જિયોફોન માર્કેટમાં આવી ચુક્યો છે. તો હમણાં જ તેવું જાણવામાં આવ્યું છે કે જિયોફોન ગુગલ આસિસ્ટન્ટ સ્પેશ્યલ વર્ઝન મેળવવા માટેની તૈયારીઓ ધરાવી રહ્યું છે તો જીયો પ્રથમ એવું ડિવાઇઝ બનશે જે ગુગલ તરફથી કૃત્રિમ આસિસ્ટન્ટ ધરાવશે.
પરંતુ જોયો ફોન માટે આ અન્ય બીજી ડિજીટલ સહાયક બનશે કેમ કે તેમાં પહેલાંથી જ વોઇસ કમાન્ડ છે. ફીચર ફોન માટે ગુગલ અંગ્રેજી બને હિન્દી એમ બંને આધાર કરશે બંને ભાષાઓમાં વોઇ ક્વેરીઝને રિસપોન્સ આપી શકશે. જિયોફોન માટે ગુગલના ડેમો દર્શાવે છે કે સોફ્ટવેર શેર પરિણામો પહોંચાડવા, ટેકસ્ટ મેસેજીંસ મોકલી શકે છે.
જિયોફોન ફોર જી કનેક્ટીવીટીનું સમર્થન કરે છે અને ફીચર ફોનનો એક્સીરિયન્સ આપે છે. તો ગુગલ આસિસ્ટન્ટ વિશાળ વિશ્ર્વસનીયતા અને માહિતી આપવા માટે ફોર જી નેટવર્કનો ઉ૫યોગ કરી શકે છે.
ગુગલે તાજેતરમાં જ એન્ડ્રોઇડ ઓરેઓ ગુગલ મેપ્સ ટુ-વ્હિલર મોડ, ગુગલ ફાઇલ્સ જેવા ભારતીય જનતાઓ માટેની સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે. ત્યારે ગુગલ આસિસ્ટન્ટમાં પણ ભારતની જનતાને ગમી જાય તેવા ફિચર્સ રહેલાં છે. તો તે હાલ તેના અપડેટ વર્જનમાં ઘણી નવી સુવિધાઓ પણ પ્રદાન કરી રહ્યું છે, તો હવે ભારતીય ટેલિકોમને હચમચાવનારી કંપની જીયો ધન ધના ધન એક ગુગલ આસિસ્ટન્ટ સાથે રહી ગ્રાહકોને વધુ સુવિધાઓ આપશે.