- મૂર્તિપૂજક-અગ્નિપૂજક યુવતી સાથેના લગ્ન મુસ્લિમ પર્સનલ લો હેઠળ માન્ય નહીં : મધ્યપ્રદેશ હાઇકોર્ટ
- મુસ્લિમ કાયદા અનુસાર જો કોઈ મુસ્લિમ છોકરો એવી છોકરી સાથે લગ્ન કરે છે જે મૂર્તિપૂજક અથવા અગ્નિપૂજક છે, તો તે લગ્નને માન્ય ગણવામાં આવશે નહીં, તેવું હાઈકોર્ટે તેના 27મેના આદેશમાં જણાવ્યું હતું.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મુસ્લિમ પુરુષ અને એક હિન્દુ મહિલાના લગ્ન સંબંધિત કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી વચ્ચેના આ લગ્ન મુસ્લિમ પર્સનલ લો હેઠળ માન્ય ન હોવાનો ચૂકાદો આપ્યો છે. અદાલતે વિશેષ લગ્ન અધિનિયમ, 1954 હેઠળ આંતર-ધાર્મિક લગ્નની નોંધણી માટે પોલીસ સુરક્ષાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી.
ન્યાયમૂર્તિ ગુરપાલ સિંહ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે મુસ્લિમ પુરુષ અને હિન્દુ મહિલા વચ્ચેના લગ્નને મુસ્લિમ કાયદા હેઠળ ’અનિયમિત’ લગ્ન ગણવામાં આવશે, પછી ભલે તેઓ વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન કરે. મુસ્લિમ કાયદા અનુસાર, જો કોઈ મુસ્લિમ છોકરો એવી છોકરી સાથે લગ્ન કરે છે જે મૂર્તિપૂજક અથવા અગ્નિપૂજક છે, તો લગ્નને માન્ય ગણવામાં આવશે નહીં, એમ હાઈકોર્ટે તેના 27 મેના આદેશમાં જણાવ્યું હતું. ભલે પછી તે લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ નોંધાયેલા હોય તો પણ તે લગ્ન માન્ય નહીં ગણાય અને તે અનિયમિત (ફાસિદ) લગ્ન હશે.”
કોર્ટે એક દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ નિરીક્ષણ કર્યું હતું. આ અરજી એક મુસ્લિમ પુરુષ અને એક હિન્દુ મહિલા દ્વારા દાખલ કરવામાં આવી હતી. મહિલાના પરિવારે આંતર-ધાર્મિક સંબંધોનો વિરોધ કર્યો હતો અને ડર હતો કે જો લગ્ન આગળ વધશે તો સમાજ તેમનો અસ્વીકાર કરશે. પરિવારે દાવો કર્યો હતો કે મહિલાએ તેના મુસ્લિમ જીવનસાથી સાથે લગ્ન કરવા જતા પહેલા તેમના ઘરમાંથી ઘરેણાં લીધા હતા.તેમના વકીલના જણાવ્યા અનુસાર, આ દંપતી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માંગતું હતું. યુવતી લગ્ન માટે અન્ય કોઈ ધર્મમાં પરિવર્તિત થવા માંગતી ન હતી. બીજી બાજુ, તે યુવક પણ પોતાનો ધર્મ બદલવા માંગતો ન હતો. મહિલા હિંદુ ધર્મનું પાલન કરવાનું ચાલુ રાખશે, જ્યારે પુરુષ લગ્ન પછી પણ ઇસ્લામનું પાલન કરવાનું ચાલુ રાખશે, તેમ તેના વકીલે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ દંપતિને જ્યારે તેઓ વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે લગ્ન અધિકારી સમક્ષ હાજર થાય ત્યારે પોલીસ સુરક્ષા આપવી જોઈએ. વકીલે દલીલ કરી હતી કે આંતર-ધાર્મિક લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ માન્ય રહેશે અને મુસ્લિમ પર્સનલ લોને બાયપાસ કરશે. કોર્ટે કહ્યું કે ભલે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ લગ્નને ધાર્મિક વિધિઓ ન કરવા માટે પડકારવામાં ન આવે, જો તે વ્યક્તિગત કાયદા હેઠળ પ્રતિબંધિત છે, તો આવા લગ્ન માન્ય લગ્ન નહીં હોય. કોર્ટે દંપતીની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ લગ્ન કર્યા વિના લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા તૈયાર નથી અને ન તો હિન્દુ છોકરી છોકરાનો ધર્મ (ઇસ્લામ) સ્વીકારવા તૈયાર છે.
યુવતી લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા માંગતી ન હતી
દંપતી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માંગતું હતું. યુવતી લગ્ન માટે અન્ય કોઈ ધર્મમાં પરિવર્તિત થવા માંગતી ન હતી. બીજી બાજુ, તે યુવક પણ પોતાનો ધર્મ બદલવા માંગતો ન હતો. મહિલા હિંદુ ધર્મનું પાલન કરવાનું ચાલુ રાખશે, જ્યારે પુરુષ લગ્ન પછી પણ ઇસ્લામનું પાલન કરવાનું ચાલુ રાખશે, તેમ તેના વકીલે જણાવ્યું હતું.