• દિલ્હી ખાતેના કાર્યક્રમમાં નાદુરસ્ત તબિયતના કારણે હાજરી આપી ન શકતા કલેકટર, ડીડીઓ અને એસપીએ ઘરે આવીને પુરસ્કાર સોંપ્યો

ટંકારાના વૈદ્ય દયાળજી પરમાર નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હી ખાતેના કાર્યક્રમમાં ન જઈ શકતા કલેકટર, ડીડીઓ અને એસપીએ તેઓના ઘરે જઈને તેમને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો.

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ કુલ 132 જેટલા નાગરીકોને વિશિષ્ટ કાર્યો બદલ પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના પણ છ વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આમાં એક નામ ઋષિ જન્મ ભૂમિ ટંકારાના વૈદ્ય દયાળજી પરમાર (આર્ય દયાલ મુની)નું પણ હતું.

તેઓએ આયુર્વેદ ક્ષેત્ર માટે કરેલ વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પદ્મશ્રી એવોર્ડ અર્પણનો કાર્યક્રમ દિલ્હી ખાતે રાખેલ હતો.

પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રૂબરૂ જઈ ન શકતા સરકારની સુચના મુજબ   દયાળજીમુનીના નિવાસ સ્થાને મોરબી જીલ્લા કલેકટર કે. બી. ઝવેરી, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જીલ્લા વિકાસ અધિકારી એસ.જે. પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને આર્ય સમાજના આગેવાનો, આર્ય વિરાંગના સહિતનાની હાજરીમાં ગૌરવવંતો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.