- વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ: ધો,.7,8,9,10 માટે 1 વર્ષ અને 2 વર્ષ માટે વિવિધ કોર્ષોનો થશે પ્રારંભ
- રાજકોટમાં ભાવનગર રોડ, આજીડેમ ચોકડી પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામર્મા પ્રવેશ માટે તા.13 જૂન-2024 સુધી વિવિધ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરાશે.
જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ કોર્સની તાલીમ અપાય છે. તાલીમાર્થીઓ સફળ રીતે તાલીમ પૂર્ણ કરી વિવિધ કોર્સના ગઈટઝ અને ૠઈટઝ સર્ટીફીકેટ મેળવી સરકારી નોકરી, ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મેળવી શકે છે તથા પોતાનો ધંધો પણ સ્થાપી શકે છે. આઈ.ટી.આઈના આ સર્ટીફીકેટ ઉપર વિદેશમાં સારી નોકરી મેળવી સ્થાયી પણ થઈ શકે છે.
આઈ.ટી.આઈ કરેલ તાલીમાર્થીઓને કેન્દ્ર સરકારની અગ્નિવીર જેવી યોજનામાં પણ વધારાના માર્ક્સ અપાય છે. ધોરણ-10 પછી 2 વર્ષનો આઈ.ટી.આઈ. નો કોર્સ કરેલ તાલીમાર્થી ધોરણ-12ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધોરણ-12 પાસ સમકક્ષ સર્ટીફીકેટ મેળવી શકે છે. તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા માસિક સ્ટાઇપેન્ડ ચુકવાય છે તથા સમાજ કલ્યાણ કચેરી દ્વારા શિષ્યવૃત્તિ પણ અપાય છે. આ ઉપરાંત તાલીમાર્થીઓ પ્લેસમેન્ટ તથા એપ્રેન્ટીસ યોજનાનો પણ લાભ લઈ શકે છે. પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ શકે છે.
પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો વેબસાઈટ પરથી પ્રવેશફોર્મ ભરી શકે છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે કે.બી.પટેલ, આર.એસ. ત્રિવેદી, તેમજ અતુલ અઢીયા, ધરતીબેન ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા આઈ.ટી.આઈ.માં થતા વિવિધ કોર્ષ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, ડ્રેસ મેકીંગ, ફેશન ડીઝાઈન ટેકનોલોજી, કોસ્મેટોલોજી, હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ તમામ કોર્ષ 1 વર્ષમં તાલીમ ગાળો છે. સરકારી અને અર્ધસરકારી કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની લાયકાત મુજબ નોકરી મેળવીને ઉજજવળ કારકીર્દી બનાવી શકાય છે. તેમજ એપ્રેન્ટીસમાં જોડાઈ કંપની, સરકારી, અર્ધસરકારી નિગમોમાં પ્રેકટીકલ તાલીમનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકાય.
વિદ્યાર્થીઓ માટે વિવિધ કોર્ષ
ધો. 7 પાસ માટે : આર્મેચર મોટર રીવાઈન્ડીંગ-1 વર્ષ તેમજ
ધો. 8/9 પાસ માટે 1 વર્ષના કોર્સ-ટુ વ્હીલર ઓટો રીપેરર, વેલ્ડર, સુઇંગ ટેકનોલોજી, વુડ વર્ક ટેકનીશીયન(કાર્પેન્ટર), પ્લમ્બર, સર્ટી. કોર્ષ ઇન હેર એન્ડ સ્કીન કેર, 2 વર્ષના કોર્ષ-વાયરમેન તેમજ ધો. 10 પાસ માટે :
1 વર્ષના કોર્સ : સોલાર ટેકનીશીયન, મિકેનિક ડીઝલ, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, સર્ટી. કોર્ષ ઇન સોફ્ટવેર પ્રોગ્રામિંગ,
2 વર્ષના કોર્ષ : ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી સીસ્ટમ મેન્ટેનન્સ, ઈલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રોનીક્સ મિકેનિક, ઈન્સ્ટ્રુમેન્ટ મીકેનીક, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એટેન્ડન્ટ ઓપરેટર(કેમિકલ પ્લાન્ટ), મેન્ટેનન્સ મિકેનિક (કેમિકલ પ્લાન્ટ), ડ્રાફ્ટમેન મિકેનિક, ડ્રાફ્ટમેન સિવિલ, સર્વેયર, ફીટર, ટર્નર, મશીનીસ્ટ, રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનિંગ જેવા કોર્ષની તાલીમ આપવામાં આવે છે.
દર વર્ષે 700થી 800 તાલીમાર્થીઓને જોબ પ્લેસમેન્ટ આપતું આઈ.ટી.આઈ.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ આઈ.ટી.આઈ.નાં આચાર્ય કે.બી.પટેલએ જણાવ્યું હતુ કે, આઈ.ટી.આઈ. દ્વારા ચાલતા તમામ કોર્ષમાં તાલીમાર્થીઓને તાલીમ અપાય છે. તેમજ તાલીમાર્થીઓ તાલીમ પૂર્ણ થયે સટીફીકેટ મેળવી તેમને નોકરી, ખાનગી કંપનીમાં નોકરી અપાવે છે. દર વર્ષે આઈ.ટી.આઈ.માં 1200 થી 1500 વિદ્યાર્થીઓ તાલીમ લે છે. તેમજ 700 થી 800 તાલીમાર્થીઓને જોબપ્લેસમેન્ટ કરાવ્યે છે. તેમજ 1 વર્ષના સમયગાળાના 13 કોર્ષ અને 2 વર્ષના સમયગાળાના 15 કોર્ષ કરાવવામાં આવે છે.
