છેલ્લા અઠવાડિયાથી સૂરજદેવ આકરૂ રૂપ ધારણ કર્યું છે. અને તાપમાનનો પારો ઉંચકાતો ગયો ત્યારે 26 અને 27મેના બે દિવસમાં રાજસ્થાનમાં સાત સાધુ સાધ્વીજી અને મધ્યપ્રદેશમાં એક સાધ્વી શ્રમણ શ્રેષ્ઠ પૂ. ગુણવંત મૂનિજી મ.સા. પૂ. ચિરંજયમનિ મ.સા., સાધુ માર્ગી સંપ્રદાયના પૂ. સૂર્યપ્રભજી મ.સા, જ્ઞાનગચ્છ સંપ્રદાય, મંજુલાજી મ.સ., દયાશ્રીજી મ.સ., ગુજરાતી સંત હિતમુનીજી મ.સા., હર્ષલાલજી મ.સા., જીજ્ઞાસાશ્રીજી મ.સા., તથા નરેન્દ્ર મૂનિજી મ.સા., એમ કુલ 8 સાધુ સાધ્વીજી કાળધર્મ પામતા છે. દેશભરનાં જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. કાળધર્મ પામનારા અડધાથી વધુ સાધુ-સાધ્વી યુવાન વયના છે. જૈન સમાજના સાધુ-સાધ્વીજીઓ એટલા આકરા તાપ પણ ઉપાશ્રયમાં પણ પંખાનો ઉપયોગ કરતા નથી તેમજ ધમધમતા રસ્તા પર ભયંકર ગરમીમાં ગૌચરી એટલે કે જમવાની વ્યવસ્થા કરવા માટે ઘરે ઘરે જાય છે. એને કારણે તેમને લુ લાગી જાય છે. આ સ્થિતિમાં પણ જૈન સાધુ સંતો તેમના નિયમોમાં બાંધછોડ કરતા નથી છેલ્લા અઠવાડિયાથી હીટસ્ટોકથી રાજસ્થાનમાં સાત અને મધ્યપ્રદેશમાં એક જૈન સાધુ કાળધર્મ પામ્યા છે. તેનાથી સમસ્ત જૈન સમાજ દુ:ખની લાગણી વ્યકત કરે છે.
Trending
- વાંકાનેર : બસોની સફાઈ માટે ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ
- રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા CM પટેલ
- અમદાવાદમાં મેફેડ્રોન અને હથિયારો સાથે કુખ્યાત ગુનેગારની ધરપકડ
- Jamnagar : જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ હાલતમાં
- પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, નિવૃત્તિ બાદ પણ દર મહિને મળશે 20,000 રૂપિયાનું પેન્શન
- પ્રોટીન પાઉડરની જરૂર નથી, આ ફળોનો પ્રત્યેક ટુકડો આપશે 4 ગ્રામ પ્રોટીન !
- ટુંક જ સમય માં Royal Enfield લોન્ચ કરશે Royal Enfield Goan Classic 350, જાણો ક્યારે થશે લોન્ચ
- BMW એ નવા અપડેટ સાથે લોન્ચ કરી BMW M5