•  આજે 57 બેઠકો પર મતદાન, PM મોદી, કંગના, પવન સિંહ સહિત 11 દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં

લોકસભા ચૂંટણી ૨૦૨૪: લોકસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શનિવારે 57 લોકસભા સીટો પર સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. લોકસભાની તમામ 543 બેઠકો માટેના ચૂંટણી પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

1. નરેન્દ્ર મોદી (વારાણસી):

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત આ હાઈ-પ્રોફાઈલ મતદારક્ષેત્રમાંથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. PM મોદીની સર્વોપરિતાને પડકારવા માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને સમર્થન આપ્યું છે. પીએમ મોદી વર્ષ 2014 અને 2019માં આ લોકસભા સીટ પરથી જીત્યા હતા.

2. રવિ કિશન (ગોરખપુર):

અભિનેતા અને બીજેપી નેતા રવિ કિશનને ઉત્તર પ્રદેશની ગોરખપુર સીટ પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાજલ નિષાદ ચૂંટણી લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રવિ કિશને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રામભુઆલ નિષાદને હરાવ્યા હતા. ભાજપે તેમને ફરીથી આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

3. અફઝલ અંસારી (ગાઝીપુર):

સમાજવાદી પાર્ટીએ અફઝલ અંસારીને ગાઝીપુર લોકસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. વર્ષ 2019માં BSP બેઠક પરથી ચૂંટણી લડતી વખતે તેમણે ભાજપના મનોજ સિન્હાને હરાવ્યા હતા. આ બેઠક પરથી ભાજપના પારસનાથ રાય અને બસપાના ઉમેશ કુમાર સિંહ ચૂંટણી લડી રહ્યા છે.

4. રવિશંકર પ્રસાદ (પટના સાહિબ):

પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ભાજપના ગઢમાંથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર અંશુલ અભિજીતના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, જે ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારના પુત્ર છે. ભાજપ નેતાએ 2019ની લોકસભા ચૂંટણીમાં શત્રુઘ્ન સિંહાને હરાવ્યા હતા.

5. પવન સિંહ (કરકટ) :

ભોજપુરી સ્ટાર પવન સિંહ આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ કરાકટથી NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહ સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. સીપીઆઈના રાજા રામ સિંહ પણ ચૂંટણી મેદાનમાં છે.

6. કંગના રનૌત (મંડી) :

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ચૂંટણી લડી રહી છે. તેમનો હેતુ ભાજપ માટે આ બેઠક જીતવાનો છે. તેમની સામે કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ મેદાનમાં છે. મંડીને વીરભદ્રના પરિવારનો ગઢ માનવામાં આવે છે.

7. મનીષ તિવારી (ચંદીગઢ):

ભાજપે બે વખતના સાંસદ કિરણ ખેરની જગ્યાએ સંજય ટંડનને ટિકિટ આપી છે. તેમની સામે AAP સમર્થિત કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી ચૂંટણી લડી રહ્યા છે.

8. અનુરાગ ઠાકુર (હમીરપુર):

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સતપાલ સિંહ રાયજાદા સામે છે. અનુરાગ ઠાકુર છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી જીતતા આવ્યા છે.

9. અભિષેક બેનર્જી (ડાયમંડ હાર્બર):

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને CM મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ લોકસભા સીટ, ડાયમંડ હાર્બર પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે સીપીઆઈ(એમ)ના પ્રતિકુર રહેમાન અને ભાજપના અભિજીત દાસ ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2014 અને 2019માં અભિષેક બેનર્જી આ બેઠક પરથી જીત્યા છે.

10. મીસા ભારતી (પાટલીપુત્ર):

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મોટી પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર લોકસભા બેઠક પરથી આરજેડી ઉમેદવાર છે. ભાજપે તેમની સામે સાંસદ રામ કૃપાલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. મીસા ભારતીને 2019ની લોકસભા ચૂંટણીમાં રામકૃપાલ યાદવથી હાર મળી હતી.

11.ચરનજીત સિંહ ચન્ની (જલંધર):

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને જલંધર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચન્ની AAPના ઉમેદવાર પવન કુમાર ટીનુ અને શિરોમણી અકાલી દળના મોહિન્દર સિંહ કેપી સામે ચૂંટણી લડી રહ્યા છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.