આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી આખું વિશ્વ કરી રહ્યું છે. ત્યારે વિશ્વમાં થતાં દૂધ ઉત્પાદનની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. જેમાં વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. તો આપણે આજે ગુજરાતના અંજારમાં આવેલી ઐતિહાસિક સરહદ ડેરી વિશે વાત કરીએ તો સરહદ ડેરીની સ્થાપના 2009ના વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સરહદ ડેરીના સ્થાપક ચેરમેન તરીકે વલમજીભાઈ આર. હુંબલની નિમણૂક કરવામાં આવી હતી. જે અત્યાર સુધી સેવા આપી રહ્યા છે.

કોણ છે વલમજી હુંબલ?

બીજી વખત વલમજી હુંબલ Amulના વાઇસ ચેરમેન નિયુક્ત, જાણો કોણ છે આ કચ્છી કુરિયન? – News18 ગુજરાતીસરહદ ડેરીના સ્થાપક અને કચ્છ કુરિયન તરીકે જાણીતા વલમજી હુંબલની કોઠા સૂઝ બૂઝ, આવડત અને સહકારી ક્ષેત્રે બહોળા અનુભવને કારણે સરહદ ડેરીએ વિતેલા વર્ષોમાં અનેક શિખરો સર કર્યા છે. જેમાં મુખ્યત્વે 2 લાખ લિટરનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, ઊંટડીના દૂધનો પ્લાન્ટ,ખાણ દાણનો પ્લાન્ટ ત્તેમજ કચ્છ જિલ્લાના ગામડે ગામડે દૂધ સહકારી મંડળીઓની સ્થાપના વગેરે મહત્વના રહ્યા છે. સરહદ ડેરી કચ્છ જિલ્લાના પશુપાલકોના સુખમાં સાથીદાર અને દુખમાં ભાગીદાર હમેશા બની છે અને બનતી રહેશે એવું વલમજીભાઈ હુંબલે નિમણુંક બાદ તેમણે જણાવ્યુ હતું.

 ભારતના પ્રથમ ઊંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના

Sarhad Dairy Plant in Kukma,Bhuj - Best Dairy Product Retailers in Bhuj - Justdial

વર્ષ 2013 માં નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું તેથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ 2017 માં ઊંટડીના દૂધનું કલેક્શન કરવાનું શરૂ કર્યું. 2019 માં ભારતનો પ્રથમ ઉંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લાખોન્દ ખાતે શરૂ કરવામાં આવ્યો. આગળ વધતાં-રાપર,નખત્રાણા,રાજપર,કોટડા આથમણા,દયાપર ખાતે ઊંટડીના દૂધનું એકત્રીકરણ હાલમાં કરવામાં આવે છે. શરૂઆતમાં 17 દૂધ મંડળી પાસેથી દૈનિક 1500 લિટર દૂધ એકત્રીકરણ કરવામાં આવતું હતું.જે અત્યારે 900 કરતાં પણ વધારે દૂધ મંડળીઓ પાસેથી દૈનિક 5 લાખ લિટર દૂધ દૈનિક એકત્રીકરણ કરવામાં આવે છે.

સરહદ ડેરીનું ઉત્પાદન 

sarhad6

સરહદ ડેરી શરૂઆતમાં રોજનું 1000 થી 1500 લિટર દૂધ સંગ્રહ અને પ્રોસેસ કરે છે. ધીમે ધીમે માંગ તથા સંગ્રહના આધારે પ્રોસેસિંગ વધારવામાં આવશે. કચ્છ પાસે રોજનું 18,000 લિટર ઊંટડીનું દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આ પહેલથી સરહદ ડેરી ઊંટ પાલકોને આર્થિક પ્રગતિ તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. ઊંટ પાલકો સમગ્ર કચ્છમાં ઊંટને પોષણ આપવા માટે ભ્રમણ કરતા હોય છે હોય છે. જેઓને સ્થાયી કરાશે અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં ડેરી મદદરૂપ થશે.

sarhad 9

જે સમયથી ઉંટના દૂધનું ઉત્પાદન સરહદ ડેરી દ્વારા શરુ કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધીના દૂધની આવકના દરમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જેમાં 2017-18 વર્ષ દરમિયાન સરહદ ડેરીમાં ઊંટડીના દૂધનું ઉત્પાદન 9,268 લિટર હતું. જે વધીને 2023-2024 વર્ષ દરમિયાન 17,39,964 લિટર થયું છે.

ઊંટડીનું દૂધ પીવાના ફાયદાઓ

sarhad8

ઊંટડીના દૂધના ઔષધીય ગુણધર્મો રહેલા છે તેમજ ઊંટડીના દૂધમાં મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિન, વિટામિન “સી” ભરપૂર માત્રા મળે છે. ઊંટડીના દૂધનું સેવન કરવાથી બ્લડપ્રેશર, ટી.બી, કેન્સર, પેટના દર્દો જેવી કેટલીક બીમારીઓથી રાહત મળે છે .ઊંટડીનું દૂધએ સામાન્ય માણસો માટે આરોગ્યની દ્રષ્ટિએ અને ઊંટ ઉછેરકોના આર્થિક તેમજ સામાજિક હિતાર્થે ખૂબ જ ઉપયોગી છે

ઉંટડીના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. જેને પીવાથી તમારા હાડકાઓ મજબૂત થાય છે. દૂધમાં મળતું લેક્ટોફેરિન નામનું તત્વ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. આ દૂધને પીવાથી લોહીની ટોક્સિન્સ પણ દૂર થાય છે અને લિવર પણ સાફ થાય છે. પેટની સમસ્યાઓને દૂર કરવા માટે ઉંટડીના દૂધ પીવું ખૂબ ફાયદાકારક છે.

જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને સામાન્ય રીતે દૂધ પીવાની ના પાડવામાં આવે છે. તેમને જાણીને નવાઇ થશે કે ઉંટડીના દૂધમાં કોલેસ્ટ્રોલ લેવલ નીચુ હોય છે. તેમાં રહેલા પ્રોટીન અને કાસેઈન્સને કારણે તે શરીરમાં હીલીંગ માટે જરૂરી તમામ પોષકતત્વો પૂરા પાડે છે. તે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ તત્વોથી ભરપૂર હોય છે.

ઉંટના દૂધનો ભાવ અને ફેટની વિગત

ઊંટડી ના દૂધ માં 2.5 % ફેટ અને 6.5% SNF હોય તેવા કિસ્સા માં 51 /- રૂપિયા પ્રતિ લિટર લેખે પશુપાલક ને ભાવ ચૂકવવામાં આવે છે.

ઊંટડીના દૂધમાંથી બનતી વાનગીઓ

દૂધમાંથી દહીં,છાશ ,માખણ ,ઘી,પનીર ,માવો,શ્રીખંડ,આઇસક્રીમ ,પેંડા,બાસુંદી,રબડી,બરફી,ચોકલેટ જેવી વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.

ઊંટડીના દૂધનું  કેટલું વેચાણ થાય છે?

350 ઊંટડી ઉછેરક પરિવારોમાંથી દરરોજ 5000 લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ થાય છે. જેમાંથી અમુલ બ્રાન્ડ હેઠળ 5 જુદી જુદી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી રહી છે.જે દર વર્ષે 9 કરોડ રૂપિયા ની આવક પશુપાલકોને થાય છે.

અહેવાલ : ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.