝળહળતી સફળતા બદલ અને ઉજ્જવળ ભવિષ્ય માટે જીનીયસ ગ્રુપના ચેરમેન ડી. વી. મહેતા, સી.ઈ.ઓ.ડિમ્પલબેન મહેતા, જય ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ   જોઈતા રે ચૌધરી અને સ્પોર્ટસ હેડ શ્રી મહિપાલસિંહ જાડેજા તથા સમગ્ર જય ઈન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.