તાલીમાર્થીઓને મળતી વિશેષ સુવિધાઓ
અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ / મહિલા અને દિવ્યાંગ તાલીમાર્થીઓને ટ્યુશન ફી ભરવામાંથી મુક્તિ
એસ.ટી બસ/ સીટી બસ/ રેલ્વે ક્ધસેશન પાસની સુવિધા
આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ પાસ કર્યેથી ધોરણ-8 પાસને ધો-10 પાસ અને ધો-10 પાસને ધો-12 પાસ
સમકક્ષનું પ્રમાણપત્ર જે ડીપ્લોમાં તથા સ્કીલ યુનિવર્સીટીમાં પ્રવેશ માટે માન્ય
આર્થિક પછાત/એસસી/એસટી/બક્ષીપંચના તાલીમાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ/સ્ટાઇપેન્ડ
સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે બેંકેબલ સબસીડી વાળી લોનની જોગવાઈ
સંસ્થાની તાલીમ કાર્ય પદ્ધતિ અને કાર્ય શૈલી
પ્રવેશ મેળવનાર દરેક તાલીમાર્થીઓને પરીક્ષા પાસ કર્યેથી ઉૠઊઝ દિલ્હી દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત ગઈટઝ પ્રમાણપત્ર મળશે. અ મે
અદ્યતન ટુલ્સ, ઈક્વિપમેન્ટ અને મશીનરી સાથે અનુભવી ટ્રેનર્સ દ્વારા પ્રેક્ટીકલ તાલીમ
કોમ્યુનિકેશન સ્કીલ, લીડરશીપ, મોટીવેશન, ટીમવર્ક જેવી સોફ્ટ સ્કીલની તાલીમ તથા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ
તાલીમાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રોજગારીની વિશાળ તકો મળી રહે તે માટે જફળતીક્ષલ ઈંક્ષમશફ, ઇંજ્ઞક્ષમફ ખજ્ઞજ્ઞિંતિ, અિીંહ ખજ્ઞજ્ઞિંતિ, ઋજ્ઞમિ, ઇવફફિિં ઇયક્ષુ(ઈંક્ષમશફ) જેવી નામાંકિત કંપનીઓ સાથે ખજ્ઞઞ દ્વારા અદ્યતન લેબનું નિર્માણ કરવામાં આવેલ છે.
નામાંકિત કંપનીઓ સાથે ખજ્ઞઞ દ્વારા ઘક્ષ ઉંજ્ઞબ ઝફિશક્ષશક્ષલ ના ખજ્ઞઞ કરી પ્રેક્ટીકલ તાલીમની વ્યવસ્થા તથા ઉીફહ જુતયિંળ જ્ઞર ઝફિશક્ષશક્ષલ (ઈંઝઈં અને ઈંક્ષમીતિિું માં તાલીમ) માટેના ખજ્ઞઞ
આઈ.ટી.આઈ.માં દિવ્યાંગ માટે વ્યવસાયલક્ષી તાલીમ
વર્તમાન સમયમાં વિવિધ વિધાશાખાનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોની સરખામણીમાં દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રેડનું ટેકનીકલ જ્ઞાન મળી રહે તે માટે રાજકોટ ખાતે ડિસેબલ (દિવ્યાંગ) આઈ.ટી.આઈ. ચાલે છે. જેથી હવે દિવ્યાંગ ભાઈ બહેનો પોતે પણ વ્યવસાયલક્ષી તાલીમ મેળવી વિવિધ વ્યવસાયલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરી સ્વરોજગારી મેળવી શકે છે. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર, કટીગ એન્ડ સુંઈંગ, હેર એન્ડ સ્ક્રીનકેર, એન્વેલોપ મેકીંગ, ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર તમામ કોર્ષ ધો.8/10 પાસ એડમીસન લઈ શકે છે.
આધુનિક મશીનરી તેમજ તાલીમબધ્ધ અનુભવી ઈન્સ્ટ્રકટરો દ્વારા તાલીમ આપવામાં આવે છે. અને કોર્ષમાં જોડાવા માટે ઉ.14 વર્ષ થી ઉપરની હોવી જરૂરી છે., રોજગાર અને તાલીમ ખાતા દ્વારા તેમજ સમાજ કલ્યાણ ખાતા દ્વારા આર્થીક પછાત, એસ.ટી, એસ.ટી. બક્ષીપંચમાં સમાવેશ થતા તાલીમાર્થીઓને સરકારના નિયત કરેલ આવક મર્યાદામાં સ્ટાઈપેન્ડ ચુકવવામા આવે છે. તેમજ કોર્ષ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગાર માટે સબસીડીવાળી લોન મળી શકે છે. અને વિદ્યાર્થીઓમાં ટીમ સ્પીરીટ વિકસાવવા વિવિધ સેમીનાર, વર્કશોપ અને કવીઝનું આયોજન કરવામાં આવે છે.